Bhagavat: હવે ગર્ગાચાર્યને ( Gargacharya ) થયું, કનૈયો ગોદમાં બેસે તો સારું. દર્શન કરતાં સ્તબ્ધ થયા છે. કનૈયો જલદી આવી ગોદમાં બેસી ગયો. કનૈયો કહે છે મહારાજ! હવે તમે જમો. ગર્ગાચાર્ય કહે મારા ઈષ્ટદેવ મને મુખમાં કોળિયો આપે પછી જમું. કનૈયો મુખમાં કોળિયો આપે છે. ગર્ગાચાર્ય વિચારે છે, આજે મારું જીવન સફળ થયું.
આ બાજુ યશોદા ( Yashoda ) જાગ્યાં, લાલો ગોદમાં ન મળે. ક્યાં ગયો? જુએ છે તો કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે.
ગર્ગાચાર્ય:-મા! તેં બહુ પુણ્ય કર્યું છે, મારા નારાયણ, પુત્રરૂપે તારે ત્યાં આવ્યાં છે.
લાલાએ વિચાર કર્યોં કે ગર્ગાચાર્ય આવી ગોટાળો કરી ગયા છે. યશોદાને વાત્સલ્યભાવ છે. વાત્સલ્યભાવમાં ઐશ્ર્વર્ય
વિરોધી છે. કનૈયો વિચારે છે, યશોદાજીના મનમાં આ વાત ઠસી જશે તો, મને લાડ કરશે નહિ. હું તો પ્રેમનું દાન કરવા અને
પ્રેમરસનું પાન કરવા, ગોકુળમાં આવ્યો છું. કનૈયાએ વૈષ્ણવી માયાને હુકમ કર્યો, માને મારા સ્વરૂપનું જ્ઞાન ન થાય. યશોદાને
ખરા સ્વરૂપનું જ્ઞાન ન થાય, તે માટે માયાનું આવરણ કર્યું.
આદિમાયા તે રાધિકાજીનું સ્વરૂપ છે. તે શ્રીકૃષ્ણનો ( Shri Krishna ) મોહ ઉત્પન્ન કરે છે. માયાના ત્રણ પ્રકારો વૈષ્ણવો ( Vaishnavas ) બતાવે છે.(૧) સ્વમોહિકા (૨) સ્વજનમોહિકા, ઐશ્ર્વર્યનું જ્ઞાન થાય એટલા માટે. (૩) વિમુખજનમોહિકા, જે આપણને સર્વને ફસાવે છે. જે
ઇશ્વરના સ્વરૂપને ભૂલાવે છે તે વિમુખજન મોહિકા.
બાળકૃષ્ણ ( Bal Krishna ) મોટા થાય છે. બાળકો રમવા આવે છે. કેટલાક ગેવાળના છોકરા દુર્બળા હતા.
કનૈયો કહે છે:-મધુમંગલ, તું બહુ દુબળો છે. તું મારા જેવો તગડો થા.
મધુમંગલ:-અમે ગરીબ છીએ, અમે માખણ કયાંથી ખાઇ શકીએ ?
કંસનો હુકમ હતો કે બધું માખણ કરરૂપે આપવું. વ્રજવાસીઓ ભોળા હતા, બાળકોને માખણ ન ખવડાવે અને કંસને
આપે. કંસ આ માખણ પોતાના પહેલવાનોને ખવડાવે.
કનૈયો બાળમિત્રોને કહે છે:-વ્રજવાસીઓ કરરૂપે માખણ કંસને આપે છે. તે માખણ હું મથુરા નહિ જવા દઉં. ગામનું
ગામમાં રહેવું જોઈએ. મધુમંગલ, તું રડ નહીં. હું તને માખણ ખવડાવીશ.
ઈશ્વર અપેક્ષા રાખે છે, જીવ મારા જેવો થાય. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે, એટલે ઇશ્વર એવી આશા રાખે છે.
મિત્રો:-કનૈયા તું અમને રોજ માખણ આપશે તો તારી મા તને મારશે.
કનૈયો:-ના, ના, હું ઘરનું નહિ પણ બહારનું કમાઇને ખવડાવીશ.
મિત્રો:- એટલે શું ચોરી કરવાની?
કનૈયો:-હા ચોરી કરવાની. તે માટે આપણે એક મંડળ રચીશું, તેનું નામ રાખશું બાળગોપાળ ચોર્યવિદ્યા પ્રચારમંડળ.
મિત્રો:-કનૈયા, ચોરી કરવા જઈએ અને આપણને કોઈ પકડે તો?
