
Bhagavat: શ્રીકૃષ્ણ ( Shri Krishna ) ખાંડણિયાને ખેંચતા ખેંચતા ત્યાં સ્થિત બે યમલાર્જુનના ( Yamalarjuna ) વૃક્ષો પાસે આવ્યા અને બે વૃક્ષોની વચ્ચે થઈને નીકળ્યા. ખાંડણિયો આડો પડી ગયો. પેટ ઉપર બાંધેલા દોરડાથી ખાંડણિયો ખેંચ્યો, એટલે તે વૃક્ષો પડી ગયાં અને તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા.
આ બે વૃક્ષો અગાઉના જન્મમાં, કુબેરના નળકુબર તથા મણિગ્રીવ નામના પુત્રો હતા. તેઓ યક્ષ હતા. લક્ષ્મીયુક્ત હતા,
પણ નારદજીના ( Narad ) શાપ થી તેઓ વૃક્ષો થયા હતા.
પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો:-નારદજીએ તેઓને શાપ શા માટે આપ્યો?
શુકદેવજી:-રાજન! શ્રવણ કરો. નારદજીએ ક્રોધ કરીને નહિ, પણ કૃપા કરીને શ્રાપ આપ્યો હતો.
નળકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો છે. બાપની સંપત્તિ મળી છે. સંપત્તિનો અતિરેક થાય, ત્યારે ત્રણ દુર્ગણો
આવે:- જુગાર, વ્યભિચાર અને માંસમદિરા. અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતાં નથી. સંપત્તિના અતિરેકમાં સદવર્તન
રહેતું નથી. સંપત્તિનો અતિરેક થાય છે, ત્યારે લોકો તામસ આહાર કરે છે. લોકોને મદિરા માંસનું વ્યસન થાય છે. વ્યભિચારનું
વ્યસન થાય છે.
પતિપત્નીનો સંબંધ કામસુખ માટે નથી. સાચી પત્ની તે છે જે પતિને પાપ કરતાં અટકાવે.
નળકુબર, મણિગ્રીવ સંપત્તિના અતિરેકમાં ભાન ભૂલ્યા છે. ખૂબ મદિરા પાન કર્યું છે. ગંગાકિનારે આવ્યા. ગંગાના પવિત્ર
જળમાં યુવાન સ્ત્રીઓ સાથે નગ્ન થઇને સ્નાન કરવા લાગ્યા. સ્ત્રીઓ સાથે જળવિહાર કરે છે.
તીર્થમાં વિલાસી જાય તો તે તીર્થની મર્યાદાનો ભંગ કરે છે. મહાપ્રભુજીએ દુઃખથી કહ્યું તીર્થમાં વિલાસી લોકો રહેવા
આવવા લાગ્યા એટલે તીર્થમાંથી દેવો પલાયન થઇ ગયા. માટે તો:-
ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટેરેવાવૃતેશ્ર્વિહ ।
તિરોહિતાધિદૈવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ ।।
દેવર્ષિ નારદજી ત્યાંથી પસાર થાય છે. નારદજીએ આ દ્દશ્ય જોયું. નારદજીને જોયા છતાં નળકૂબર અને મણિગ્રીવે વસ્ત્રો
પહેર્યાં નહીં, નારદજીને દુ:ખ થયું. કેવું સુંદર શરીર મળ્યું છે, છતાં તેઓ તેનો કેવો દુરુપયોગ કરી રહ્યા છે. માનવ શરીર મુંકુંદની
સેવા કરવા માટે છે. આ શરીર ભગવાનનું છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૦
કોઈ કરતું નથી.
લક્ષ્મીના મદમાં આ નાશવંત શરીરને લોકો અજરઅમર માનવા લાગે છે અને બીજાં પ્રાણીઓનો દ્રોહ કરે છે.
મને કોઇ કહેશો કે આ શરીર કોનું છે? આ શરીર ઉપર હક્ક કોનો છે? આ શરીર પિતાનું છે, માતાનું છે કે આપણું
પોતાનું છે?
પિતા કહે છે:-મારા વીર્યથી ઉત્પન્ન થયું છે, માટે આ શરીર મારું છે.
માતા કહે છે:-હું જનની હોવાથી, તે મારું છે.
પત્ની કહે છે:-આને માટે હું માતાપિતાને છોડીને આવી છું. એટલે તેના ઉપર મારો હક્ક છે. તેની સાથે મારા લગ્ન થયાં
છે. હું અર્ધાંગિની છું તેથી મારું છે.
અગ્નિ કહે છે:-જો આ શરીર ઉપર મા-બાપ-પત્નીનો હક્ક હોય તો પ્રાણ ગયા પછી શા માટે તેને ઘરમાં રાખતા નથી?
તે શરીર ઉપર મારો હક્ક હોવાથી સ્મશાનમાં લાવીને મને અર્પણ કરવામાં આવે છે. તે શરીર ઉપર તો મારો હક્ક છે.
શિયાળ-કૂતરાં કહે છે:-જયાં અગ્નિસંસ્કાર થતો નથી ત્યાં તે અમને ખાવા મળી જાય એટલે શરીર અમારું છે.
આ પ્રમાણે સર્વ પોતપોતાનો હક્ક, આ શરીર ઉપર બતાવે છે. આ શરીર ઉપર કોનો હક્ક છે, તે સમજ પડતી નથી.
ત્યાં પ્રભુએ છેલ્લો નિર્ણય આપ્યો કે આ શરીર કોઇનું નથી. મેં તે જીવને આપ્યું છે.
ભગવાન કહે છે:-આ શરીર મારું છે, મેં કૃપા કરીને આપ્યું છે.
દેવદત્તમિમં લબ્ધ્વા નૃલોકેઅજિતેન્દ્રિય: ।
યો નાદ્રિયેત ત્વત્પાદૌ સ શોચ્યો હ્માત્મવઞ્ચક: ।।
સંસારના માનવીઓને આ મનુષ્ય શરીર આપે અત્યંત કૃપા કરીને આપેલું છે. જે મનુષ્યો એને પ્રાપ્ત કરીને પોતાની
ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી અને આપના ચરણનું શરણ લેતા નથી તે મનુષ્યનું જીવન અતિ શોચનીય છે. તેઓ પોતે પોતાની
જાતને દગો દઈ રહ્યા છે. આ શરીર સંસારના વિષયભોગો ભોગવવા માટે આપ્યું નથી કે મળ્યું નથી.
શ્રી રામચરિત માનસમાં ( Ramcharitmanas ) પણ કહેલું છે:-
આકર ચારિ લચ્છ ચૌરાસી । જોની ભ્રમત યહ જીવ અવિનાશી ।।
કબહુક કરી કરુના નર દેહી । દેત ઈસ બિનુ હેતુ સ્નેહી ।।
નર તનુ ભવ બારિધિ કહું બેરા । સન્મુખ મરુત અનુગ્રહ મોરા ।।
જો ન તરૈ ભવસાગર નર સમાજ અસ પાઈ ।
સો કૃત નિંદક મંદમતિ આત્માહન ગતિ જાઈ ।