
રાધાજી વિરહમાં વ્યાકુળ થયા છે. નાથ! હે રમાનાથ! કયારે આવશો? કયારે આવશો? રાધાજીની આ દશા જોઈ એક એક પક્ષી, એક એક વૃક્ષ રડવાં લાગ્યાં, ઉદ્ધવ પણ રાધાજીનો દિવ્ય પ્રેમ જોઈ રડી પડયો. હું આને શું સંદેશો આપું? રાધાજીના મુખમાંથી કમળની સુવાસ નીકળે છે. તેથી તે જ સમચે એક ભ્રમર શ્રી રાધાજીના મુખ પાસે આવ્યો છે. શુકદેવજી વર્ણન કરે છે, રાજન! રાધાજીના મુખ પાસે તે ભમરો આવ્યો છે. સખી ભમરાને દૂર કરે છે. તે જ સમયે ઉદ્ધવજી ફરીથી વંદન કરે છે. ત્યારે શ્રીરાધાજી બોલ્યાં, ભ્રમર તું કપટી છે. તું કૃષ્ણનો મિત્ર છે. તું કપટી બંધુ છે, તું અહીં શું કરવા આવ્યો? મને અડકીશ નહિ. ૪૭ મા અધ્યાયના ૧૨ થી ૨૧ શ્લોકને ભ્રમર ગીત કહે છે. તે ગીતમાં ભ્રમરને ઉદ્દેશીને ગર્ભિત રીતે શ્રીકૃષ્ણના દૂત, ઉદ્ધવજીને ઉદ્દેશીને રાધાજીએ શ્રીકૃષ્ણને મધુર ઠપકાઓ આપેલા છે. ભ્રમર ગીતમાં એક રાધાજી બોલે છે, કારણ તેમાં એકવચન વાપર્યું છે, બીજા બધાં ગીતોમાં વેણુગીત,યુગલગીત વગેરેની શરૂઆત બહુવચનથી કરી છે. ભ્રમર ગીત મધુપ કિતવબન્ધો મા સ્પૃશાઙૂઘ્રિ સપત્ન્યા: કુંચવિલુલિતમાલાકુઙૂકુમશ્મશ્રુભિર્ન: । વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદં યદુસદસિ વિડમ્બ્યં યસ્ય દૂતસ્ત્વમીદૃક્ ।। ૧૨ ।। સકૃદધરસુધાં સ્વાં મોહિનીં પાયયિત્વા સુમનસ ઇવ સદ્યસ્તત્યજેડસ્માન્ ભવાદૃક્ । પરિચરતિ કથં તત્પાદપદ્મં તુ પદ્મા હ્યપિ બત હ્રતચેતા ઉત્તમશ્લોકજલ્પૈ: ।। ૧૩ ।। કિમિહ બહુ ષડઙૂધ્રે ગાયસિ ત્વં યદૂનામધિપતિમગૃહાણામગ્રતો નઃ પુરાણમ્ । વિજયસખસખીનાં ગીયતાં તત્પ્રસઙ્ગ: ક્ષપિતકુચરુજસ્તે કલ્પયન્તીષ્ટમિષ્ટા: ।। ૧૪ ।। દિવિ ભુવિ ચ રસાયાં કા: સ્ત્રિયસ્તદ્ દુરાપા: કપટરુચિરહાસભ્રૂવિજૃમ્ભસ્ય યા: સ્યુ: । ચરણરજ ઉપાસ્તે યસ્ય ભૂતિર્વયં કા અપિ ચ કૃપણપક્ષે હ્યુત્તમશ્લોકશબ્દ: ।। ૧૫ ।। વિસૃજ શિરસિ પાદં વેદ્મ્યહં ચાટુકારૈરનુનયવિદુષસ્તેડભ્યેત્ય દૌત્યૈર્મુકુન્દાત્ । સ્વકૃત ઇહ વિસૃષ્ટાપત્યપત્યન્યલોકા વ્યસૃજદકૃતચેતા: કિં નુ સન્ધેયમસ્મિન્ ।। ૧૬ ।। મૃગયુરિવ કપીન્દ્રં વિવ્યધે લુબ્ધધર્મા સ્ત્રિયમકૃત વિરૂપાં સ્ત્રીજિતઃ કામયાનામ્ । બલિમપિ બલિમત્ત્વાડવેષ્ટયદ્ ધ્યાઙૂ ક્ષવદ્ યસ્તદલમસિત સખ્યૈર્દુ સ્ત્યજસ્તત્કથાર્થ ।।