News Continuous Bureau | Mumbai
Lion Family Amreli : ગુજરાતના અમરેલીમાં દરરોજ સિંહો જોવાના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. અહીં ફરી એકવાર સિંહોનું જૂથ જોવા મળ્યું છે. અમરેલી રાજુલા નજીક નેશનલ હાઇવે પર મોડી રાત્રે 10થી 12 સિંહોનું ટોળું ઘૂસી ગયું હતું. આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. આમ કહેવાય છે કે સિંહોના ટોળા ના હોય… પરંતુ આ વીડિયો જોયા બાદ ગુજરાતી કહેવત પણ ખોટી પુરવાર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહોનું ટોળું ગ્રામ્ય વિસ્તારમાં ઘુસી ગયું છે.
Lion Family Amreli : જુઓ વિડીયો
રાજુલા પાસે 12 સિંહોનું ટોળું કેમેરામાં કેદ!
રાજુલાથી પીપાવાવ પોર્ટ રેલવે ટ્રેક આસપાસ ગામડા અને ટ્રેકની આજુ બાજુમાં આવેલ સિમ વિસ્તારમાં સિંહોની અવર જવર સતત ચાલુ રહે છે..
12 સિંહોનું ટોળું દેખાતા રસ્તા પર જતાં રાહદારીઓના પૈડાં થંભી ગયા હતા.. #Rajula #Gir #Gujarat pic.twitter.com/UV1aNSsqX8
— Sagar Patoliya (@kathiyawadiii) November 11, 2024
સિંહોનું એક જૂથ શિકારની શોધમાં આ ગામમાં આવી પહોંચ્યું હોવાના અહેવાલ છે. રાજુલાના કોવાયા ગામ નજીક પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો દોડધામ કરતાં જોવા મળ્યા હતા. સિંહ, સિંહણ અને સિંહબાળ સહિતનો આખો પરિવાર શિકારની શોધમાં અચાનક રોડ પર જોવા મળતાં ત્યાંથી પસાર થતાં રાહદારીએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Lion Family Amreli : આ પહેલા પણ સિંહોના ટોળા જોવા મળી ચૂક્યા છે
ગુજરાતના ગીર જંગલમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં સિંહોનું ટોળું દરરોજ જંગલમાંથી બહાર નીકળતું જોવા મળે છે. આ પહેલા પણ અમરેલીમાં સિંહો જોવા મળી ચૂક્યા છે. જૂનમાં જાફરાબાદના બારકોટ ખાણ વિસ્તારમાં સિંહોનું એક જૂથ જોવા મળ્યું હતું. ટોળામાં 12 સિંહો હતા જેમાં 9 સિંહણ અને 3 સિંહણનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Theft video : ગજબની લૂંટ, ધોળા દિવસે મહિલાઓએ કરી ચોરી, ગણતરીની મિનિટોમાં 16 લાખના દાગીનાની કરી લૂંટ.. જુઓ વિડીયો.