News Continuous Bureau | Mumbai
Ranthambore National Park : વન્યજીવન અદ્ભુત માનવામાં આવે છે. અહી ઘણી વખત ચોંકાવનારી ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે. આવું જ એક દ્રશ્ય રવિવારે રણથંભોર પાર્ક ( Ranthambore National Park ) ની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જોયું હતું.
વાઘણ રિદ્ધિ અને તેના બચ્ચાએ કર્યો મગરનો શિકાર ( Hunt )
અહીં રણથંભોર ટાઇગર રિઝર્વ ( Tiger reserve ) ના ઝોન 3 માં, પ્રવાસીઓને વાઘણ ( Tigress ) રિદ્ધિ અને તેના બચ્ચા ( cubs ) ને મગર નો શિકાર કરતા જોવાનો મોકો મળ્યો. મળતી માહિતી મુજબ, રવિવારે સવારે પ્રવાસીઓ રણથંભોર ટાઈગર રિઝર્વના ઝોન 3માં ટાઈગર સફારી પર ગયા હતા. જ્યાં તેણે વાઘણ રિદ્ધિ અને તેના બચ્ચાને રાજબાગ તળાવ વિસ્તારમાં શિકાર કરતા જોયા. જે પ્રવાસીઓ માટે યાદગાર ક્ષણ બની ગઈ હતી. આ દરમિયાન, પ્રવાસીઓએ જોયું કે વાઘણે પાણીમાં રહેતા સૌથી શક્તિશાળી પ્રાણી મગર ( Crocodile ) નો શિકાર કર્યો હતો અને તેના બચ્ચા સાથે તળાવના કિનારે બેસીને મિજબાની માણી હતી.
જુઓ વિડીયો
Famous Ranthambore Tigress Riddhi and her three cubs hunt a crocodile in Zone 3 of Ranthambore National Park & Tiger Reserve. Quite a rare kill to witness in the Park. Riddhi’s Grandmother Machli had famously hunted a 14 feet crocodile once. Riddhi is Queen of Ranthambore now. pic.twitter.com/BjC25GHDHM
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 14, 2024
પ્રવાસીઓએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. અગાઉ રણથંભોરમાં, વાઘણ રિદ્ધિએ ભૂતકાળમાં એકવાર મલિક તળાવમાં મગરનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમયે રિદ્ધિ નિરાશા મળી હતી.
Gold Silver Panipuri : બસ, આ જ જોવાનું બાકી હતું… બજારમાં આવી સોના-ચાંદીના વરખ વાળી પાણીપુરી; લોકો થયા કન્ફ્યુઝ.. ખાવી કે પછી સેફમાં રાખવી..?!
ટાઇગ્રેસ માછલીએ મગરનો શિકાર કર્યો
નોંધનીય છે કે ભૂતકાળમાં પણ રણથંભોરની સૌથી પ્રખ્યાત ટાઇગ્રેસ માછલીએ મગરનો શિકાર કર્યો હતો, તે સમયે વાઘણ માછલી મગરના શિકારને લઈને ચર્ચામાં આવી હતી અને હવે રણથંભોરની વાઘણ રિદ્ધિએ પણ મગરનો શિકાર કર્યો છે. તેના બચ્ચા સાથે પણ શિકારનો આનંદ માણ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)