
Bhagavat: હનુમાનજી ( Hanuman ) રામજીની ( Ram ) સેવા કરે છે. હનુમાનજી એવી રીતે સેવા કરે કે કોઈને સેવા કરવાની રહે જ નહિ. સીતાજીના ( Sita ) મનમાં થાય કે આ હનુમાન મને કાંઈ સેવા કરવા દેતા જ નથી. સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો ક્યાંક વિષમતા આવી જાય છે. દાસો હમ પછી સોહમ્ થાય છે. જ્ઞાની લોકો પણ પહેલાં દાસ્યભાવ રાખે છે.
સીતાજીએ રામજીને કહ્યું:-અમે સેવા કરીશું, હનુમાનજીને સેવા કરવાની ના પાડો.
રામજી કહે છે:-હનુમાનજી માટે કાંઇક સેવા રાખો. હનુમાને ખૂબ સેવા કરી હોવાથી, હું તેનો ઋણી છું. પ્રભુને દુ:ખ થયું.
મારા હનુમાનજીને આ લોકો ઓળખતા નથી.
ભરત, શત્રુઘ્ન, સીતા, હનુમાનને સેવા કરવા દેતાં નથી. હનુમાનજીનું જીવન રામસેવા માટે હતું. સેવા અને સ્મરણ માટે
જે જીવે તે જ સાચો વૈષ્ણવ ( Vaishnav ) . વેશથી વૈષ્ણવ થવું એ કઠણ નથી. વૈષ્ણવ કહેવડાવવું કઠણ નથી, પણ હ્રદયથી વૈષ્ણવ થવું
કઠણ છે.
હનુમાનજી સીતાજીને કહે છે:-માતાજી! તમે નારાજ થયાં છો? મને કેમ સેવા કરવા દેતાં નથી?
સીતાજીએ કહ્યું:-ગઇ કાલે બધી સેવાની વહેંચણી થઇ ગઈ છે. તમારા માટે કોઈ સેવા બાકી રહી નથી.
હનુમાનજીએ કહ્યું:–એક સેવા બાકી છે. રામજીને બગાસું આવે ત્યારે ચપટી કોણ વગાડશે? બગાસું આવે ત્યારે ચપટી
વગાડવાની શાસ્ત્રની મર્યાદા છે. નહિતર આયુષ્ય ઓછું થાય છે.
સીતાજી કહે:-તે સેવા તમે કરજો.
આજ સુધી દાસ્યભાવે ચરણ જ જોતા હતા. હવે માતાજીના હુકમથી ચરણનાં નહિ, મુખારવિંદનાં દર્શન કરે છે.
સીતાજીને રામજી સાથે વાત કરવી હોય તો પણ વચ્ચે હનુમાનજી. આખો દિવસ વિનોદ કર્યો, રાત્રિ થઈ છે. રામજી
પાસે પહેલેથી હનુમાનજી આવ્યા છે.
સીતાજી કહે:~તમે અહીંથી જાવ.
હનુમાનજી જવાબ આપે છે:-માતાજી! તમે મને આ સેવા આપી છે. પ્રભુને કયારે બગાસું આવે તે કેમ કહી શકાય. એટલે
મારે સતત સાથે જ રહેવું પડે.
સીતાજી રામજીને કહે:-આ તમારા સેવકને આજ્ઞા કરો કે તે બહાર જાય.
રામજી જવાબ આપે છે:-હું હનુમાનજીને કાંઈ કહી શકતો નથી. હનુમાનજીએ મને ઋણી બનાવ્યો છે. તેના એક એક
ઉપકારના બદલામાં મારા પ્રાણ આપું તો પણ ઓછું છે.
એકૈ કસ્યો પકારસ્ય પ્રાણાન્ય ચ્છામિ તે કયે શેષસ્યે વોપકારાણાં ભવામિ રુણિગો। વયં ।
પ્રભુએ આવું કહ્યું તેમ છતાં સીતાજીએ હનુમાનજીને આજ્ઞા કરી:-તમે બહાર જાવ. હનુમાનજી બહાર ગયા. વિચારે છે,
મને એક સેવા આપેલી તે પણ લઈ લીધી. હવે આખી રાત હું બહાર ચપટી વગાડીશ. કદાચ પ્રભુને બગાસું આવશે તો સેવા થઈ
જશે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૫
રામજી વિચારે છે. મને બગાસું આવે એટલે હનુમાન ચપટી વગાડે છે. મારો હનુમાન આખી રાત જાગશે. મારો હનુમાન
જાગે અને હું સૂઈ જાઉં તે યોગ્ય નથી.
