Bhagavat : છઠ્ઠા ચાક્ષુસ મન્વન્તરમાં સમુદ્રમાંથી અમૃત નીકળ્યું, તે દેવોને ભગવાને પીવડાવ્યું. છઠ્ઠા મન્વન્તરમાં ભગવાન અજીત ( Lord Ajit ) નામે અવતર્યા. સમુદ્રનું મંથન ( Ocean churning ) કરીને અમૃત કાઢી આપ્યું અને પોતે જ કચ્છપરૂપ ધારણ કરી મંદરાચળ પર્વતને પીઠ ઉપર ધારણ કર્યો હતો.
પરીક્ષિત રાજા પૂછે છે:-ભગવાને સમુદ્રમાં મંથન કેવી રીતે કર્યું? કચ્છપરૂપ ધરી મંદરાચળને ( Mandarachal ) પોતાની પીઠ ઉપર શા
માટે ધારણ કર્યો? દેવતાઓને અમૃત કેવી રીતે પીવડાવ્યું, આ સમુદ્ર મંથનની કથા, કૃપા કરીને મને કહી સંભળાવો.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે. રાજન! એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યા. દુર્વાસા ઋષિ ( Durvasa Rishi ) સામા મળ્યા, દુર્વાસાએ પુષ્પમાળા ઈન્દ્રને અર્પણ કરી. સાધુબ્રાહ્મણ આપે છે તે સદ્ભાવથી આપે છે. તેનો અનાદર ન કરો, પરંતુ માથે ચડાવો. તેનો સ્વીકાર કરો. પરંતુ ઈન્દ્ર સંપત્તિમાં સાનભાન ભુલ્યા હતા. તે માળા તેમણે હાથીની સૂંઢ ઉપર ફેંકી દીધી. તે માળા હાથી પગ તળે કચડવા લાગ્યો. દુર્વાસાને લાગ્યું ઈન્દ્ર મારું અને પુષ્પમાં જે લક્ષ્મીજી છે તેનું અપમાન કરે છે. તું મારું અપમાન કરે છે અને લક્ષ્મીનું અપમાન કરે છે.
દુર્વાસાએ ઈન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્ર થઇશ. સંપત્તિમાં સાનભાન ભૂલ્યો છે તે દરિદ્ર ન થાય ત્યાં સુધી તેને સાનભાન આવતું
નથી. તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યને મળે છે. દેવો ભગવાનને શરણે ગયા છે, અમને અમારું રાજ્ય પાછું મળે તેવું કરો. ભગવાને
આજ્ઞા આપી છે, તમે સમુદ્રમંથન કરો. તેમાંથી અમૃત નીકળશે તે હું તમને પીવડાવીશ, તમે અમર થશો. જેને જ્ઞાનરૂપી,
ભક્તિરૂપી અમૃત મળે છે તે અમર બને છે. પરંતુ આ મોટું કામ છે. તેમાં તમારા શત્રુઓનો સાથ લેજો. નહિતર શત્રુ તમારા કાર્યમાં
વિઘ્ન કરશે. તમે દૈત્યો સાથે મૈત્રી કરો. દૈત્યો અભિમાની છે. તેમનાં વખાણ કરજો એટલે તેમની મૈત્રી થશે.
દેવો અને દૈત્યો અમૃત મેળવવા સમુદ્રનું મંથન કરવા લાગ્યા. મંદરાચળ પર્વતની રવઈ બનાવવામાં આવી છે અને
વાસુકિ નાગનું દોરડું બનાવ્યું છે.
સંસાર એ જ સમુદ્ર છે. તમારા જીવનનું મંથન કરો. સમુદ્રમંથન એ જીવનનું મંથન છે. જીવનમાં મંથન કરવાનું છે.
સંસારસમુદ્રનું મંથન કરી, જ્ઞાનરૂપી અને ભક્તિરૂપી અમૃત મેળવવાનું છે. જે જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરે છે તે અમર
બને છે.
મંદરાચળ પર્વત એટલે મનને પર્વત જેવું સ્થિર કરવું તે, અને વાસુકિ નાગ એટલે પ્રેમ દોરી.
સોળમું વર્ષ થાય એટલે મનની અંદર મંથન શરૂ થાય. શિવપુરાણમાં ( Shiva Purana ) કથા છે. શિવજીએ કામને આજ્ઞા કરી છે.
વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા છોડી તું મનુષ્યોને ત્રાસ આપજે. યુવાવસ્થામાં પૂર્વજન્મનાં સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે. તે
વખતે મંદરાચળની રવઈ બનાવજો. તમારા મનને મંદરાચળ પર્વત જેવું સ્થિર કરો. મન ચંચળ બને નહીં વધારે નહિ, તો ત્રણ
કલાક રોજ ઠાકોરજીની સેવા કરો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૦
ઠાકોરજીના ( Thakorji ) કોઈ સ્વરૂપમાં સ્થિર કરો. મનને સાકાર વસ્તુનાં દર્શન કરવાની ટેવ પડી છે. સગુણનો સાક્ષાત્કાર બરાબર ન કરે ત્યાં સુધી નિર્ગુણમાં દૃષ્ટિ સ્થિર થતી નથી. ભગવાનના સગુણ સ્વરૂપમાં સ્થિર થયેલું મન નિર્ગુણ સ્વરૂપમાં પણ સ્થિર થઇ શકે છે.
નિરાધાર મન સંસારમાં ડૂબે છે. મંદરાચળને આધાર ન હતો, એટલે ડૂબવા લાગ્યો. મનરૂપી મંદરાચળ આધાર વગર
સ્થિર થઇ શકતો નથી. તેને ભગવત સ્વરૂપ ભગવનના નામનો આધાર જોઈએ તેને આધાર મળે તો તે સંસાર સમુદ્રમાં ડૂબશે
નહિ.
સમુદ્રમાં અનેકાનેક ઔષધિઓ પધરાવી, મંથન કરવામાં આવ્યું છે, ઔષધિઓ એટલે દવા, અને બીજો અર્થ થાય છે
અન્ન. જળ અને અન્ન તે ઔષધિ છે. શરીરને આવશ્યક હોય એટલું આપજો. ભૂખ અને તરસને રોગ માનજો. તેને સહન કરવાની
ટેવ પાડો. અન્ન અને જળ એ ઔષધ છે. રોગ નિવૃત્તિ માટે જે પ્રમાણમાં દવા ખવાય છે તે પ્રમાણે અન્નજળનું સેવન કરજો. શરીર
હલકું હશે તો ભજનમાં આનંદ આવશે.