Bhagavat: ધેનુકાસુર તાલવનનો માલિક ન હતો. પણ ઘણા વર્ષથી ત્યાં રહેતો હતો અને તેણે જબરજસ્તીથી તાલવનને પચાવી પાડેલું. કેટલાક લોકો પણ જાહેર સંસ્થાનો વીસ પચીસ વર્ષ વહીવટ કરે છે અને પછી તેના માલિક જ બની જાય છે. કેટલાક તો એમાંથી ઓહિયાં પણ કરી જાય છે. સંસ્થાનું અગર તો સમાજનું પચાવે તે બીજા જન્મમાં ગધેડો થાય છે.
ધેનુકાસુર ( Dhenukasur ) એ દેહાધ્યાસ છે. દેહાધ્યાસ અવિદ્યાને લીધે આવે છે. અવિદ્યાને લીધે જીવ સંસારમાં બંધાય છે. અવિદ્યા જીવને સંસારના બંધનમાં નાંખે છે. તેના લીધે જીવમાં સાંસારિક પદાર્થોમાં મમતા અથવા રાગદ્વેષ થાય છે. અવિદ્યા જ્યાં સુધી નાશ પામતી નથી ત્યાં સુધી સંસાર છૂટતો નથી. અવિદ્યા જીવને પાંચ રીતે બાંધે છે:-(૧) સ્વરૂપ વિસ્મૃતિ (૨) દેહાધ્યાસ (૩) ઈન્દ્રિયાધ્યાસ (૪) પ્રાણાધ્યાસ અને (૫) અંતે કરુણાધ્યાસ. દેહાધ્યાસનો ભાવ એવો છે કે હું મોટો છું. હું સ્વરૂપવાન છું. હું વિદ્યાવાન છું. હું સંપત્તિવાન છું. એવું દેહનું અભિમાન થાય છે. આવા દેહના અભિમાનવાળા પોતાને બીજા કરતાં બળવાન અને બહું મોટા માને છે. તેવા લોકો અભિમાનમાં બીજાઓનું અપમાન કરે છે. પીડા કરે છે. આવા દેહાધ્યાસને બલભદ્રે માર્યો. ભગવાનની આધિદૈવિક શક્તિથી દેહાધ્યાસનો નાશ થઈ શકે.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૩૫૭
વિલોક્ય દૂષિતાં કૃષ્ણાં કૃષ્ણ: કૃષ્ણાહિના વિભુ: ।
તસ્યા વિશુદ્ધિમન્વિચ્છન્ સર્પં તમુદવાસયત્ ।।
પ્રભુએ નિશ્ચય કર્યો. હું કાલિયનાગનો ઉદ્ધાર કરીશ. બાળકોને લઈ કાલિયનાગ જે ધરામાં રહેતો હતો, ત્યાં આવીને
રમવા લાગ્યા. દડો ધરામાં પડયો. બાળમિત્રો કહે:-કનૈયા ( Kanhaiya ) , આ ધરામાં નાગ રહે છે. આ ધરાનું પાણી કોઈ પીતું નથી.
ભગવાને ધરામાં કૂદકો માર્યો. કાલિનાગ આવ્યો, અને કનૈયાને કરડવા લાગ્યો. જેમ જેમ કરડે તેમ તેમ ઝેર પણ અમૃત
બને છે. શ્રીકૃષ્ણે ( Shri Krishna) એક હાથમાં પૂછડું અને બીજા હાથમાં ફણાઓ પકડી. શ્રીકૃષ્ણ કાલિયનાગની ફણા ઉપર આરૂઢ થયા.
નાગ પત્નીઓ સ્તુતિ કરે છે.
જળકમળ છાંડી જા રે, બાળા સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે……………. ૧
કહે રે, બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીઓ.
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ ?…… ૨
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જૂગટું રમતાં નાગનું શીશ હારિયો………… ૩
રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જન્મ્યાં તેમાં તું અળખામણો…………૪
મારી માતાએ બેઉ જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો… ………….૫
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિઓ,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ…………. ૬
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરિયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ……………..૭
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને રે બળવંત કોઇ, બારણે બાળક આવીયો…………..૮
બેઉ બળિયા બાથે વળગ્યાં, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો… ………….૯
નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે… …..૧૦
બેઉ કર જોડીને વિનવે સ્વામી મૂકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને…૧૧
થાળ ભરી મોતીએ, શ્રીકૃષ્ણને વધાવિયા,નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાથ છોડાવિયા… ….૧૨