૧૭ ।। યદનુચરિતલીલાકર્ણપીયૂષવિપ્રુટ્સકૃદદનવિધૂતદ્વન્દ્વધર્મા વિનષ્ટા: । સપદિ ગૃહકુટુમ્બં દીનમુત્સૃજ્ય દીના બહવ ઇહ વિહઙ્ગા ભિક્ષુચર્યાં ચરન્તિ ।। ૧૮ ।। વયમૃતમિવ જિહ્મવ્યાહ્રતં શ્રદ્દધાના:
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૪૨૩
કુલિકરુતમિવાજ્ઞા: કૃષ્ણવધ્વો હરિણ્યઃ । દદૃશુરસકૃદેતત્ત્તન્નખસ્પર્શતીવ્રસ્મરરુજ ઊપમન્ત્રિન્ ભણ્યતામન્યવાર્તા ।।૧૯ ।। પ્રિયસખ પુનરાગા: પ્રેયસા પ્રેષિત: કિં વરય કિમરુન્ધે માનનીયોડસિ મેડઙ્ગ । નયસિ કથમિહાસ્માન્ દુસ્ત્યજદ્વન્દ્વપાર્શ્વં સતતમુરસિ સૌમ્ય શ્રીર્વધૂ:સાકમાસ્તે ।।૨૦।। અપિ બત મધુપુર્યામાર્યપુત્રોડધુનાડડસ્તે સ્મરતિ સ પિતૃગેહાન્ સૌમ્ય બન્ધૂંશ્ર્ચ ગોપાન્। ક્વચિદપિ સ કથા ન: કિઙ્કરીણાં ગૃણીતે ભુજમગુરુસુગન્ધં મૂર્ધ્ન્યધાસ્યત્ કદા નુ ।। ૨૧।। ભા.સ્કં.૧0.અ. ૪૭.શ્ર્લો. ૧૨.- ૨૧. ત્યારે ઉદ્ધવજી બોલ્યા, કે ના, ના, તેને કપટી ન કહો. શ્રીકૃષ્ણ કપટી નથી. તે તો દયાના સાગર છે, તે તમને ભૂલ્યા નથી. તમને તે વારંવાર યાદ કરે છે. ત્યારે રાધાજીએ કહ્યું:-કૃષ્ણ કેવા છે, ઉદ્ધવ! તું જાણતો નથી. કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન અને અનુભવ જેને બરાબર થાય, તે એક ક્ષણ પણ શ્રીકૃષ્ણને છોડે નહિ. એ તો લાલાએ, તને મોટી મોટી જ્ઞાનની વાત કહી સંભળાવી, તને છેતર્યો છે. તને હજુ અસલી સ્વરૂપ બતાવ્યું નથી. અને અસલી સ્વરૂપના તને દર્શન થયાં હોત, તો તું શ્રીકૃષ્ણને છોડીને અત્રે આવ્યો જ ન હોત. કૃષ્ણ કેવા છે તે તું શું જાણે? અમે જ જાણીએ. ઉદ્ધવ! તારા જ્ઞાનની કદર શુદ્ધ પ્રેમભૂમિ વ્રજમાં થશે નહિ. પ્રેમ રાજ્યમાં એક પ્રિયતમનું જ સ્થાન હોય. જ્ઞાન અને યોગની ચર્ચાને અત્રે વ્રજમાં સ્થાન નથી. અમારું જ્ઞાન પણ કૃષ્ણ, યોગ પણ કૃષ્ણ, ધ્યાન પણ કૃષ્ણ, હોવાથી તારા જ્ઞાનને કયાં રાખીશું? ઉદ્ધવ! તું પ્રેમભૂમિમાં આવ્યો