News Continuous Bureau | Mumbai
Pustak Prakashan: જાણીતા કરવેરા નિષ્ણાત અને કુશળ વકીલ ( lawyer ) મૂળ મહુવાના હાલ-મુંબઈ (મલાડ) નિવાસી શ્રી અશ્વિન પારેખે ( Mr. Ashvin Parekh ) ૭૯ વર્ષની વયે લોકોપયોગી પુસ્તિકા-વિલ-વસિયતનામું ( Will Vasiyatnamu ) શું કામ? નું લેખન-પ્રકાશન ( Writing-Publication ) કર્યું છે.
અચાનક આંખ મિંચાઈ જાય અને જિંદગીભર હડિયાપાટી કરીને એકઠી કરેલી સ્થાવર-જંગમ મિલકતના કોઈ વારસદારને વિધિસર સોંપણી ન કરી હોય તો પાછળથી પરિવારજનો અને સ્વજનોને કેવી મુસીબતો સહન કરવી પડે છે તેનો પરિચય તમને કદાચ નહીં હોય.
ધન-સંપત્તિ, જર-જવેરાત, મિલકત, જમીન-જાયદાદ માટે પરિવારોમાં કલહ-કલેશ વધતાં જાય છે ત્યારે કોઈપણ સમજુ-શાણા માણસે વિલ-વસિયતનામું અચૂક બનાવવું જોઈએ. વિલના પ્રકાર, અંતિમ ઇચ્છાઓ, સંયુક્ત વિલ, મરણોત્તર સંપત્તિના વિતરણનું વિલ, વિલની-ભાષા, વિલના કર્તા-હર્તાની નિમણૂંક દાન-ધર્માદાની લેખક અને પ્રકાશક અશ્વિન પારેખ B.Com., LL.B., DB1., ICSI., ICS (U.K) એડવોકેટ, હાઈકોર્ટ જોગવાઈ, મધ્યસ્થીની નિમણૂંક, વિલનું રજીસ્ટ્રેશન, વિલનું અમલીકરણ- આવી અત્યંત માર્ગદર્શક બાબતો સાવ સરળ ગુજરાતીમાં સહુને સમજાય એ રીતે લેખકે રજૂ કરી છે. પચાસ વર્ષની લાંબી કારકિર્દીના અનુભવના આધારે એક બેઠકે વાંચી જવાય એવી આ અત્યંત ઉપયોગી – Must Read- પુસ્તિકા સહુએ અચૂક વાંચવી જોઈએ.
આ પણ વાંચો : Gujarati Sahitya: હૈયાફાટ રૂદન સાંભળી, યુદ્ધ નહીં – બુદ્ધ લાવો…
પુસ્તિકા માટે સંપર્કઃ અશ્વિન પારેખ – ૯૬૧૯૭૯૯૩૫૦

Ashwin Mehta