
Bhagavat : ધર્મરાજા ( Dharmaraja ) દ્રોણાચાર્ય ( Dronacharya ) સાંભળે તેમ બોલ્યા. ( Ashwatthama ) ‘અશ્વત્થામા હત:’ અને પછી ધીમેથી બોલ્યા ‘નરો વા કુંજરો વા’. દ્રોણાચાર્યે શસ્ત્રનો ત્યાગ કર્યો, શ્રીકૃષ્ણે ( Shri krishna ) ધૃષ્ટધુમ્નને કહ્યું કે એનું માથું કાપી નાખ, દ્રોણાચાર્ય મર્યા. સર્વનું કલ્યાણ થયું.
(૨) દયા:-બીજો ધર્મ-દયા ભાવ રાખવો, એ બીજો ધર્મ છે. બને ત્યાં સુધી બીજાના ઉપયોગમાં આવો. રોજ વિચારો.
આજે મારા પ્રભુને ગમે તેવું પવિત્ર કાર્ય કર્યું કે નહિ? તુલસીદાસે કહ્યું છે:-તુલસી દયા ન છાંડિયે, જબલગ ઘટમેં પ્રાણ.
(૩) પવિત્રતા:- ત્રીજો ધર્મ પવિત્રતા. પવિત્રતા રાખવી એ સર્વનો ધર્મ છે. લોકો આજકાલ શરીરને બહુ શુદ્ધ રાખે છે.
પણ મનને કોઈ શુદ્ધ રાખતા નથી. મનશુદ્ધિ-ચિત્તશુદ્ધિ જરૂરી છે. મન મર્યા પછી પણ આપણી સાથે આવવાનું છે. મર્યા પછી મન
સિવાય કોઈ સાથે આવતું નથી. માટે મનની પવિત્રતા રાખવાની જરૂર છે. શરીર કરતાં મનથી પાપ વધારે થાય છે. મનથી જે પાપ
કરે છે તેનું મન ઈશ્વરના ધ્યાનમાં સ્થિર થતું નથી. વ્યવહારમાં આત્મા એટલો મળી જાય છે કે મન પાપ કરે તેની તેને ખબર
પડતી નથી.
(૪) તપશ્ચર્યા:- ચોથો ધર્મ તપશ્ચર્યા. વાણીને, વર્તનને અને વિચારને શુદ્ધ રાખો એ તપશ્ચર્યા છે.
(પ) તિતિક્ષા:- પાંચમો ધર્મ છે તિતિક્ષા. તિતિક્ષા રાખવી એ સર્વનો ધર્મ છે. ભગવદ્કૃપાથી જે સુખદુઃખ આવે, સહન
કરજો. શત્રુ પ્રત્યે પણ સદ્ભાવ રાખશો તો ભગવાન તમારા પક્ષમાં આવશે અને તમારા શત્રુને સજા કરશે.
એક મહાત્મા પ્રભુના નામનો જપ કરતા જતા હતા. રસ્તામાં ધોબીએ કપડાં ધોઈ ને સૂકવેલા. મહાત્મા તે કપડાંઓ ઉપર
પગ મૂકીને જાય છે. ધોબીએ તે જોયું, ધોબી લાકડીથી મહાત્માને માર મારવા લાગ્યો. ભગવાને વિચાર્યું આ મારું નામ લે છે. તેનું
રક્ષણ નહિ કરું તો મારી આબરુ જશે. મહાત્માનું રક્ષણ કરવા, મહાત્માને બચાવવા, વૈકુંઠમાંથી પરમાત્મા આવ્યા. તેવામાં
મહાત્માએ સહનશીલતા ગુમાવી. મહાત્માને ઈચ્છા થઈ હું પણ તગડો છું. ધોબી મને પહોંચે તેમ નથી. ધોબીને મારવા મહાત્માએ
લાકડી ઉગામી, પ્રભુએ એ જોયું, પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા.
પ્રભુને પાછા આવેલા જોઈને લક્ષ્મીજી પૂછે છે:-તમે તરત પાછા કેમ આવ્યા? પ્રભુએ જવાબ આપ્યો:-હવે મહાત્મા
રહ્યા નથી. હવે બે ધોબીઓ લડે છે. મહાત્મા સહન કરવાનું છોડી દઈ, ધોબી જેવા બન્યા છે. મારી હવે શી જરૂર છે?
અપમાનનું દુઃખ મનુષ્યને ત્યારે લાગે કે જ્યારે તે અભિમાનમાં હોય છે. જીવ દીન થઈ ઈશ્વરના ચરણમાં રહે તો
અપમાનની અસર તેના ઉપર થતી નથી. સહનશક્તિનું નામ તિતિક્ષા છે.
