Bhagavat: બ્રહ્માજી વાછરડાંઓને માયાથી ઉઠાવી બ્રહ્મલોકમાં લઇ ગયા.
ભોજન પછી ગોપબાળકોને વાછરડાં યાદ આવ્યાં. જુએ તો વાછરડાં ન મળે.ચરતાં દૂર ચાલી ગયેલાં.
બાળકો કનૈયાને કહે છે:-કનૈયા, આપણાં વાછરડાં દેખાતાં નથી. શ્રીકૃષ્ણે કહ્યું, તમે ભોજન કરો, હું વાછરડાં લઇ
આવીશ. શ્રીકૃષ્ણ ( Shri Krishna ) વાછરડાંઓને શોધવા ગયા, તે જ વખતે બ્રહ્મા ( Brahma ) બાળકોને ઉઠાવી બ્રહ્મલોકમાં લઈ ગયા.
આ કથા પાછળ બીજું પણ થોડુંક રહસ્ય છે. ભગવાન સામે દ્દષ્ટિ રાખી, શ્રીકૃષ્ણમાં દ્દષ્ટિ રાખી, બાળકો ભોજન કરતાં
હતાં ત્યાં સુધી આનંદ હતો. પરંતુ તેઓ વાછરડાંની ચિંતા કરવા લાગ્યા, તેઓની વાછરડાં તરફ દ્દષ્ટી ગઈ, વિષયો તરફ દ્દષ્ટિ
ગઇ કે બ્રહ્માએ તેઓને ઊચકીને બ્રહ્મલોકમાં મૂકયા. ગોપ બાળકો કાળને આધીન થયા, બ્રહ્મજ્ઞાની માયાને આધીન થયા. બ્રહ્મા
એ કાળનું રૂપ છે. સંસારના વિષયોમાં નજર જાય એટલે કાળ=બ્રહ્મા જીવને પકડે છે.
બાળકો શ્રીકૃષ્ણમાં નજર રાખી ભોજન કરે તો બ્રહ્મા પકડી શકે નહિ. પણ જયારે વાછરડાં તરફ દ્રષ્ટિ ગઈ એટલે
બ્રહ્માએ-કાળે પકડયા છે.
ભોજન કરો, ત્યારે પણ દ્દષ્ટિ ભગવાનમાં રાખો, તો ભોજન પણ ભજન છે.
ભોજન બહુ સ્વાદવાળું ન હોવું જોઇએ. ભોજન બહુ સ્વાદવાળું હોય તો વધારે ખવાય છે. જેને ભજન કરવું છે,
પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, તે વધારે ખાય તો તેને આળસ આવે છે. એટલે ભજન છૂટે છે. સ્વાદ વગરનું ભોજન હશે તો
ભૂખ હશે તેટલું ખવાશે.ભોજન કર્યા વગર શરીર ટકતું નથી. ભોજન એ ભજનનું સાધન છે. ભોજન કરવું એ પાપ નથી. પણ
ભોજન સાથે તન્મય થવું એ પાપ છે.
બાળકોની દ્દષ્ટિ શ્રીકૃષ્ણમાંથી હઠી ગઈ અને વાછરડાં તરફ઼ ગઇ, ત્યારે બ્રહ્માએ તેઓને પકડયાં. શ્રીકૃષ્ણે વાછરડાં
શોધ્યા પણ ન મળ્યાં, પાછા આવીને જુએ તો અત્રે બાળકો પણ ન મળે. શ્રીકૃષ્ણ સમજી ગયા. આ ડોસો મારી પાછળ પડયો છે.
પણ બ્રહ્માને ખબર નથી, હું તેનો દાદો લાગું છું. કોઈ ઠેકાણે વિષ્ણુને ( Vishnu ) બ્રહ્માના પિતા કહ્યા છે. અને કોઈ ઠેકાણે દાદા કહ્યા છે.
દેવી ભાગવતના નવમાં સ્કંધમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. સૃષ્ટિની ઉત્પત્તિ વિષે સર્વ શાસ્ત્રો સંમત નથી. સૃષ્ટિની
ઉત્પત્તિના ક્રમમાં બધાં શાસ્ત્રોમાં ભેદ છે. જગતનો બહુ વિચાર મહાત્માઓએ કર્યો નથી. પણ ઇશ્વરના સ્વરૂપ વિષે સર્વ
મહાત્માઓ એક છે. ઈશ્વરના સ્વરૂપ વિષે મતભેદ નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૨
વૈકુંઠધામમાં લક્ષ્મીનારાયણ ( Lakshminarayan ) બિરાજ્યા હતા. તેમની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું અને તે કમળમાંથી બ્રહ્મા થયા.