કનૈયો:-મારા ગુરુએ મને મંત્ર શિખવાડયો છે. એ મંત્ર બોલીએ તો આપણને ચોરી કરતાં કોઇ જોઈ શકે નહિ. કદાચ
પકડાઈએ તો પકડમાંથી છૂટી જઈએ.
મિત્રો:-લાલા એ કયો મંત્ર છે?
કનૈયો:-ચોરી કરવા જાવ ત્યારે કફલમ, કફલમ એમ બોલવું. કફલઋષિએ ચૌર્યવિદ્યાનો પ્રચાર કર્યો હતો. આ મંત્રના
ઋષિ તે છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૧૮
અત્યારથી ભગવાનની ખૂબ સેવા કરો. કીર્તન કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે હવે દ્વાપરયુગમાં જન્મ લો ત્યારે મને ગોકુળમાં
ગોપબાળક બનાવજો. તે પછી આપણે ભગવાન સાથે રમીએ. માખણની ચોરી કરીએ તો ચાલે. શરીર સાથે રમનારો પાપ કરે છે.
આત્મા સાથે રમનાર પાપ કરી જ શકતો નથી. જે ઇશ્ર્વર સાથે રમે છે, જે ઇશ્વર સાથે પ્રેમ કરે છે, એના હાથે પાપ થતું નથી.
ઇશ્વરની સન્મુખ મનુષ્ય પાપ કરી શકતો નથી. અને કદાચ પાપ થાય તો તેની જવાબદારી ઈશ્વર ઉપર છે.
શંકરાચાર્યે ( Shankaracharya ) શાંકરભાષ્યમાં કહ્યું છે:-પરમાત્માનો સાક્ષાત્કાર થાય તે પછી તેવા જ્ઞાનીને હાથે પાપ થતું નથી. અને
કદાચ થાય તો તેનો દોષ તેમના માથે જતો નથી. પરમાત્માનો સાક્ષાત્કાર જેને થયો નથી તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે.
શાસ્ત્રની પ્રવૃત્તિ અજ્ઞાની જીવ માટે છે. ચોરી કરવી નહીં, એવી આજ્ઞા શાસ્ત્રે કરી છે. પરમાત્મા જેને અપનાવે તેનું આખું જગત છે.
તે ચોરી કરતો નથી. અપરોક્ષાનુભૂતિ થયા પછી શાસ્ત્ર રહેતું નથી.
બ્રહ્મસાક્ષાત્કાર થયા પછી શું વિધિ અને શું શાસ્ત્ર? બધું નકામું બને છે.
તાત્ત્વિક દ્દષ્ટિએ જુઓ તો, ઈશ્વર સર્વના માલિક છે, એટલે શ્રીકૃષ્ણ ચોરી કરી શકે નહિ. આ તો દિવ્ય લીલા છે.
ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે આ લીલા છે.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે. રાજન્! મંડળની સ્થાપના કરી. હવે મંડળનો હું અધ્યક્ષ થવાનો. તમારે તો એટલું જ ધ્યાન
રાખવાનું કે ગોપીઓ ક્યારે ઘરમાંથી બહાર જાય છે અને તે પાછી કયારે આવે છે.
ગોપીઓ ઈચ્છે છે, રોજ કનૈયો પોતાને ઘરે આવે, લાલાનાં દર્શન કરવા ઠપકો આપવાને બહાને, રોજ પ્રાતઃકાળમાં
ગોપીઓ યશોદાને ઘરે આવે છે.
ગોપીઓએ યશોદાને ફરિયાદ કરી:-હે યશોદા! તમારો આ કનૈયો ગાયો દોહવાનો વખત થયો ન હોય તો પણ
વાછરડાંઓને છોડી મૂકે છે. અમારા દહીં, દૂધ, માખણ ચોરી જાય છે. અને તેના મિત્રોને અને વાનરોને ખવડાવી દે છે. જો
ઘરમાંથી કંઇ ન મળે તો ગુસ્સે થઇ, અમારા બાળકોને રડાવે છે. ગમે ત્યાં છેટે-ઉપર શીકામાં દહીં, દૂધ મૂકીએ તો ત્યાં પણ તે
પહોંચી જાય છે. અંધારામાં માખણ વગેરે રાખીએ તો અંધારું તેને અસર કરતું નથી, કનૈયો જ્યાં જાય ત્યાં પ્રકાશ ફેલાય છે. અમે
જ્યારે તેને ચોર કહીએ તો અમને કહે છે, તું ચોર, તારો બાપ ચોર, તારી મા ચોર, હું તો ઘરને માલિક છું.