(૬) અહિંસા:-કાયા, વાણી, મનથી કોઈને દુભાવવું નહિ તે અહિંસા છે. જેમ સંગથી સ્વભાવ બદલાય એ સંત છે.
ઋષિમુનીઓના આશ્રમમાં પશુઓ હિંસક સ્વભાવ છોડી શાંતિથી બેસતાં.
(૭) બ્રહ્મચર્ય:-શરીરથી ઘણા બ્રહ્મચર્ય પાળે છે. પરંતુ આંખથી અને મનથી બ્રહ્મચર્ય પાળનારા ઓછા છે. સ્ત્રીએ
કોઈપણ પુરુષના અને પુરુષે કોઈપણ સ્ત્રીના શરીરનું ચિંતન કર્યું, એટલે બ્રહ્મચર્યનો ભંગ થયો. કામનું ગીત સાંભળો તો પણ
બ્રહ્મચર્યનો ભંગ થયો. મનને સ્થિર કરવાનું સાધન છે બ્રહ્મચર્ય.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૦
(૯) સ્વાધ્યાય:-સ્વાધ્યાય કરવો એ સર્વનો ધર્મ છે. સદ્ગ્રન્થનું ચિંતન, મનન એ સ્વાધ્યાય છે.
(૧૦) આર્જવ:-સ્વાભાવને સરળ રાખવો એ સર્વનો ધર્મ છે.
(૧૧) સંતોષ:-ઈશ્વરે જે આપ્યું છે તેમાં સંતોષ માને તે શ્રીમંત. પ્રભુએ જે આપ્યું છે તેને જે ઓછું માને તે દરિદ્રિ છે.
એક ભીખારીને રત્નની વીંટી મળી. તેણે વિચાર્યું મારા કરતાં જે વધારે ગરીબ હોય તેને આ વીંટી આપું. રસ્તે જતાં તેણે
જોયું તો એક શેઠને પાંચ બંગલા છે. છઠ્ઠો બંગલો બંધાવે છે. આ શેઠ તે વખતે મજૂર સાથે મજૂરી બાબત ઝગડો કરતા હતા. શેઠ
રોજ મજૂર સાથે ઝગડો કરે. કામ કરાવીને પૂરતી મજૂરી મજૂરને તે આપતો નથી. ભીખારીએ શેઠને વીટીં આપી. શેઠ કહે મારી પાસે
ઘણું છે, હું ભીખારી નથી. મને શા માટે વીંટી આપે છે? ભીખારી કહે:-તમારી પાસે ઘણું હોય તો લોભ કેમ કરો છો? તમને સંતોષ
નથી એટલે ભીખારી હું નહિ, તમે છો.
વિચાર કરો શ્રીમંત કોણ, શેઠ કે ભીખારી?
(૧૨) સમદૃષ્ટિ:-સર્વમાં સમદૃષ્ટિ રાખવી એ સર્વનો ધર્મ છે. કોઇક કારણ સર ક્રિયામાં વિષમતા કરવી પડે, પણ
ભાવમાં વિષમતા કરશો નહિ.
(૧૩) મૌન:-મૌન રાખવું એ ધર્મ છે. વ્યર્થ કાંઈ ન બોલવું એ મૌન છે. મન ન બોલે એ મૌન. સર્વતો મૌનથી મનને
શાંતિ મળે છે. મૌન રાખવાથી માનસિક પાપનો નાશ થાય છે. બુદ્ધિપૂર્વક વાણી ઉપર અંકુશ રાખજો.
(૧૪) આત્મચિંતન:-રોજ પોતે કોણ છે તેનો વિચાર કરવો એ સર્વનો ધર્મ છે. હું શરીર નથી હું પરમાત્માનો અંશ છું.
જન્મ પહેલાં કોઈ સગા ન હતાં અને મર્યા પછી કોઈ સગાં નથી. આ વચલા કાળમાં સગા છે. તે આવ્યા કયાંથી? તે માયા માત્ર છે.
આત્મસ્વરૂપને જે બરાબર ઓળખે તેને આનંદ મળે છે. મનુષ્યને આ જગત નથી એવો અનુભવ થાય છે, પણ પોતે નથી એવો
અનુભવ થતો નથી. હું પરમાત્માનો અંશ છું. શરીરથી અલગ થઈ જા, દ્રશ્યમાંથી દ્દષ્ટિને હઠાવી સર્વના સાક્ષી દ્રષ્ટામાં મનને
સ્થિર કરો, તો સાચો આંનદ મળશે. આત્મઅનાત્મનો વિવેક એ સર્વનો ધર્મ છે. જગત અપૂર્ણ છે. આત્મા પરિપૂર્ણ છે. મનુષ્ય
જ્યાંસુધી પોતે પોતાના સ્વરૂપને ન જુએ ત્યાંસુધી આંનદ મળતો નથી. વેદની વાણી ગૂઢ હોય છે.