Bhagavat: જેના હૈયામાં ઝેર છે, અને શરીર સુંદર છે તે પૂતના. પૂતના હૈયામાં ઝેર રાખીને આવેલી છે.
જેનું તન સુંદર પણ મન મેલું, એનું નામ પૂતના. પૂતના બહારથી બહુ સુંદર લાગે છે પણ અંદરથી મેલી છે. જેનાં કપડાં
બહુ સુંદર અને મન મેલું, એનું નામ પૂતના.
જેની આકૃતિ સારી પણ કૃતિ ખરાબ છે એ પૂતના. આકૃતિ સુંદર પણ કૃતિ સુંદર નહિ એ પૂતના. જેનાં કપડા સુંદર પણ
કાળજું મેલું છે તે પૂતના.
ચારિત્ર્યની ( character ) ખાત્રી કર્યા વગર કોઈના હાથનું પાણી પણ ન પીવાય, ભલે તાંબડી પ્યાલા ચકચકતા હોય, મોટા મોટા
સૌંદર્ય જોઇ ફસાયા છે.
જે મળ્યા ત્યારે વખાણ કરે અને પાછળથી નિંદા કરે તે પૂતના, જે બોલવું હોય તે તે વ્યક્તિની હાજરીમાં બોલવું.
આ પૂતના ઝેર ચોપડીને આવી હતી, આ જીવનો સ્વભાવ છે. જીવ આત્માના સ્વરૂપ ઉપર ઝેરનું આવરણ કરી,
વિષયાનંદ ભોગવે છે.
પૂતનાને જોતાં વ્રજવાસીઓને ( Vrajvasi ) મોહ થયો. જે બહારથી સુંદર દેખાય તે અંદરથી પણ સુંદર હોય જ, એવો વિશ્વાસ ન
રાખવો. પૂતના દુષ્ટ હતી તેમ છતાં વ્રજવાસીઓ તેનાં કપડાં અને દેહ જોઇ ભાન ભૂલ્યા.
વાસના આવે એટલે સ્વરૂપવિસ્મૃતિ થાય છે. સ્વરૂપવિસ્મૃતિ આ પૂતનાથી, અજ્ઞાનથી થાય છે. વ્રજવાસીઓને
ઇન્દ્રિયાધ્યાસ થયો. પછી સ્વરૂપનીવિસ્મૃતિ થઈ. વાસનાનો વિનાશ થાય, પછી જ શ્રીકૃષ્ણમિલન ( Krishnamilan ) થાય છે. તેથી પહેલા જ
શુકનમાં શ્રીકૃષ્ણ ( Shri Krishna ) વાસનારૂપી પૂતનાને મારે છે. મનુષ્ય વાસનાનો ગુલામ છે, તેથી તેનું પતન થાય છે. અને તે પૂતનાને આધીન
બને છે.
વાસનારૂપી પૂતનાને આંખ જ આપવી નહિ. આંખને ઈશ્વરમાં રાખો તો પૂતના વાસના તમારા હ્રદયમાં આવશે નહિ.
પૂતનાને કોઇએ રોકી નહિ. પૂતના અંદર આવી, પૂતના આવી ત્યારે પ્રભુએ આંખો બંધ કરી છે. ઘણે ભાગે પૂતના
આંખમાંથી અંદર આવે છે. અને એક વાર ઘર કરે પછી તે નીકળતી નથી. આંખ બગડે, એટલે મન બગડે છે, માટે આંખને
સાચવજો.
દર્શનમાં આનંદ ત્યારે આવે છે, જયારે ભગવાન આંખ આપે છે. પૂતના જેવું મલિન હ્રદય લઈ દર્શન કરવા જાય છે, તેને
ભગવાન કહે છે, હું આંખ આપતો નથી, હું આંખ બંધ કરું છું.
ભગવાન બોધ આપે છે કે જેના મનમાં પાપ ભર્યું છે એને હું આંખ આપતો નથી, એની સામે હું જોતો નથી. પૂતના આવે
છે એટલે આંખ બંધ કરી. શ્રીકૃષ્ણ ભગવાન પૂતના આવે છે, ત્યારે આંખ બંધ કરે છે.
જેનું મન મેલું છે, એની સામે ભગવાન જોતા નથી. ભગવાન કપડાંને જોતા નથી, કાળજાંને જુએ છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૦૬
ભગવાનને એટલું જ કહેવાની જરૂર છે, નાથ, હું તમારો છું. શરણે આવ્યો છું. પાપી છું. મને ભવસાગર પાર ઉતારો.
મો સમ કૌન કુટિલ ખલ કામી ।
જીન તનુ દિયો તાહિ વિસરાયો ઔસો નિમકહરામી ।।
અને
સુર કહે શયામ સુનો, શરણ હૈં તિહારે,
અબકી બાર પાર કરો, નંદકે દુલારે ।।
આ જીવ સુખમાં આ પ્રમાણે કહેતો નથી. જીવ અભિમાની છે. જીવ પાસે કાંઇ નથી છતાં ઠસકથી ચાલે છે. નહીં વિધા
બલ વચન ચાતુરી. ઇશ્વરની કૃપા વિના જીવ પાસે શું?
જીવ ભગવાનને શરણે જાય તો, ભગવાન તેનાં સઘળાં પાપને દૂર કરે છે. ભગવાને તો નીચેના શબ્દોથી ખાત્રી આપી જ
છે.
સંમુખ હોય જીવ મોહિ જબહી ।
જન્મકોટિ અઘ નાસહુ તબહિં ।
ગીતામાં કહ્યુ છે:-ન મે ભક્ત: પ્રણશ્યતિ ।
જે મારો થયો, એનો કોઈ વિનાશ કરી શકતો નથી.
શુદ્ધ પ્રેમમાં બીજાને સુખી કરવાની ભાવના હોય છે.
તૈત્તેરીય ઉપનિષદ્ માં ચાર સૂત્રો આપ્યાં છે:-
માતૃદેવો ભવ: । પિતૃદેવો ભવ: । આચાર્યદેવો ભવ: । અતિથિદેવો ભવ: ।
પણ એક મહાત્માએ પાંચમું સુત્ર ઉમેર્યું છે.
પરસ્પરદેવો ભવ: ।
કાળ બગડયો નથી. પરંતુ કાળજું બગડયું એટલે કળિ આવ્યો છે.
મનુષ્ય એકબીજાને દેવરૂપ માને તો, કળિયુગ સત્ યુગ બની જાય.
વિવુધ્વ તાં બાલકુમારિકાગ્રહં । ચરાચરાત્માડડસ નિમીલિતે ક્ષણ ।।
પૂતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી? એનાં અનેક કારણો આ પ્રમાણે મહાત્માઓ ( Mahatmas ) એ આપ્યાં છે:-(૧) પૂતના
છે, સ્ત્રીનું ખોળિયું. સ્ત્રી અબળા છે. અવધ્ય છે. પૂતનાને જોઈ શ્રીકૃષ્ણ વિચાર કરવા લાગ્યા એને માર્યા વગર છૂટકો નથી. સ્ત્રીને
મારતા સંકોચ થાય છે એટલે આંખ બંધ કરી. સામે કોઈ વીર પુરૂષ આવેલ હોત તો વીરતા બતાવત. આ સ્ત્રીને મારવામાં શું
બહાદુરી? આ સ્ત્રીને મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યાં છે.