
Bhagavat : ગૃહસ્થ સન્યાસ લેતાં પહેલા વાનપ્રસ્થધર્મનું ( Vanaprastha Dharma ) પાલન કરે. પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરે. વૈરાગ્ય દૃઢ થાય તો સંન્યાસ લે. સંન્યાસ:-પરમાત્મા માટે સર્વસુખનો ત્યાગ એ સન્યાસ.
એક વખત યદુરાજા ( Yaduraja ) અને દત્તાત્રેય ( Dattatreya ) વચ્ચે સંવાદ થયેલો. યદુરાજા એ પૂછેલું:-તમે કોઈ ભોગ ભોગવતા નથી તેમ છતાં હ્રષ્ટપુષ્ટ છો. તેનું કારણ શું?
દત્તાત્રેય જવાબ આપે છે:-મેં નક્કી કર્યું છે કે જગતના જડ પદાર્થમાં આનંદ નથી. સુખ ભોગવવાની ઈચ્છા એ દુ:ખ છે.
મારામાં રહેલો આત્માનંદ હું ભોગવું છું. મારો આનંદ મારો આત્મસ્વરૂપમાંથી મેળવું છું. પ્રારબ્ધ ભોગવીને પૂરું કરું છું. મારી
આત્મનિષ્ઠા દૃઢ રાખું છું. મેં મારા જીવનમાં બે ગુરુ કર્યા છે.
(૧) મધમાખી-મધમાખી જેમ મધ એકઠું કરે છે તેમ લોકો પણ બહુ કષ્ટ વેઠી ધન એકઠું કરે છે. પણ મધમાખીના
મધની જેમ તેને બીજો જ કોઇ ભોગવે છે.
(૨) અજગર-અજગર જેમ હું નિશ્ચેષ્ટ પડી રહું છું, અને પ્રારબ્ધયોગથી જે મળે તેમાં સંતુષ્ટ રહુ છું.
આથી મને વૈરાગ્ય અને સંતોષની પ્રાપ્તિ થઇ છે. એક ઠેકાણે બેસી સતત બ્રહ્મચિંતન કરું છું. મનમાં વિક્ષેપ આવે એવો
કોઇ વ્યવહાર કરતો નથી. ૐ કારનો જપ કરું છું.
તે પછી ગૃહસ્થ ધર્મની કથા શરૂ કરી છે. સાવધાન થઈ પતિ-પત્ની પવિત્ર જીવન ગાળે તો સન્યાસીને જે આનંદ મળે
છે, તે જ આનંદ ગૃહસ્થાશ્રમીને મળે છે. પવિત્ર જીવન ગાળનાર પતિ-પત્ની સાધુસંતોની સેવા કરી, પરમાત્માને પુત્રરૂપે ગોદમાં
રમાડશે, ત્યારે સન્યાસી કેવળ બ્રહ્મચિંતન કરશે. ગૃહસ્થાશ્રમમાં સાવધ રહેવું કે સ્ત્રી એ કામભોગનું સાધન નથી, પરંતુ ધર્મનું
સાધન છે. પત્ની એ ગૃહસ્થાશ્રમમાં સહાયક છે. સ્ત્રીનો સંગ સત્સંગ બને તો ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે. ગૃહસ્થને ટકાવે છે ધર્મ.
ગૃહસ્થને આંગણે સન્યાસી આવે છે. તેથી હું માનું છું કે ગૃહસ્થાશ્રમ સર્વથી શ્રેષ્ઠ છે.
પતિ-પત્ની લાયક હોય તો બરાબર ધર્મ પાળી શકે. ગૃહસ્થ સાવધાન રહે કે પોતાને પાપ ન લાગે. ગૃહસ્થ અંદરથી
અનાસક્ત રહે, બહારથી સર્વ સાથે પ્રેમ રાખે. થાળીમાં આવેલું નહીં, તને પચે એટલું તારું છે.