કીર્તન ભક્તિ ભગવાનને અતિપ્રિય છે.
મારા હનુમાનજી જાગે તો હું કેમ સૂઇ શકું? મારા હનુમાનને સીતાજીએ બહાર કાઢયા છે. રઘુનાથજીએ ( Raghunath ) ગમ્મત કરી.
વારંવાર બગાસું ખાય છે. હું પણ હનુમાનની જેમ આખી રાત જાગરણ કરીશ.
સીતાજીને ચિન્તા થાય છે. રામચંદ્રજી કાંઈ બોલતા નથી. સીતાજી દોડતા કૌશલ્યા ( Kaushalya ) પાસે ગયાં કૌશલ્યાએ પૂછ્યું, કોઇ
રાક્ષસે નજર તો નાંખી નથી ને? વસિષ્ઠજીને ( Vasistha ) બોલાવવામાં આવ્યા છે, વશિષ્ઠ સમજી ગયા, આજે ભગવાનના કોઈ લાડીલા
ભક્તનું અપમાન થયું હોવું જોઇએ. ભક્તના લીધે ભગવાન દુ:ખી થાય છે.
વસિષ્ઠજીએ સીતાને પૂછ્યુ:-આજે કાંઇ ગરબડ તો થઈ નથી?
સીતાજી કહે છે:-હનુમાનજી માટે કંઇ સેવા રાખી નહિ, તેથી આમ બન્યું છે. હનુમાનજીની સેવા ગઈ ત્યારથી, ભોજન
પણ બરાબર કર્યું નથી.
હનુમાનજીને ચપટી વગાડવાની સેવા આપ્યાની વાત કહી.
બધા રાજહેમલમાં આવ્યા છે, હનુમાનજી રાજમહેલની અગાશીમાં થૈ થૈ કરતાં રામનામનો જપ કરી રહ્યા છે.
વસિષ્ઠજીએ કહ્યું:-મહારાજ! કીર્તન કરો પણ ચપટી વગાડશો નહીં. ચપટી વગાડશો તો રામજીને બગાસું આવશે.
જગત રામને આધીન છે, અને રામજી તમારે આધીન છે.
દેહબુધ્યાતુ દાસોડહં જીવબુધ્યાત્વદશક આત્મબુધ્યાત્વમેવાહં ઈતિ મે નિશ્ર્ચિત્તા મતિ ।।
તો એવા તમે કોણ છો? હનુમાનજી કહે છે. દેહ બુદ્ધિથી હું રામનો દાસ છું. જીવબુદ્ધિથી હું રામજીનો અંશ છું.
આત્મદ્દષ્ટિથી વિચાર કરો તો, અમે એક છીએ. મારામાં અને રામમાં ભેદ નથી. ભકત અને ભગવાન એક જ છે. બ્રહ્મને જાણનારો
બ્રહ્મથી અલગ રહી શક્તો નથી. બ્રહ્મ બિદુ બ્રહ્નોવ ભવતિ।
રામાયણની ( Ramayan ) કથા કરુણરસ પ્રધાન છે. બાલકાંડ સિવાય બધાં કાંડોમાં કરુણ છે. રામાયણ બનાવી વાલ્મીકિ વિચારવા
લાગ્યા. આમાં બધે કરુણતા છે. તેથી પાછળથી તેઓએ આનંદ રામાયણની રચના કરી. તેમાં શોકપૂર્ણ પ્રસંગોનું વર્ણન ન કર્યું.
મહાપુરુષોએ તો ત્યાં સુધી કહ્યું છે, હે સીતે, હે દેવી મા! તું જગતમાં આવી શા માટે? આ જગત તારે લાયક ન હતું.