
Bhagavat: આનંદ રામાયણમાં ( Ramayan ) પ્રત્યેક કાંડની જુદી જુદી ફલશ્રુતિ આપી છે. અયોધ્યાકાંડનો ( Ayodhya kand ) જે પાઠ કરે છે તેનું ઘર અયોધ્યા ( Ayodhya ) બને. તેના ઘરમાં ઝઘડો થશે નહિ, યુદ્ધ થશે નહિ. અયોધ્યાકાંડની ગૃહસ્થાશ્રમીઓને બહુ જરૂર છે. કલહનું મૂળ પૈસો અને પ્રતિષ્ઠા હોય છે. અયોધ્યાકાંડનું ફળ છે નિર્વૈરતા.
શાસ્ત્ર તો કહે છે પહેલાં ઘરના એક એક મનુષ્યમાં ભગવતભાવ રાખવો. ભાઇમાં જેને ભગવાન ન દેખાય તેને મંદિરમાં
પણ ભગવાન દેખાવાના નથી. જગતને પરમાત્માએ ઉત્પન્ન કર્યા પછી જગતની પ્રત્યેક વસ્તુમાં ભગવાને પ્રવેશ કર્યો છે.
કૈકેયીએ ( Kaikeyi ) રઘુનાથજીને ( Raghunath ) કહ્યું, મેં ભરતને રાજય આપ્યું છે. ત્યારે રામે વનવાસ જતી વખતે કહ્યું હતું, મા, મારો ભરત રાજા થતો હોય તો, હું કાયમને માટે વનમાં રહીશ.
જેને ભાઈમાં ભગવાન ન દેખાય તેને મંદિરમાં ભગવાન દેખાતા નથી. મૂર્તિમાં રહેલા ભગવાન, આપણું ભલું કરવા જલ્દી
આવતા નથી. તેમાં ભગવતભાવ સ્થિર કરવાનો છે. પણ બોલતા દેવમાં જે ભાવ સિદ્ધ ન કરી શકે તે મૂર્તિમાં પણ સ્થિર કરી
શકતો નથી. પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક એક પદાર્થમાં પ્રભુએ પ્રવેશ કર્યો. તે પ્રવેશ ન કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે.
સર્વમાં ઈશ્વર છે. મારા ભાઇબહેનમાં પણ એ જ ઇશ્વર છે. રામે ( Ram ) અલૌકિક આદર્શ બતાવ્યો કે ભાઈના સુખ માટે રામ હસતા હસતા
વનમાં ગયા. ભરતનો રામ પ્રત્યેનો પ્રેમ એવો જ દિવ્ય છે. ભરતજીએ ( Bharat ) રાજ્ય લેવા ના પાડી છે. મારા મોટાભાઈ જંગલમાં ફરે છે,
કંદમૂળ ખાય છે, મારા લીધે મોટાભાઇને દુ:ખ થયું છે. ભરતને રાજ્ય જોઇતું નથી. અયોધ્યાકાંડ પાઠથી યુદ્ધનો નાશ થાય છે.
જીવનને વિશુદ્ધ પ્રેમમય બનાવો.
અરણ્યકાંડ ( Aranya kand ) :-અયોધ્યાકાંડ પછી અરણ્યકાંડ આવે છે. અરણ્યકાંડ નિર્વાસન બનાવે છે. નિર્વેર થયા પછી વાસના ત્રાસ
આપે છે. આ કાંડના પાઠથી મનુષ્ય નિર્વાસન થશે. અરણ્યમાં રહી મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી.
રામજી રાજા હોવા છતાં સીતાજી ( Sita ) સાથે વનમાં રહી તપશ્ર્ચર્યા કરી હતી. પહેલાં તપ કર્યા પછી રામ રાજા થયા. પહેલાં તપશ્ર્ચર્યા
કરી હશે તો ભોગ ભોગવવામાં તે હંમેશા સાવધ રહેશે.
જે મોટા સંતો થયા તે સર્વ અરણ્યમાં રહેતા હતા. મહાપ્રભુજીએ ઉઘાડા પગે ભારતની પ્રદક્ષિણા કરી હતી. તેઓ બે
વસ્ત્રથી વધારે વસ્ત્ર રાખતા ન હતા. જીવનમાં તપશ્ર્ચર્યાની ખૂબ જ જરૂર છે.
વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહિ. વનવાસ વગર જીવનમાં સાત્ત્વિકતા આવતી નથી. વધારે નહિ તો વર્ષમાં
એક માસ પવિત્ર નદીના કિનારે વનમાં રહેવું. જ્યાં પોતાના અને ભગવાન સિવાય ત્રીજું કોઈ નહિ હોય. ત્રીજો આવે ત્યારે તોફાન
થાય છે. વનવાસ મનુષ્ય હ્રદયને કોમળ બનાવે છે. વનવાસમાં ખાત્રી થઈ જાય છે કે ઈશ્વર સિવાય પોતાનુ કોઈ નથી.
અરણ્યકાંડ આપણને નિર્વાસન બનાવે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૭
રામચંદ્રજી ભગવાન છે. છતાં બતાવ્યું છે કે ત૫ વગર વાસના મરતી નથી. ઉત્તમ સંયમ એ તપ છે. પહેલા સંયમ જીભ
ઉપર રાખવાનો હોય છે. વનવાસ દરમ્યાન રામજીએ અનાજનું ભક્ષણ કર્યું નથી. ફળાહારી રહ્યા છે, અન્નમાં રજોગુણ છે અને
રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે. સાત્ત્વિક આહાર વગર કોઈ કામને મારી શકે નહિ. રામજી વનમાં રહી કંદમૂળનું સેવન કરી
તપ કરે છે. રામજી વનમાં ત૫ કરે છે ત્યારે કોઇ ધાતુના પાત્રને સ્પર્શ કર્યો નથી. નાળિયેરની કાચલીથી પાણી પીતા હતા.
સીતાજી સાથે છે છતાં, પૂર્ણ નિર્વિકાર છે. ધીરે ધીરે વાસનાનો કેવી રીતે વિનાશ કરવો તે બતાવ્યું છે અરણ્યકાંડમાં.
વાસના ઉપર વિજય મેળવવો હોય તો જીવન ખૂબ સાત્વિક બનાવવું પડશે. અને જીવનમાં તપશ્ચર્યા કરો તો જ રાવણ
એટલે કામ મરશે. કામ-રાવણને મારવા અરણ્યવાસ-તપશ્ચર્યા જરૂરી છે. અરણ્યકાંડમાં શૂર્પણખા મોહ અને શબરી એટલે શુદ્ધ
ભક્તિ મળે છે. શૂર્પણખા એટલે જીવનમાં મોહની સામે ભગવાન જોતા નથી પણ શબરીની સામે-શુદ્ધ ભક્તિની સામે જુએ છે.
મોહને કાપી નાંખો અને શુદ્ધ ભક્તિને અપનાવો. માનવી નિર્વૈર બને અને નિર્વાસન થાય, ત્યારે કિષ્કિન્ધાકાંડમાં જીવની ઇશ્વર
સાથે મૈત્રી થાય છે.
કિષ્કિન્ધાકાંડ ( kishkindha kand ) :-અરણ્યકાંડમાં વાસનાના વિનાશ પછી કિષ્કિન્ધાંકાંડમાં સુગ્રીવ રામની મૈત્રી થાય છે. કામની દોસ્તી
જયાં સુધી મનુષ્ય છોડે નહિ ત્યાં સુધી પ્રભુ સાથે મૈત્રી થતી નથી. સુગ્રીવ અને રામજીના મિલનની કથા આ કાંડમાં છે.
કિષ્કિન્ધાકાંડ જીવ ઇશ્વરની મૈત્રી બનાવે છે. સુગ્રીવ એ જીવાત્મા અને રામજી એ પરમાત્મા છે. સુગ્રીવ કામની દોસ્તી છોડે ત્યારે
જીવ ઇશ્વરનું મિલન થાય. અરણ્યકાંડમાં કામનો ત્યાગ કર્યો એટલે જીવ ઈશ્વરનું મિલન થયું. બન્નેનું મિલન અને મૈત્રી ત્યારે
થાય, જ્યારે હનુમાનજી મધ્યસ્થી બને, જયારે હનુમાનજી વકીલાત કરે. જેનો કંઠ સારો એનું નામ સુગ્રીવ. કંઠની શોભા
આભૂષણથી નથી. કંઠની શોભા રામનામ લેવા થી છે. જીવ ઇશ્વરની મૈત્રી બ્રહ્મચર્ય સિવાય થઈ શકે નહિ. હનુમાનજી બ્રહ્મચર્યનું
પ્રતીક છે.