
Bhagavat: જગત રહેવાનું. જગતના વિષયો પણ રહેવાના. શરીર રહેવાનું. મન પણ રહેવાનું. જગતને છોડીને કયાં જશો?
અજ્ઞાની જીવ જગતને ભોગદ્દષ્ટિથી જુએ છે. જ્ઞાની જગતને ભગવતદ્દષ્ટિથી ( Bhagavad Drishti ) જુએ છે.
લૌકિક નામરૂપમાં આસક્તિ એ માયા.
અલૌકિક નામરૂપમાં આસક્તિ એ ભક્તિ.
ભાવના વગર ભક્તિમાર્ગમાં સિદ્ધિ મળતી નથી.
આત્માને મુક્ત કરવાનો નથી, એ તો મુક્ત જ છે. નિરોધ એટલે પ્રભુના હૈયામાં નિવાસ. વિરોધ અને વાસના નિરોધને
પ્રતિબંધિત કરે છે. જયાં સુધી હૈયામાં વિરોધ હોય, ત્યાં સુધી નિરોધ થતો નથી. વિરોધ અને વાસના જીવનમાંથી ઊડી જાય,
એટલે આપોઆપ નિરોધ થાય.
મુક્તિ કયારે મળે? શરીર મરવાથી મુક્તિ મળતી નથી. મન મરવાથી મુક્તિ મળે છે. મનનો નિરોધ એ મુક્તિ છે.
દશમ સ્કંધમાં નિરોધલીલા. સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને ઈશ્વરમાં મળી જાય તો એ મુક્તિ છે.
પરમાત્મા આનંદસ્વરૂપ છે. મન અર્ધચેતન છે, મન સંસારના વિષયો સાથે એક થતું નથી, કારણ સંસાર જડ છે, અને
ધન અચેતન. સજાતીયમાં સજાતીય મળે, ઇશ્ર્વર સિવાય મન કોઇની સાથે અભિન્ન થતું નથી. એક થતું નથી.
અતિકામી હોય તો પણ કામસુખ ભોગવ્યા પછી એનું મન સ્ત્રીમાંથી હઠી જાય છે. ભલે પછી ફરીથી તેની ઇચ્છા જાગૃત
થાય પણ તે સમયે તો તેને ઘૃણા થશે.
એવી ધૃણા કાયમ ટકે તો બેડો પાર છે. વૈરાગ્ય આવે છે પણ તે ટકતો નથી.વિષય ભોગવ્યા પછી ઘૃણા, વૈરાગ્ય આવે
તે નકામું, તે ક્ષણિક છે. મનુષ્યને વૈરાગ્ય આવે છે. પણ માયા એવી કે વૈરાગ્યને ટકવા દેતી નથી. સંસારના જડ પદાર્થ સાથે મન
એક થઈ શકતું નથી.ફક્ત ઈશ્વર સાથે જ મન એકાકાર થઈ શકે છે.
શ્રીકૃષ્ણલીલા ( Shri krishna leela ) એ મનનો નિરાધ (પ્રભુના હૈયામાં નિવાસ) કરવા માટે છે.
પૂર્વ જન્મનું શરીર મરી ગયું છે, પણ પૂર્વજન્મનું મન લઈ આ શરીર આવ્યું છે. જીવાત્મા સાથે મન જાય છે. તેથી શરીર
કરતાં મનની કાળજી વિશેષ રાખવાની જરૂર છે.
મન તમારી સાથે મર્યા પછી પણ આવે છે. સ્ત્રી,પુત્ર, કુટુંબ, તમારી સાથે આવશે નહિ. તો જે તમારી સાથે આવવાનું છે,
તેની કાળજી રાખો અને બીજામાંથી આસક્તિ ઓછી કરો.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૨૫
નહિ. જીવાત્મા મન છોડે છે ત્યારે, મન બગડી જાય છે. માટે મનને સાચવજો.ગીતામાં કહ્યું છે:-
મન:ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ।।
અધિષ્ઠાય મનશ્ર્ચાયં વિષયાનુપસેવતે ।।
મારો અંશ જે જીવાત્મા છે, તે ત્રિગુણમયી માયામાં સ્થિર થઇને મન સહિત પાંચે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે. જીવાત્મા
મનનો આશ્રય કરીને, આ વિષયોને ભોગવે છે, એટલે મન મનુષ્યના મર્યા પછી પણ સાથે જ રહે છે.
શરીર મરે છે, પણ મન મરતું નથી. મન કયારે મરે? જયારે તે મનમોહન સાથે એક થઈ જાય ત્યારે. એટલે જો મન મરે તો
મુક્તિ મળે છે.
વિષયોમાં જવાથી મન મરતું નથી. પરંતુ આ જ મન ઈશ્ર્વરનું ચિંતન કરે, ધ્યાન કરે તો તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે.
કોઈના ગુરુ થવાની ઇચ્છા ન રાખશો. તમારે ગુરુ થવું હોય તો તમારા મનનાં ગુરુ થાવ. રામદાસ સ્વામીએ મનને બોધ
આપ્યો છે:-
મના સજ્જના ભક્તિપંથેચી જાવે,તરી શ્રીહરિ પાવિજેતો સ્વભાવે,
જની નિંઘ તે કર્મ સેડોની દ્યાવે, જની વંઘતે સર્વ ભાવે કરાવે.
હે મન! સજ્જન લોકો જે ભક્તિમાર્ગનું અનુસરણ કરે છે, તે ભક્તિમાર્ગનું તું અનુસરણ કર, ત્યારે જ તને પણ શ્રી હરિ
મળશે. સંસારમાં જે નિંદનીય કર્મ છે, તે છોડવું જોઈએ અને સંસારમાં જે વંદનીય છે, તે સૌએ એકાગ્રતાથી કરવું જોઇએ.
મન તું કેમ પાપ કરે છે? મન તું સજ્જન થઇને દુર્જન જેવું કામ કેમ કરે છે? આ લાડુમાં ઝેર છે, એમ કોઇ કહે તો તે લાડુ
તમે ખાશો નહિ. તમે મનને સમજાવો, આ સંસારના વિષયસુખમાં ઝેર છે. તું ખાઈશ નહિ.ખાઇશ તો તું દુઃખી થઇશ. સંસારના
વિષય સુખમાં દોષદ્રષ્ટિ રાખો. શંકરાચાર્ય સ્વામીએ કહ્યું છે:- ભવસુખે દોષાનુંસંધીયતામ્ ।
માટે ગુરુ થવા કરતાં સર્વના શિષ્ય થવું સારું છે. જેના ગુરુ થાવ તે શિષ્ય કાંઇ પાપ કરે, તો તે શિષ્યના પાપની
જવાબદારી ગુરુ ઉપર આવે છે.
આત્મા એ મનનો ગુરુ છે. માલિક છે. આત્મા તે મુક્ત છે. મુક્તિ મળે છે મનને.
મન સંસારના વિષયોનું ચિંતન કરે છે અને સંસારમાં ફસાય છે. તે સંસારના વિષયોનું ચિંતન છોડી દે તો મુક્તિ છે.