છે. પ્રેમની વાતો અત્રે કરજે. ઉદ્ધવ કહે છે:-મથુરામાં શ્રીકૃષ્ણ બિરાજે છે, તેમનો સંદેશો લઈ હું આવ્યો છું. તેઓ ભલે મથુરામાં બિરાજે, પણ તમને અને તમારા પ્રેમને ભૂલ્યા નથી. શ્રી રાધાજીએ કહ્યું:-ઉદ્ધવ! તું આ શું બોલે છે? મારા વ્યાપક ભગવાનને મથુરામાં જ રાખે છે. મને લાગે છે, કે તું છ શાસ્ત્રો ભણ્યો, પણ કોરો ને કોરો જ રહ્યો. ઉદ્ધવ! તું છ શાસ્ત્રો ભણ્યો, પણ તને કંઈ આવડયું નહિ. ઉદ્ધવ! તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી, છ શાસ્ત્રો ભણ્યા પણ તેનું રહસ્ય તું સમજ્યો નથી. ઉદ્ધવ! વ્યાપક બ્રહ્મને તું મથુરામાં રાખે છે. મારા શ્રીકૃષ્ણ તો ઝાડમાં, ધરતીમાં અને મારામાં છે. તેને તું કહે છે કે મથુરામાં બિરાજે છે? મને ચારે તરફ સર્વમાં શ્રીકૃષ્ણ દેખાય છે. શ્રીકૃષ્ણ તો અમારી પાસે છે. અમારા હ્રદયમાં છે. અમારા રોમે રોમમાં છે, જયારે યાદ કરીએ, ત્યારે પ્રગટ થાય છે. ઉદ્ધવ! તે કપટી છે. કોઈ વખત દેખાય છે, અને કોઈ વખત દેખાતા નથી. ઉદ્ધવ! તું બે ચાર મહિનાથી તેનો મંત્રી થયો છે. હું તો જન્મોજન્મથી એમની દાસી છું, તે કેવા છે, તે હું જાણું છું. ઉદ્ધવ, તારે કૃષ્ણકથા કરવી હોય તો મથુરામાં કરજે. ઉદ્ધવ! તે સ્વાર્થી છે. સ્વાર્થી હતો, એટલે સુગ્રીવનો પક્ષ કરી, સુગ્રીવ સાથે મૈત્રી કરી, વાલીને માર્યો. ઉદ્ધવ ફરીથી પ્રણામ કરે છે. રાધાજી કહે છે, ઉદ્ધવ! તું મને કેમ ફરીથી વંદન કરે છે? તને કોણે મોકલ્યો? અમારા પ્રભુએ તને મોકલ્યો છે, એટલે તારું સ્વાગત કરવું, એ મારી ફરજ છે. પરંતુ ઉદ્ધવ! ગામડામાં રહેનારી અમે અભણ સ્ત્રીઓ છીએ, તારા જેવા જ્ઞાનીનું અમે શું સ્વાગત કરીએ? મથુરાના રાજમહેલની અગાશીમાં જે શબ્દ ઉદ્ધવ બોલ્યા હતા, તે શબ્દ પાછા આપ્યા છે. ઉદ્ધવ વિચારે છે, અમે એકાંતમાં જે વાત કરી હતી, તે પણ આ જાણે છે. ઉદ્ધવ કહે છે:-ના, ના મારી ભૂલ થઈ. મને માફ કરો. જ્યાં ગોપી, ત્યાં કૃષ્ણ. રાધાકૃષ્ણ અભિન્ન છે. રાધાકૃષ્ણ એક જ છે. ગોપીઓથી દૂર નથી. કૃષ્ણકીર્તન થાય એટલે શ્રીકૃષ્ણ પ્રગટ થાય. રોજ શ્રીકૃષ્ણ કથા થાય છે.