Bhagavat: મા, જયાં જોઈએ ત્યાં અમને કનૈયો દેખાય છે.
આ ગોપીઓ નાછૂટકે ઘરનું કામ કરે છે ત્યારે પણ શ્રીકૃષ્ણને ( Shri Krishna ) યાદ કરે છે. અને જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે નિવૃત્તિમાં
પણ શ્રીકૃષ્ણને યાદ કરે છે. મોટા મોટા યોગીઓ પરમાત્માનું નિત્ય સ્મરણ થાય, તેવો પ્રયત્ન કરે છે, ત્યારે વ્રજની આ ગોપીઓ ( Gopi )
પરમાત્માને ભૂલવાનો પ્રયત્ન કરે છે. તો પણ કનૈયો ભૂલાતો નથી. ગોપીઓના પ્રેમ સંન્યાસની આ કથા છે. ગોપીઓના કપડાં
ભગવાં નથી પણ તેનું મન કૃષ્ણના પ્રેમમાં રંગાયેલું છે.
આ ગોપીઓના મનની તન્મયતા છે. આ જ નિરોધ છે.
બાલકૃષ્ણની ( Bal Krishna ) આવી અનેક લીલાઓ જોઇ, ગોપીઓ ઘરમાં કામ ભૂલી જતી અને પાગલ બની જતી. ગોપીઓની સ્થિતિ આવી હતી. ઘરનાં કામ છોડી લીલાઓ જોતી હતી. ‘મનસોડનવસ્થામ્ ।’
તેઓનું મન કનૈયાની લીલાઓ જોઈ અસ્થિર, તન્મય બની જતું. આ ગોપીઓની તન્મયતા બતાવે છે. કનૈયામાં
તન્મયતાને કારણે ગોપીઓ સંસાર- વ્યવહારનાં કાર્યો બરાબર કરી શકતી ન હતી. શ્રીકૃષ્ણ પ્રેમમાં ભાન ભૂલી, ન કરવાનું કાર્ય
કરી બેસતી. ઈશ્વરને માટે આવી તન્મયતા જોઈએ.
કૃષ્ણલીલામાં-કૃષ્ણકથામાં ( Krishna Katha ) આવી રીતે જે તન્મય થાય તે મુક્ત થયો. ભાગવત મર્યા પછી નહિ, મર્યા પહેલાં મુક્તિ
આપે છે. પણ ગોપીઓ જેવી તન્મયતા થવી જોઈએ. ગોપીઓને ઘરનાં કામો કરતાં પણ કનૈયો ભૂલાતો જ નથી.
ભક્તિમાર્ગમાં વ્યવહાર અને પરમાર્થ જુદા હોતા નથી. દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન એ પુષ્ટિભક્તિ.
પ્રત્યેક વ્યવહારને પ્રભુમય માને તે ભક્તિ. ગોપીઓ ભક્તિમાર્ગની આચાર્યા છે. દરેક કાર્યમાં ઇશ્વરનું અનુસંધાન
રાખવાનું. આ સિદ્ધાંત આચાર્ય મહાપ્રભુજીએ આગળ ચલાવ્યો છે.
બધાં કાર્યથી પરવારી, મળેલા સમયમાં ભક્તિ કરવી તે મર્યાદા ભક્તિ.
મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ગોપીઓને પ્રેમસંન્યાસીનીઓ કહી છે. ગોપીઓ પાસે હતો કેવળ નિઃસ્વાર્થ પ્રેમ,
ગોપીઓનો પ્રેમસંન્યાસ છે. વસ્ત્ર કરતાં પ્રેમસંન્યાસ ઉત્તમ છે. કૃષ્ણપ્રેમમાં હ્રદય પીગળે અને અંદર સંન્યાસ આવે તો સંન્યાસ
દીપે. સર્વ કર્મનો ન્યાસ-ત્યાગ એ સંન્યાસ છે. ઇશ્વરને માટે જે જીવે છે તે સંન્યાસી. ગોપીઓ ઇશ્વરને માટે જ જીવતી હતી એટલે
ગોપીઓને ઉપમા આપી છે પ્રેમસંન્યાસીનીઓ.
જ્ઞાન અને યોગ ઉપર ભક્તિનો આ વિજય બતાવ્યો છે. આગળ જોઇશું કે ભક્તિ ભગવાનને બાંધે છે, એટલે કે વશ કરે
છે. આ મન માખણ જેવું મૃદુ છે. મનની ચોરી એ જ માખણચોરી છે. શ્રીકૃષ્ણ બીજાનાં ચિત્તની ચોરી કરે છે. શ્રીકૃષ્ણ બધાનાં ચિત્ત
ચોરે છે, પણ પકડાતા નથી. ચોરી કરીને પકડાય એ તો સામાન્ય ચોર. પણ આ તો અનોખો ચોર છે. અનોખો જાદુગર.
