પુર્ણા શુક્લા(Purna Shukla)…. મૂળ ભાવનગર(Bhavnagar) ની રહેવાસી જેણે ક્યારેય વોલીબોલ (Volleyball)જોયો ન હતો અને તે માટે સમય પણ ન હતો ઘરની પરિસ્થિતિ પણ સારી ન હતી ઘર જીવન એક શ્રમિક જીવન હતું અને આવક પણ માતા ના શ્રમ આધારિત હતી બહેન-ભાઈ હજુ તો અભ્યાસ કરતા હતા. પુર્ણા આમ તો એક ખેલાડી(player) ને શોભે તેવી પર્સનાલિટી ધરાવતી હતી. ભાવનગર માં ધો. આઠમાં અભ્યાસ કરતી હતી ત્યારે કેટલાક રમત ગમત ક્ષેત્રે ના કોચ ની તેની ૧૭૦ સે.મી. હાઈટ અને ખેલાડી ને શોભે એવા દેખાવ ઉપર નજર હતીજ..
આ કોચ સર્વ ચિન્મય શુક્લા(Chinmaya Shukla), ત્રિવેણી સરવૈયા, મહમદ કુરેશી તેઓએ તેની ઉંચાઈ ને ધ્યાને રાખીને ગુજરાત (Gujarat)ને એક સારો ખેલાડી આપવા મક્કમ નિર્ધાર કરી પુર્ણા શુક્લા ને પ્રોત્સાહન અને પ્રેરણા તેમજ જરૂરી મદદ પણ કરી ને પણ વોલીબોલ ખેલાડી(Volleyball) બનાવવા સફળ પ્રયાસ શરૂ કર્યા અને સફળતા પણ મેળવી. પણ પુર્ણાનો ભાગ્યોદય ત્યારે શરૂ થયો, જ્યારે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી(Gujarat Sports Authority)ના સંચાલક સંદીપ પ્રધાન ની નિમણૂક થઈ, તેઓ IAS હતા અને રમત ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન થાય તેવી ભાવના અને મક્કમતાથી એસ. એ.જીના ચેર પર્સન તરીકે હવાલો સંભાળી લીધો. સાથે રાજ્યભરમાંથી રમત ગમત ક્ષેત્રેના શ્રેષ્ઠ કોચને બોલાવી મનોમંથન કર્યું. એમાં સુરતના વોલીબોલ કોચ શ્રી અહેમદ શેખ દ્વારા કરાયેલું એક સૂચન ગુજરાત માં વોલીબોલ એકેડેમી(Volleyball Academy) શરૂ થાય, અને એનો સર્વસંમતિથી સ્વીકાર થયો.
આખરે નડિયાદ(Nadiad) શહેર માં વોલીબોલ એકેડેમી(Volleyball Academy) શરૂ થઈ…. રાજ્યભરમાંથી ૧૭૦ સેમી. ની ઉંચાઈ ધરાવતી ૨૫ જેટલી દિકરીઓને કોચ દ્વારા પસંદ કરવામાં આવી અને રહેવા, ભોજન સહીતની સંપૂર્ણ સુવિધા યુક્ત એવી નડિયાદ વોલીબોલ એકેડેમી(Nadiad Volleyball Academy) માં દાખલ કરવામાં આવી અને વિવિધ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી મહારાષ્ટ્ર(Maharshtra)થી પણ એક્સપર્ટ કોચ લાવવામાં આવ્યા દિકરીઓની વિશિષ્ટ તાલીમ શરૂ થઈ, જેમાં પુર્ણા શુક્લાનો પણ સમાવેશ થતો હતો.
બીજી તરફ એસ. એ.જી ના ચેર મેન શ્રી સંદિપ પ્રધાન દ્વારા એ .એસ. એ જી. માટે સરકાર માં થી બજેટ માં ખાસ્સો મોટો વધારો મંજૂર કરાવી લાવ્યા….. અને પછીતો એસ. એ. જી. દ્વારા રમતગમત પ્રવૃતિઓનો વિસ્તાર અને વ્યાપ વધ્યો અને રાજ્ય ભર મા રમત ગમત પ્રવૃત્તિ ઓ ધમ ધમી ઉઠી અને નડિયાદ એકેડેમી પણ પરિણામ લક્ષી બની. બે વર્ષીય તાલીમ બાદ પુર્ણાની ઇન્ડિયા(India Volleyball team)ની વોલીબોલ ટીમ માં પસંદગી થઈ જે પુર્ણાના જીવનનો મોટો પડાવ બની રહ્યો અને ઇન્ટર નેશનલ ખેલાડી બની બેંગકોક ખાતે ટીમ ગઇ અને સારો દેખાવ કર્યો, થાઇલેન્ડ માં પુર્ણાની ટીમને રજત ચંદ્રક(Silver medal) પણ મેળવ્યો હતો ત્યારબાદ પુર્ણા શુક્લા ખેલો ઇન્ડિયા માં પણ પસંદગી પામી અને ગુજરાત સરકાર ની યોજના નો લાભ મળ્યો…..
સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રૂ. દસ હજાર નું માસિક પ્રોત્સાહન પણ મળ્યું એક સાથે દસ હજાર રૂપિયા મળે એ પણ પુર્ણાના જીવનમાં આનંદ અને ઉત્સાહ ભર્યું બન્યું હતું. ગુજરાત સરકારની યોજનાઓ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સંખ્યા બંધ રમતવીરોને આર્થિક પ્રોત્સાહન મળી રહ્યું છે અને રમત વીરોનું જીવન ધોરણ ઉંચુ આવી રહ્યું છે સાથે સાથે ખેલાડી ઓ ને રમત ગમત માટે સારા માં સારી કીટ, સાધનો, પણ પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે ગુજરાત આજે નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે ત્યારે પુર્ણા શુક્લાને પણ ખુબ જ આનંદ છે " કહે છે …. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રમત ગમત પ્રોત્સાહન યોજના નો લાભ મળવો એજ મારા જીવનનો મોટો બદલાવ છે… પૂર્ણા આજે નડિયાદ ખાતે આગળ કોલેજ નો અભ્યાસ કરી રહી છે…..