
Bhagavat : તમારા કર્મના ફળ તમારે ભોગવવાનાં છે. એમાં દોષ કોને દેવાનો? દાંત તળે જીભ કચડાય તો કોને દંડ આપશો? તે તો
સહન કરવાનું જ રહ્યું. ભક્તિમાર્ગમાં-જ્ઞાનમાર્ગમાં આગળ વધવાનું પહેલું સાધન છે સંયમ. માટે સંયમને ધીરે ધીરે વધારો અને
ભોગમાર્ગમાં વહી જતી ઈન્દ્રિયશક્તિને પ્રભુના માર્ગમાં વાળો.
વાસનાનો વિનાશ થયા પછી બ્રહ્મભાવ જાગે છે. જ્યાં સુધી મનમાં સૂક્ષ્મ વાસના છે ત્યાં સુધી જીવ ઈશ્વરનું મિલન થતું નથી. વાસના જ્ઞાનાનુભવમાં વિઘ્ન કરે છે.
વાસનાનો ( Lust ) વિનાશ કરવા આઠમા સ્કંધમાં ચાર ઉપાયો બતાવ્યા છે. ભાગવતનું ( Bhagwad gita ) ફળ છે રાસલીલા ( Rasalila ) . શ્રીકૃષ્ણને ( Shri Krishna ) મળવું છે, શ્રીકૃષ્ણમાં મળી ગયા પછી જીવ તેમાંથી અલગ થઈ શકતો નથી. રાસમાં તેને પ્રવેશ મળે છે કે જે વાસનાનો વિનાશ કરે છે. અનેક જન્મોની વાસના મનમાં છે. તે અનેક પ્રકારનાં દુઃખ આપે છે, છતાં મનુષ્ય વાસના છોડતો નથી. ઇશ્વરનો અનુભવ થયા વગર વાસના જતી નથી. વિષયોમાં જયાં સુધી આકર્ષણ છે, ત્યાં સુધી વાસના રહેવાની. કુંભકને વધારો તો વાસનાનો વિનાશ થશે, પ્રાણને શરીરમાં ટકાવી રાખો, તો વાસનાનો વિનાશ થશે.
વારંવાર મનથી એવો સંકલ્પ કરો, મારે પરમાત્માને મળવું છે. બે પ્રાણોના મિલનથી આનંદ મળે છે, તો બધાં પ્રાણો જે ઈશ્વરમાં
સૂક્ષ્મ રીતે રહેલા છે તેને મળતાં કેટલો આનંદ થાય. મારે ઈશ્વરને મળવું છે, તેવી વાસના કરો. વાસનાને અલૌકિક બનાવો.
સત્સંગ એટલા માટે કરવાનો કે, ખરાબ સંસ્કાર મનને મળ્યા છે, તે દૂર થાય અને સારા સંસ્કાર મનને મળે. આ
સત્સંગનું ( satsang ) ફળ છે, સત્સંગથી વાસના ઉચ્ચત્તમ બનશે. વાસનાને ઉચ્ચત્તમ બનાવો. વાસનાને અલૌકિક બનાવો. વારંવાર મનુષ્ય જે બોલે છે, જેનો વિચાર કરે છે, તેવો તે થાય છે.
અષ્ટમ સ્કંધમાં ઉપાયો બતાવ્યા છે. વાસનાનો વિનાશ આ ચાર ઉપાયો કરવાથી થાય છે. વાસના ત્યારે જાગે છે, જ્યારે
આ જીવ ઈશ્વરથી દૂર જાય છે. સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડો, તો વાસના જાગશે નહીં. હ્રદયમાં હંમેશ રામ હોય તો, ત્યાં
કામ આવી શકે નહીં.
