
Bhagavat: વિભીષણે ( Vibhishan ) લંકા છોડી ત્યારે, તેના મનમાં સંકલ્પ થયેલો કે રાવણના ( Ravan ) મર્યા પછી લંકાનું રાજ્ય પ્રભુ મને આપશે. તે સંકલ્પ પૂર્ણ થયો.
સુગ્રીવ તે વખતે બેલ્યો:-આપે બહુ ઉતાવળ કરી. આપે આજે વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું. કદાચ રાવણ
શરણે આવશે અને સીતાજીને ( Sita ) સમર્પણ કરશે તો પછી રાવણને શું આપશો?
રઘુનાથજીએ ( Raghunath ) ત્યારે કહ્યું:-રામ બોલે છે ત્યારે બહુ વિચાર કરીને બોલે છે. રાવણ જો શરણે આવશે તો તેને અયોધ્યાની ( Ayodhya ) ગાદી ઉપર બેસાડીશ. પણ આજે તો વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું છે.
વિભિષન શરણ આયો કરયો લંકાધીશ । યહ સુની રાવણ શરણ આયે, તો કયા કરહું કૌશલાધીશ ।।
રાવણ શરણે આવશે તો, તેને અયોધ્યાનું રાજ્ય આપીશું. અમે ચારે ભાઈઓ વનમાં રહીશું.
પછી તો સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો. પથ્થર ઉપર રામ નામ લખવાથી તરે છે. રામ ( Ram ) નામથી જડ પથ્થર તરે, તો
મનુષ્ય શું ન તરે? મનુષ્ય આ ભવસાગર ન તરી જાય? વિશ્વાસ રાખી શ્રદ્ધાથી રામનામનો જપ કરો. આ કલિકાળમાં બીજો ઉપાય
નથી. પથ્થર પણ રામનામથી તરે છે.
રઘુનાથજીએ લંકામાં પ્રવેશ કર્યો છે. અંગદને વિષ્ટિ કરવા મોકલ્યો છે. અનેક રાક્ષસોને માર્યા છે. લક્ષ્મણે ( lakshman ) ઈન્દ્રજિતનું
મસ્તક કાપ્યું છે. સુલોચના સતી થવા તૈયાર થયાં છે. સુલોચનાએ રાવણ પાસે ઈંદ્રજિતનું મસ્તક માગ્યું, રાવણે કહ્યું કે તેનું
મસ્તક તો રામજી પાસે છે. તેની પાસે જા. સુલાચનાએ કહ્યું કે મને શત્રુ પાસે કેમ મોકલો છો? હું અતિ સુંદર છું, હું ત્યાં જઇશ તો
કાંઈક અનર્થ થશે. ત્યારે રાવણે તે વખતે રામજીના ખૂબ વખાણ કર્યા. રાવણે કહ્યું રામ તને માતા જેવી માનશે. તારા વખાણ
કરશે. વઘુ શું કહું? હું રામ સાથે વેર રાખું છું પણ રામ મને શત્રુ માનતા નથી. તું રામને શરણે જા, જરૂર તે તને મસ્તક આપશે.
સુલોચના રામજી પાસે આવ્યા છે. મારા પતિનો હાથ મારા આંગણામાં આવ્યો અને પત્ર લખી આપ્યો. તેને પૂછવામાં આવ્યુ જડ
હાથ કેમ લખી શકે? તું તારા પતિની પ્રાર્થના કર અને મુખ હસે તો માનશું કે જડ હાથે પત્ર લખ્યો છે.
સુલોચના બહુ મનાવે છે. મસ્તક હસતું નથી. નાથ, તમે નારાજ થયા છો? આ સાંભળી મસ્તક ડોલવા લાગ્યું. સ્મિત
કર્યું. શેષનાગ લક્ષ્મણ થઈને આવ્યા છે.
