
Bhagavat: ભગવત સ્વરૂપમાં આસક્તિ ન વધારો ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી.
શ્રીકૃષ્ણે ( Shri Krishna ) પોતાના સૌન્દર્યથી ગોપીઓની આંખનું આકર્ષણ કર્યું. વાંસળીના મધુરનાદથી કાનનું આકર્ષણ કર્યું. ગોપીઓ
મારી જ વાતો કરે. ગોપીઓ મારી જ કથા કરે. શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) , શ્રીકૃષ્ણકથામાં ( Shri Krishna Katha ) જગતની વિસ્મૃતિ થાય છે. ભગવાન કહે છે જે મારું ખૂબ ભજન કરે છે, જે મારી ખૂબ સેવા કરે છે. તેના માટે મને લાગણી થાય છે. બાકી યાદવોનો વિનાશ થયો, ત્યારે ભગવાને આંખમાંથી એક આંસુ પણ પાડયું ન હતું.
તેવામાં લાલાએ પાસું ફેરવ્યું, લાલો પાસું ફેરવે ત્યારે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કરવાનો.
પરમાત્માને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરશો, તો લાલો કાયમને માટે તમારા ઘરમાં રહેશે શ્રીકૃષ્ણ ઉત્સવપ્રિય છે.
ઉત્સવના દિવસે શક્તિનો, મનનો, વાણીનો સદુપયોગ કરો. ઉત્સવના દિવસે ભગવાનનું ખૂબ સ્મરણ થવું જોઈએ. ઉત્સવના
દિવસે ઈશ્વર સેવામા દેહભાન ભૂલાવું જોઈએ. ઉત્સવના દિવસે આંખમાંથી પ્રેમનાં બે આંસુ ન નીકળે તો ઉત્સવ વ્યર્થ છે.
ઉત્સવને દિવસે વેદપાઠી બ્રાહ્મણનું પૂજન કરો, સગાંઓને બોલાવી જમાડવામાં ઉત્સવનું સાફલ્ય નથી. ઉત્સવને દિવસે ગરીબને
અન્નદાન કરો. ગરીબનું સન્માન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ઉત્સવના દિવસે સાધુ પુરુષોને ભોજન કરાવો. પોતે ભોગ
ભોગવી રાજી થવા કરતાં બીજાને આપીને રાજી થાવ. ઉત્ = ઇશ્વર, સ્વ = પ્રાગટય. ઇશ્વરનું પ્રાગટ્ય હ્રદયમાં થાય એ ઉત્સવ.
લૂલીના લાડ કરવા માટે ઉત્સવ નથી. ઉત્સવ પરમાત્મા સાથે એક થવા માટે છે, તન્મય થવા માટે છે.
યશોદામાએ ( Yashoda ) અંગપરિવર્તનનો ઉત્સવ કરવાનો નિર્ણય કર્યો. યશોદાએ વિચાર્યું, બ્રાહ્મણોની ( Brahmins ) પૂજા રોજ કરું છું, એ સારું છે, પણ ગોપીઓ અને ગોવાળોના આશીર્વાદથી પુત્ર મળ્યો છે. આજે ગોપીઓ અને ગોવાળોની પૂજા કરવી છે.
યશોદા એમ કહેતાં નથી કે મારે ગરીબોને દાન કરવું છે. જીવ ઈશ્વરનો દીકરો છે. જીવ ઈશ્ર્વરનો અંશ છે. જે ઈશ્વરનો
દીકરો છે, તેને ગરીબ કહો તો ઇશ્વરને ખોટું નહિ લાગે? નમ્ર થઈને, દીન થઈને, આંખ નીચી કરીને દાન આપો, આવનારના
હ્રદયમાં પરમાત્મા જ વસેલા છે, એમ સમજીને આપો. તેથી યશોદા કહે છે, મારે એક, એકની પૂજા કરવી છે. એક, એકનું
સન્માન કરવું છે. પૂજા અને મદદમાં અંતર છે.