
નામદેવજી તે પછી વિઠ્ઠલનાથજી પાસે આવ્યા અને સર્વ હકીકત કહી.
વિઠ્ઠલનાથજીએ કહ્યું:-મુકતાબાઈ અને ગોરાકુંભાર, જો કહેતા હોય કે તારું હાંડલુ કાચું તો જરૂર તું કાચો. નામદેવ,
તને હજુ વ્યાપક બ્રહ્મના સ્વરૂપનો અનુભવ થયો નથી, કારણ કે તેં હજુ સદ્ગુરુ કર્યા નથી. તે માટે મંગળવેઢામાં મારા એક ભક્ત
વિસોબા ખેચર રહે છે. તેમની પાસે તું જા. તે તને જ્ઞાન આપશે.
તે પછી નામદેવ વિસોબા ખેચરને ત્યાં ગયા. ત્યાં જઈને જોયું તો વિસોબા ખેચર શિવજીના લિંગ ઉપર પગ મૂકીને સૂતેલા
હતા.
વિસોબાને જાણ થઇ ગયેલી કે નામદેવ આવે છે. તેથી તેને શિક્ષણ આપવા પગ શંકરના લિંગ ઉપર રાખી સૂતા હતા.
નામદેવે આ દ્દશ્ય જોયું. નામદેવને થયું, આવો પુરુષ જે ભગવાનની પણ આમાન્યા રાખતો નથી, તે મને શું શિક્ષણ આપવાનો?
નામદેવે વિસોબાને તેમના પગ શિવલિંગ ઉપરથી લઈ લેવા કહ્યું. વિસોબા ખેચર નામદેવને કહે કે તું જ મારા પગ
શિવલિંગ ઉપરથી ઉઠાવીને કોઇ એવી જગ્યાએ મૂક કે જ્યાં શંકર ન હોય. નામદેવ જયાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટે.
આખું મંદિર શિવલિંગથી ભરાઈ ગયું.
નામદેવને આશ્ર્ચર્ય થયું આ શું? એટલે વિસોબાએ નામદેવને કહ્યું કે ગોરાકાકાએ કહેલું કે તારી હાંડલી હજુ કાચી છે, તે
સાચું છે. તને હજુ સર્વ જગ્યાએ ઈશ્વર દેખાતા નથી. વિશ્વમાં સર્વ જગ્યાએ સૂક્ષ્મ રીતે રહેલા જે તે વિઠ્ઠોબા. ઈશ્વરને તું સર્વમાં
નિહાળજે. ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો એટલે નામદેવને સર્વમાં, સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા.
નામદેવ ( Namdev ) ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં જમવા માટે તૈયારી કરી. એક ઝાડ નીચે બેઠા, ત્યાં રસ્તા ઉપરથી એક કૂતરો આવી
તેનો રોટલો લઈને નાસવા લાગ્યો. આજે નામદેવને તેનામાં, કૂતરામાં પણ હવે વિઠ્ઠલ દેખાયા. રોટલો કોરો હતો. નામદેવ ઘીની
વાટકી લઈ કૂતરા પાછળ દોડયા. વિઠ્ઠલ, ઊભો રહે. ઊભો રહે. રોટલો કોરો છે. તેમાં ઘી ચોપડી આપું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૯
ગુરુ પોતે જ જો સંસારના વિષયોમાં ફસાયેલા હોય તો તે તમને સંસારનાં બંધનમાંથી છોડાવી શક્શે નહિ.
ઈશ્વર સર્વત્ર છે, એમ જો મનુષ્ય માનવા લાગે તો પછી પાપ કરવાની કોઈ જગ્યા જ નહિ મળે.
ઇશ્વર વ્યાપક છે એવો અનુભવ થાય, તો પછી પાપ કરવાનો પ્રસંગ જ ન આવે. ઇશ્વર વ્યાપક છે એવો સતત અનુભવ
કરે, તેને પાપ કરવાની જગ્યા તેમજ સમય જ મળતો નથી.
હિરણ્યકશિપુનો ( Hiranyakashipu ) સંહાર કર્યો. તેમ છતાં નૃસિંહ સ્વામીનો ક્રોધ શાંત થતો નથી. નૃસિંહ સ્વામીનું ઉગ્ર સ્વરૂપ જોઇ, ત્રણે
લોક ભયભીત થયા. તેમની પાસે જવા માટે કોઈની હિંમત ચાલતી નથી. બ્રહ્માજીએ સ્તુતિ કરી. શાંત થાવ. શાંત થાવ. પણ કોણ
સાંભળે?
બ્રહ્માએ લક્ષ્મીજીને કહ્યું:-માતાજી. તમે જાવ તો શાંત થશે.
નૃસિંહ સ્વામીનો ક્રોધ શાંત કરવા, દેવોએ લક્ષ્મીજીને નૃસિંહ ભગવાન પાસે મોકલ્યાં.
લક્ષ્મીજીને એમ કે આ તો મારા ઘરવાળા છે. હું પાસે જઈશ એટલે શાંત થઇ જશે. આજે અભિમાનથી લક્ષ્મીજી આવ્યાં,
દીન થઈને આવે તો પ્રભુ સ્વીકાર કરે. આજે લક્ષ્મીજીને પણ નૃસિંહ સ્વામી ઓળખતા નથી.
તે પછી બ્રહ્માએ ( Brahma ) પ્રહલાદને( Prahlad ) કહ્યું, બેટા પ્રહલાદ. તારા પિતા ઉપર કોપાયમાન થયેલા ભગવાનને તું શાંત કર. ભગવાન આજે
તારા કાજે પ્રગટ થયા છે. માટે તું પાસે જઇશ, તો તેઓ શાંત થઇ જશે.
પ્રહલાદ ભગવાન પાસે ગયા. બે હાથ જોડયા, ચરણમાં સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રહલાદને જોતાં હ્રદયમાં આનંદ
ઉભરાયો, પ્રહલાદને ઉઠાવીને ગોદમાં લીધો અને વાત્સલ્યભાવે તેનું શરીર ચાટવા લાગ્યા.
પ્રહલાદની જેમ ભગવાનની ગોદમાં જે વિરાજે તેને કાળ કાંઇ કરી શકતો નથી.
પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ જરૂરી છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે. શબ્દજ્ઞાનની જરૂર નથી. અનેકવાર
શબ્દજ્ઞાન પ્રભુનું ભજન કરવામાં વિઘ્નરૂપ થાય છે, વિઘ્ન કરે છે.
બીજાની ભૂલો ઢાંકવા તને જ્ઞાની બનાવ્યો છે. બીજાની ભૂલો ખુલ્લી કરવા માટે નહિ. પ્રેમભક્તિ વગરનું જ્ઞાન નકામું છે.
હિરણ્યકશિપુ જેવા માટે ભગવાન ભયંકર અને ક્રૂર છે. પ્રહલાદ જેવા માટે તે કમળ જેવા કોમળ છે.
વિષ્ણુસહસ્રનામમાં પણ ભગવાનને ભયરૂપ, અને ભયકારક સાથેસાથ ભયનો નાશ કરનારાં કહ્યા છે.