આજે સસરા જમાઈનું નહીં, બે પતિવ્રતાઓનું યુદ્ધ હતું. ઉર્મિલા અને સુલોચનાનું. સુલોચનાની હાર થઈ. સુલોચના
લક્ષ્મણજીને કહે છે કે જીત તમારી નથી પણ જીત તમારા પત્ની ઊર્મિલાની છે. ઊર્મિલાનું પાતિવ્રત્ય મારા કરતાં ચઢે છે. મારા
પતિ રાવણનો પક્ષ તેથી દુર્બળ છે. મારા પતિ પરસ્ત્રીમાં કુભાવ રાખનારને મદદ કરતા હતા. તેથી મારી હાર અને ઊર્મિલાની જીત
થઈ છે. મારા પતિદેવ પરસ્ત્રીનું હરણ કરનાર રાવણને મદદ કરતા હતા, તેથી તેની હાર થઈ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૪
સુલોચના સતી થઈ છે. રામજીએ પણ સુલોચનાના ખૂબ વખાણ કર્યા છે.
રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણની નાભિ માંનું અમૃત અગ્ન્યાસ્ત્ર દ્વારા સુકવી નાખ્યું. રાવણનો વિનાશ કર્યો.
સીતાજીને હનુમાનજીએ રામના વિજયની ખબર આપી.
પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું. પ્રભુએ કાંઈ લીધું નહીં. વાનરોનું ખૂબ સન્માન કર્યું. પુષ્પક વિમાનમાં
રામસીતા વગેરે એ ત્યાંથી પ્રયાણ કર્યું. સીતાજીને બતાવે છે, આ જગ્યાએ મેં રામેશ્વરની સ્થાપના કરી હતી.
પ્રયાગરાજ પાસે વિમાન આવ્યું. હનુમાનજીને ( Hanuman ) આગળ જવા આજ્ઞા કરી છે. હનુમાનજી ભરત પાસે આવ્યા. ભરત
રામપાદુકાની પૂજા કરી, સીતારામનો જપ કરતા હતા. હનુમાનજી બોલ્યા, ભરત! રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવી
રહયુ છે. વિમાનને જોતાં, ભરતને અતિશય આનંદ થયો. વિમાનમાંથી ભગવાન ઉતર્યા. ભરતજીને ઊઠાવીને આલિંગન આપ્યું.
રામ અને ભરત જયારે મળ્યા, ત્યારે લોકોને ખબર પડતી નથી. આમાં રામ કોણ? ને ભરત કોણ? બંનેનો વર્ણ શ્યામ છે. વલ્કલ
સરખાં છે. શરીર કૃશ થયાં છે.
વસિષ્ઠ ઋષિ મુહૂર્ત આપે છે. વૈશાખ માસ શુકલ પક્ષ અને સપ્તમીને દિવસે રામનો રાજ્યાભિષેક થયો. સીતાજી સાથે કનક સિંહાસન ઉપર રામચંદ્રજી બિરાજયા.
નાધિવ્યાધિજરાગ્લાનિદુ:ખશોકભયક્લમા: ।
મૃત્યુશ્ર્ચાનિચ્છતાં નાસીદ્ રામે રાજન્યધોક્ષજે ।।
રામરાજ્યમાં કોઈ પણ દરિદ્રી નહિ, રોગી નહિ, લોભી નહિ. કયાંય ઝઘડો નહિ. રામરાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી થઇ
છે. રામરાજયમાં પ્રજા જનો એકાદશીનું વ્રત કરતાં. એકાદશીને દિવસે અન્ન ન ખવાય, એકાદશીને દિવસે અન્નની રસોઈ કરશો
નહિ. કથામાંથી કાંઈ નિયમ લેવો જોઈએ. મારે રોજ નિયમથી જપ કરવો છે. મારે એકાદશીનું વ્રત કરવુ છે. ઠાકોરજીની પૂજા કર્યા
વગર કાંઈ લેવું નથી. આવો નિયમ લેશો તો કથાનું ફળ મળશે.