
Bhagavat: ભાગવતમાં નવ પ્રકારના રસ છે:-હાસ્યરસ, શૃંગારરસ,વીરરસ, કરુણરસ વગેરે અને દશમો રસ ભક્તિરસ પણ તેમાં
છલોછલ ભર્યો છે.
ભક્તિરસ બીજા નવેનવ રસોથી ઉત્તમ છે કારણ કે અન્ય સર્વ રસમાં કડવાશ છે. રામચરિત માનસમાં( Ramcharitmanas ) રામજીએ કહ્યું છે કે ભક્તિથી જ તેમને પીગળાવી શકાય છે. ભક્તિને કોઇ પણ જાતના અવલંબનની જરૂર પડતી નથી. તે સ્વતંત્ર છે. ઊલટું તેને
આધીન જ્ઞાનવિજ્ઞાન છે.
જાતે વેગી દ્રવંઉ મૈં ભાઈ । સો મમ ભગતિ ભગત સુખદાઈ ।
સો સુતંત્ર અવલંબન ન આના । તેહી આધીન ગ્યાન –બિગ્યાના ।।
રામચરિત માનસ આવો છે, ભક્તિનો મહિમા, જ્ઞાનીઓને કાંઈક માયાના આવરણ સાથે બ્રહ્મનાં દર્શન થાય છે. જ્ઞાનીને કીર્તિ વગેરેની
ઝંખના થયા કરે છે.
આવરણ વગરના નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર એકલી ગોપીઓને જ થયો છે. જીવ નિર્દોષ ન થાય ત્યાં સુધી તેને
ઈશ્વરનાં દર્શન થતાં નથી.
અંદરના વિકાર જવા જોઈએ. સાધુ થવાની જરૂર નથી, પણ સરળ થવાની જ જરૂર છે.
વૃક્ષનો ઉદ્ધાર થયો, ખાંડણિયાનો ઉદ્ધાર કેમ ન થયો?
બંને વૃક્ષની વચ્ચે થઈને શ્રીકૃષ્ણ ( Shri Krishna ) બીજી બાજુ નીકળ્યા હતા. ખાંડણિયો વાંકો થઈ ને ત્યાં જ અટકી ગયેલો. પ્રભુએ
ઝાડની અંદર પ્રવેશ કર્યોં, એટલે ઝાડનો ઉદ્ધાર થયો. ભગવાન જેના અંતર્દેશમાં પ્રવેશ કરે,તેનો ઉદ્ધાર થાય. એ જ રીતે પ્રભુ
આપણા હ્રદયમાં આવે તો જ આપણો ઉદ્ધાર થાય.
દામોદરલીલામાં ( Damodar Leela ) શ્રીકૃષ્ણે જગતને બતાવ્યું કે મને જ્યારે જીવ બાંધે છે, ત્યારે તેને બંધનમાંથી હું છોડાવું છું.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે. રાજન્! અનેક વાર ગોપીઓ યશોદા ( Yashoda ) મા પાસે આવે,મા! મારા ઘરે કનૈયાને મોકલો ને, ગોપી કનૈયાને પૂછે, લાલા, મારા ઘરે આવીશ? કનૈયો પૂછે, હું તારા ઘરે આવું તો તું મને શું આપીશ? ગોપી કહે માખણ. કનૈયો પૂછે,
કેટલું માખણ આપીશ? ગોપી સામુ પૂછે, કનૈયા, તને કેટલું માખણ જોઇએ? કનૈયો બે હાથ વડે બતાવે, આટલું. ગોપી કહે,
તેટલું માખણ તું ખાઈ શકીશ?
કનૈયો કહે:-હું જે માગું છું તે મારા મિત્રો માટે. મારે કાંઈ ખાવું નથી. મારે તો ખવડાવવું છે.
ઈશ્વર ખવડાવીને રાજી થાય છે. ખાનાર કરતાં પ્રેમથી બીજાને ખવડાવનારને હજારગણો આનંદ મળે છે.
માખણ જેવું જેનું મન કોમળ થયેલું હોય અને સાકર જેવી મીઠાશ, મધુરતા જેના જીવનમાં આવે, તેને ઘરે કનૈયો આવે
છે. ગોપી વિચારે છે, માખણ આપીશ. માખણ લઈ ચાલ્યો જશે. એટલે કનૈયાને કહે છે, મફત માખણ નહિ મળે. તારે મારા ઘરનું
કામ કરવું પડશે. કનૈયો પૂછે છે કે હું શું કામ કરું? ગોપી કહે છે, જા, પેલો પાટલો લઇ આવ. પાટલો ભારે છે પણ માખણ મળશે
એટલે બાળકોને ખવડાવીશ. કનૈયો પાટલો ઊંચકીને આવે છે. પાટલો ભારે હતો, તે હાથમાંથી પડી ગયો. લાલાનુ પીતાંબર છૂટી
ગયું.
વેદાંતીઓને બ્રહ્મજ્ઞાન થયા પછી અવિદ્યાનો અંશ બાકી રહે છે. કારણ કે પ્રારબ્ધ ભોગવવાનું બાકી હોય છે. અજ્ઞાનનો
પૂર્ણ નાશ થઈ જાય તો પ્રારબ્ધ કોણ ભોગવે? બ્રહ્મજ્ઞાનથી પ્રારબ્ધકર્મનો નાશ થતો નથી. બ્રહ્મજ્ઞાનથી ક્રિયમાણ અને સંચિત
કર્મો બળે છે. આ શરીરનું પ્રારબ્ધ છે ત્યાં સુધી અવિદ્યાનો લેશ રહી જાય છે. પ્રારબ્ધ ભોગવ્યા પછી તેનો નાશ થાય છે. જ્ઞાનીને
બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે. ત્યારે આ વ્રજભકતોને નિરાવરણ શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૪૩
દુર્યોધનને ભગવાનનાં દર્શન થયાં હતાં પણ તે માયાના આવરણ સાથે થયાં હતાં. એટલે તેનો ઉદ્ધાર ન થયો.
પાટલો લાવી કનૈયો માખણ માંગે એટલે ગોપી કહે તું થોડું નાચ. તે પછી તને માખણ આપું. કનૈયો માખણના લોભે
ગોપી આગળ નાચે છે. જગતને નચાવનાર નટવર કનૈયો, પ્રેમને વશ થઈ આજે નાચે છે.
પ્રેમના બંધનથી જગતને નચાવનાર આજે જાતે નાચે છે. રસખાનીએ પણ કહ્યું છે:-
શેષ, મહેશ, ગણેશ, દિનેશ સુરેસહુ જાહિ નિરંતર ગાવે ।
જાહિ, અનાદિ અનન્ત અખણ્ડ, અછેદ અભેદ સુવૈદ બતાવેં ।।
નારદસે શુક વ્યાસ રટે, પચિહારે તઉ પુની પાર ન પાવે ।
તાહિ અહિરકી છોહરિયાં છછિયાં ભરી છાછપૈ નાચ નચાવે ।।
ગોપીઓના પ્રેમમાં બંધાએલા શ્રીકૃષ્ણ ગોપીઓનાં ઘરનાં કામો કરે છે. ગોપીઓનાં માથા ઉપર બેડું ચડાવે, પાટલો લઈ
આવે, ગોપીઓને આનંદ આપવા નાચે.
વ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે. તેમાં જ્ઞાન વૈરાગ્ય વિશેષ નથી