હરિસ્મરણની આદત પાડવાથી વાસનાનો વિનાશ થાય છે. આ બધું ઇશ્વરનું છે. સર્વના માટે છે, એવું સમજે તો
વાસનાનો વિનાશ થાય છે. સંપત્તિ મારી છે, એમ માનો તો વાસના વધે છે. જીવ લક્ષ્મીનો ( Laxmi ) માલિક થઈ શકે નહીં. જીવ એ
લક્ષ્મીનો દીકરો છે. બાળક થવામાં જે મજા છે તે સ્વામી થવામાં નથી. બાળક થશો તો સુખી થશો. સૂતજી સાવધાન કરે છે:-
બલિ રાજાએ સર્વસ્વનું દાન કર્યું, વિપત્તિમાં સ્વવચન પરિપાલન કરો. ચોથો ઉપાય છે શરણાગતિ.
જીવ ભગવતશરણ થઇને સ્મરણ ન કરે, તો વાસનાનો વિનાશ કરી શકતો નથી. વાસનાનો ક્ષય કર્યા પછી રાસલીલામાં
જવાનું છે. ક્રમે ક્રમે રાજાના મનની શુદ્ધિ કરી શુકદેવજી રાજાને રાસલીલામાં લઈ જશે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૬
અષ્ટમ સ્કંધમાં મન્વંતર લીલા છે. શુકદેવજી વર્ણન કરે છે. રાજન! પ્રત્યેક મન્વંતરમાં પ્રભુનો જન્મ થાય છે. પ્રત્યેક
મનુના રાજ્યમાં પ્રભુનો એક વિશિષ્ટ અવતાર થાય છે.
આ કલ્પમાં છ મનુઓ થયા છે. પહેલા સ્વયંભુવ મનુની કથા, મેં તને કહી. સ્વયંભુવ મનુની પુત્રીઓ આકૂતિ અને
દેવહૂતિનાં ચરિત્રો મેં કહ્યાં.
બીજા મન્વંતરમાં સ્વયંભુવ મનુ તપશ્ચર્યા કરવા વનમાં ગયા. ત્યાં શ્રી યજ્ઞ ભગવાને તેમનું રાક્ષસોથી રક્ષણ કર્યું.
તે મનુએ કહ્યું:-આ સંપૂર્ણ જગત અને આ જગતમાં રહેવાવાળા સર્વ ચર-અચર પ્રાણી તે પરમાત્માથી ઓતપ્રોત છે.
આથી સંસારના કોઈ પદાર્થમાં મોહ કરશો નહીં, તેનો ત્યાગ કરીને જીવનનિર્વાહ પૂરતો જ તેનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો
સર્વથી ત્યાગ કરવો જોઈએ. આ સંસારની સંપત્તિઓ કોની છે? કોની થઈ છે? ત્યાગ કરીને તું ભોગવ, એટલે કે સર્વ ઈશ્વરને ( God ) અર્પણ કર્યા પછી અનાસક્તપણે તું ભોગવ, અને બીજાના ધનની લાલચ કે સ્પૃહા રાખીશ નહિ.
આ સંપૂર્ણ જગત ઈશ્વરથી વ્યાપ્ત છે, એમ જો મનુષ્ય માને, તો તે કાઈનો દ્રોહ નહિ કરે. કારણ કોણ કોનો દ્રોહ કરે?
દ્રોહ કરે તો પોતાની જાતનો જ દ્રોહ કર્યો એમ મનાય.
વિષયમાં મન ન ફસાય તેની કાળજી રાખો. આ ભોગ-પદાર્થ કોઈના થયા નથી અને થવાના નથી. તેમ છતાં મનુષ્ય
તેમાં મમતા અને આસક્તિ કરી બેસે છે.
ઉપર કહેલો અદ્વૈતવાદ સુંદર છે. દ્વૈતવાદ ત્યાગો. ઋષિઓ પણ મોક્ષ મળ્યા પહેલાં કર્મો કરે છે. કર્મ કરનારો મનુષ્ય જ
નિષ્કામભાવને પામે છે.