પરંતુ ભગવાન તો કર્તુમ, અકર્તુમ્ અને અન્યથાકર્તુમ્ સમર્થ છે. શ્રીકૃષ્ણની આ ઈચ્છાસૃષ્ટિ છે. કનૈયાએ જેટલાં
ગોપબાળકો અને વાછરડાંઓ હતાં તેટલા સ્વરૂપ ધારણ કર્યાં. શ્રીકૃષ્ણ પોતાના સ્વરૂપ સાથે રમે છે. જ્ઞાનીઓ શરીર સાથે રમતા
નથી, આત્મા સાથે રમે છે. એક ભોગાર્થ સૃષ્ટિ છે, એ જીવ સૃષ્ટિ કહેવાય છે. ઈશ્ર્વર સૃષ્ટિ એ પંચભૌતિક વગરની સૃષ્ટિ,
ભગવાનની લીલાસૃષ્ટિ. કેવળ બીજાને આનંદ આપવાની દ્દષ્ટિથી કરવામાં આવે તે લીલા સૃષ્ટિ. બ્રહ્મા પંચમહાભૂતની મદદથી
જગતની સૃષ્ટિ કરે છે પણ ભગવાન કહે છે હું પંચમહાભૂતની મદદ વગર સૃષ્ટિ ઉત્પન્ન કરું છું.
પરમાત્મા સંકલ્પ કરે ત્યારે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. હું પંચમહાભૂતને ઉત્પન્ન કરું છું ત્યારે તેના આધારે તમે બ્રહ્માંડ,
જગત્ ઉત્પન્ન કરો છો, પણ મને પંચમહાભૂતની જરૂર પડતી નથી. હું કેવળ સંકલ્પથી સૃષ્ટી ઉત્પન્ન કરું છું.
દ્રૌપદીની સાડી કઈ મિલમાં બનેલી હતી? તે સંકલ્પથી ઉત્પન્ન થઈ હતી. શ્રીકૃષ્ણ જ સાડીરૂપ થયા હતા. જેને ઇશ્વર
ઢાંકે તેને કોણ ઉઘાડો પાડી શકે? આ તો શ્રીકૃષ્ણનો સંકલ્પ હતો, શ્રીકૃષ્ણની લીલા હતી.
ગોપબાળકોની કામળી શ્રીકૃષ્ણ, લાકડી શ્રીકૃષ્ણ. અનેક પ્રકારે અનેક રૂપો ધર્યા છે.
વૈષ્ણવો ( Vaishnavas ) બ્રહ્મ પરિણામવાદમાં માને છે. વેદાંતીઓ વિવર્તવાદમાં માને છે. જગતગુરુ શંકરાચાર્યજી ( Shankaracharya ) વિવર્તવાદ માને છે, આ જગત મિથ્યા છે, અસત્ય છે. અધિષ્ઠાતા સત્ય હોવાથી આ જગત સત્યરૂપ ભાસે છે. વાસ્તવિક રીતે ઈશ્વર એક જ છે. તે અનેક સ્વરૂપો ધારણ કરે છે. પણ તે સ્વરૂપો સત્ય નથી. અવિદ્યાથી જગત સત્યરૂપ ભાસે છે. ફિલ્મ જોવા જશો તો પરદા ઉપર
દેખાશે, હનુમાન લંકા બાળે છે. મોટા મોટા મકાન બાળે છે. પણ પરદાનો એક દોરો પણ બળતો નથી. આ ચિત્ર સત્ય નથી.
પરદો સત્ય છે. અધિષ્ઠાન સત્ય છે. બ્રહ્મસ્વરૂપ પરદા જેવું છે. માયાથી આ બધું ભાસે છે.
શ્રી મહાપ્રભુજી કહે છે, બ્રહ્મ નિર્વિકાર રહીને પણ બ્રહ્મનું પરિણામ થાય છે. આ બન્ને સિદ્ધાંતો સુંદર છે. શ્રીકૃષ્ણ જ
લાકડી છે. શ્રીકૃષ્ણ સત્ય છે અને લાકડી શ્રીકૃષ્ણથી ભાસે છે. બ્રહ્મ નિર્વિકાર રહીને વિકારવાળું થાય છે