ગૃહસ્થાશ્રમી બહુ કડક ન થાય અને બહુ સરળ ન થાય. ગૃહસ્થાશ્રમીને એક ખાસ આજ્ઞા કરી છે કે સ્ત્રી ઉપર અતિશય
મમતા ન રાખે. સ્ત્રીને આધીન રહે તો એ મહાન પાપ છે. જે અતિશય સ્ત્રીને આધીન રહે છે તેને જોવાથી પણ પાપ લાગે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૨
એક રાજા હતો. તે પશુ-પક્ષીની ભાષા જાણે. એક દિવસ રાજા-રાણી જમવા બેઠાં હતાં. તે વખતે એક કીડીએ રાણીની થાળીમાંથી થોડું અન્ન રાજાની થાળીમાં મૂકી દીધું, બીજી કીડીએ કહ્યું તું અધર્મ કરે છે. સ્ત્રીનું ઉચ્છિષ્ટ રાજાને ખવડાવે છે. તને વિવેક નથી. બંને કીડીઓની વાત સાંભળી રાજા હસ્યો. રાણીએ રાજાને હસવાનું કારણ પૂછ્યું. રાજા કહે, એ વાત રહેવા દે સાંભળશે તો અનર્થ થશે.
રાજાને મહાત્માએ ( Mahatma ) કહેલું કે પશુ-પક્ષીની બોલીનું જ્ઞાન તને આપુ છું. પરંતુ આ વાત કોઇને કહીશ કે કોઈને આ જ્ઞાન
આપીશ તો તારું મરણ થશે. રાજા સમજાવે છે છતાં રાણી સ્ત્રીહઠ કરે છે. ભલે તમારું મરણ થાય પણ મને તમે કેમ હસ્યા તે કહો.
રાજા ભોળો હતો. સ્ત્રીને આધીન હતો. સ્ત્રીને માટે મરવા તૈયાર થયો. રાજાએ કહ્યું આપણે કાશી જઈશું અને પછી ત્યાં હું વાત
કહીશ. રાજાને એમ કે કાશીમાં મરણ થશે તો મુક્તિ મળશે.
રાજારાણી કાશી જવા નીકળ્યાં. રસ્તામાં જંગલમાં બકરા બકરી રમતાં હતા બકરી બકરાને કહે, તમે કૂવા પાસે જાવ અને
મારા માટે લીલું લીલું ઘાસ લઈ આવો નહીંતર હું ડૂબી મરીશ. બકરો સમજાવે છે ધાસ લેવા જઈશ તો કૂવામાં પગ લપસી પડશે. હું
કૂવામાં પડી જઈશ. મારું મરણ થશે. બકરી કહે છે. તમારું જે થવાનું હોય તે થાય. ભલે તમારું મરણ થાય પણ મને ઘાસ લાવી
આપો. બકરો કહે, હું રાજા જેવો મૂર્ખ નથી કે પત્નીની પાછળ મરવા તૈયાર થાઉં. રાજાએ આ સાભળ્યું. રાજાએ વિંચાર્યું હું કેવો મૂર્ખ
કે પ્રભુભજન માટે મળેલું આ શરીર હું સ્ત્રી પાછળ ત્યાગવા તૈયાર થયો. ધિક્કાર છે મને. મારા કરતાં તો આ બકરો ચતુર છે તે મને
ઉપદેશ આપે છે. રાજાએ રાણીને કહ્યું-હું કાંઈ વાત કહેવાનો નથી. તારે જે કરવું હોય તે કર. રાણીએ હઠ છોડી દીધી.
હ્રદયમાંથી રામ જાય ત્યારે મનુષ્ય કામાંધ બને છે.
ગૃહસ્થાશ્રમમાં દાન કરવા ખાસ આજ્ઞા કરી છે. દાનથી, ધનની શુદ્ધિ થાય છે. ગૃહસ્થને ખાસ એક આજ્ઞા કરી છે કે
વર્ષમાં એક માસ ગંગા કિનારે જવું. એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરવી. વર્ષમાં એક માસ ઠાકોરજીને ( Thakorji ) માટે કાઢો. ઘરમાં બરાબર ભક્તિ થઇ શકતી નથી. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહિ. તીર્થમાં બેસી ઘરને યાદ કરવા કરતાં
ઘરમાં રહી ઈશ્વરનું ભજન કરવું સારું છે. તીર્થમાં લૌકિક વાતો કરવાની હોય નહિ.