ગોપીઓના મનનો નિરોધ કરવાનો હતો. કોઈપણ ઇન્દ્રિયના વિષયોમાં તેમનાં મન ન જાય.
યશોદાજી ( Yashoda ) ગોપીઓને શીખામણ આપે છે. યશોદાજી ગોપીઓને કહે છે, તમે માખણ ઘરમાં સંતાડી રાખો તો?
એક ગોપી બોલી:-મા, તમે કોને શિખામણ આપો છો? હું બહુ ચતુર ગણાઉં. મા, તને શું કહું? એક દિવસ મને રસ્તામાં
કનૈયો મળ્યો. મારી સામું જોઈ હસવા લાગ્યો. મા! કહે, આવતી કાલે તારા ઘરે આવીશ. હું તો ઘરે આવી અને સઘળું માખણ મારા
પિયેર મૂકી આવી. બીજે દિવસે કનૈયો આવ્યો. ઘરમાં જોયું પણ માખણ ન મળ્યું એટલે, લાલો ગુસ્સે થયો. પારણામાં બાબો સૂતો
હતો. તેને ચૂંટીઓ ભરી કહ્યું, તારી મા કંજુસ છે. ઘરમાં કાંઇ રાખતી નથી. મા! ઘરમાંથી કાંઇ ન મળે તો અમારા સૂતેલા બાળકોને
તે ચૂંટીઓ ખણીને ઉઠાડે છે. અમારાં બાળકોને રડાવે છે.
ભગવાન તમારા ઘરે આવે છે અને ઘરધણી સૂતેલા હોય તો ભગવાન રડાવે છે. ઈશ્વર કોઈ પણ રૂપે આવે છે. તમે તેનું
સન્માન ન કરો તો રડાવે છે.
ઈશ્વર ઘરમાં આવે અને ઘરધણી સૂતેલા રહે તો તે જગાડે છે.
ઈશ્વર કયા રૂપે ઘરે આવે, તે કહી શકાતું નથી. કોઈવાર તે વૃદ્ધરુપે, કોઇવાર બ્રાહ્મણ રૂપે આવે છે. માટે ઘરે જે કોઈ
આવે તે, દરેકનું સન્માન કરજો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૨
ઈશ્વર અરૂપ છે તે વેદાંતનો સિદ્ધાંત છે. અને વૈષ્ણવ ( Vaishnav ) સિદ્ધાંતમાં ઈશ્વરના અનંત રૂપ છે.
ઈશ્વરનું કોઇ એક જ રૂપ નથી. ઈશ્વર અનેક રૂપો ધરે છે. અનેકરુપરુપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે । તે અનેક રૂપધારી છે.
તે આકાર હિન અને અનેક આકારવાળો છે. પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે. આ જીવ પ્રમાદનિદ્રામાં સૂતો છે, એટલે તેને આ
બધી સમજ પડતી નથી.
યશોદાએ સૂચન કર્યું, તમારાં છોકરાઓને પિયર મૂકી આવો તો?
એક ગોપી બોલી, મા! મેં સાંભળ્યું હતું કે લાલો છોકરાઓને રડાવે છે. હું માખણને અને છેકરાંઓને પિયર મૂકી આવેલી.
લાલો ઘરે આવ્યો. લાલાને માખણ મળ્યું નહિ. છોકરાં જોવામાં આવ્યાં નહિ. લાલો મને કહેવા લાગ્યો, જે ઘરમાં મારા માટે કશું
નથી, એ ઘર સ્મશાનરૂપ છે. જે ઘરમાં ભગવાન માટે કાંઈ નથી તે ઘર સ્મશાન જેવું છે. તે ઘર એક દિવસ જરૂર ઉજ્જડ થશે.
સંપત્તિને મોજશોખમાં વેડફી નાંખે એ રાક્ષસ છે.
ઘરમાં કંઈ નહોતું એટલે લાલો મિત્રોને કહે, આ ઘરમાં મારે માટે કાંઈ નથી, તેથી આ ઘર સ્મશાન જેવું છે.
મા, મારું આખું ઘર બગાડયું છે. મા, કનૈયો તોફાની છે.
યશોદા કહે:-સખીઓ તમે કહો છો કે લાલાએ તોફાન કર્યું, પણુ હું જ્યારે તેને પૂછું છું ત્યારે તે ના પાડે છે.
તમે હવે કનૈયાને ચોરી કરતાં જ પકડી લાવો. તો હું તમારી વાત સાચી માનીશ. તેનું મોઢું માખણથી ખરડાયેલું હોય તે
પ્રમાણે, મુદ્દામાલ સાથે તેને પકડી લાવો, તો હું તેને સજા કરીશ.