
Bhagavat: બ્રહ્મચર્યાશ્રમ ( Brahmacharya Ashram ) નષ્ટ થયો ત્યારથી આપણા દેશની દુર્દશા થઈ છે.
બ્રહ્મચર્યના પાલન વગર કોઈ મહાન થયો નથી કે થવાનો નથી.
જેણે બ્રહાચર્યનું પાલન કરવું છે, તેણે લાકડાની સ્ત્રીને પણ શરીર કે મનથી પણ સ્પર્શ ન કરવો.
ન સ્પૃશેત્ દારવીમપિ । બ્રહ્મચર્ય પાળવું હોય તો સ્ત્રીના કેશ કે મુખ તરફ પણ ન જોવું, સ્ત્રીના કેશમાં અને મુખમાં કામ
વસે છે, આ કથનમાં સ્ત્રીની નિંદા નથી, પણ કામની નિંદા છે. પરસ્ત્રીને માતા ગણવી. જગતમાં જેટલા મહાપુરુષો થયા છે,
તેટલાએ પરસ્ત્રીને મા ગણી છે. તેઓ બ્રહ્મચર્યનું પાલન કરવાથી મોટા થયા છે. લક્ષ્મણજીએ ( Laxman ) ચૌદ વર્ષના વનવાસમાં સીતાજીનાં ( Sita ) ચરણો સિવાય બીજુ કંઇ જોયું ન હતું. જ્યારે રામચંદ્રજી ( Ramachandra ) સીતાજીનો ચન્દ્રહાર બતાવી પૂછે છે. લક્ષ્મણ, આ હાર તારી ભાભીનો છે? ત્યારે લક્ષ્મણ કહે છે:-આ હારને મેં જોયો નથી. કારણ કે મેં કદી મારાં ભાભીના મુખ સામે જોયું નથી.
રામચંદ્રજીએ સીતાજીનાં દાગીના બતાવી લક્ષ્મણજીને પૂછ્યું. કે આ દાગીના તું ઓળખે છે? ત્યારે લક્ષ્મણજીને કહેવું
પડયું.
નાહં જાનામિ કેયુરે, નાહં જાનામિ કુણ્ડલે,
નુપુરેત્વડભિજાનામિ નિત્ય પાદાભિવન્દનાત્ ।।
હું હારને કે કાનના કુંડલને ઓળખતો નથી. ફકત પગનાં ઝાંઝરને ઓળખું છું. કારણ પદવંદન કરતી વખતે નિત્ય તે
મારા જોવામાં આવતાં.
કેવું આદર્શ બ્રહ્મચર્ય પાલન.
કામને જીતવો મુશ્કેલ એટલે બ્રહ્મચર્યનાં વખાણ ખૂબ કરવામાં આવ્યાં છે.વ્યાસ ભગવાન ભાગવતની રચના કરતા હતા ત્યારે શ્ર્લોક રચી પોતાના શિષ્ય જૈમિની ઋષિને તે શ્લોકો તપાસી જવા માટે વાંચવા આપતા.
નવમા સ્કંધમાં જૈમિનીના વાંચવામાં આવ્યું.
બલવાનિન્દ્રિયગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ ।।
ઈન્દ્રિયો ( senses ) એટલી બળવાન છે કે, ભલભલા વિદ્વાનોને પણ ચળાવી દે છે.
શ્લોક વાંચી જૈમિનીને લાગ્યું કે આ શ્લોક રચવામાં વ્યાસ દેવજીની ( Vyasa Devji ) ભૂલ થયેલી છે. વિદ્વાંસમપિ કર્ષતિ ને બદલે વિદ્વાંસં
નાપકર્ષતિ લખવું જોઈએ.
શું વિદ્વાન માણસોને ઇન્દ્રિય વિચલિત કરી શકે છે?
તેમણે વ્યાસને વાત કરી. અને વિદ્વાંસં નાપકર્ષતિ એ પ્રમાણે લખવા કહ્યું. વ્યાસજીએ કહ્યું કે જે લખેલું છે તે બરાબર છે,
તેમાં ભૂલ થયેલી નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૯
એક દિવસ એવું બન્યું કે જૈમિની સંધ્યા કરી, તેનું જળ આશ્રમ બહાર રેડવા આવ્યા ત્યારે એક યુવતિને બહાર ઝાડ નીચે
વરસાદમાં ભીંજાતી ઊભેલી જોઈ. વસ્ત્રો ભીંજાયેલા હતા એટલે તેનું આખું શરીર દેખાતું હતું. જૈમિની યુવતિનું રૂપ જોઈને
પ્રલોભનમાં પડયા.
આંખ-રતનનું હંમેશા જતન કરજો. જૈમિનીએ તે સ્ત્રીને કહ્યું, અંદર આવો આ ઝુંપડી તમારી છે.
આશ્રમમાં આવી વિશ્રામ કરો. સ્ત્રીએ કહ્યું-પુરુષો લુચ્ચા હોય છે. તેઓનો ભરાસો કેમ કરાય?
જૈમિનીએ કહ્યું:-અરે, હું પૂર્વમીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ. મારો ભરોસો નહિ? મારા જેવા તપસ્વી જ્ઞાનીનો
ભરોસો નહિ કરો તો કોનો કરશો? આ ઝૂંપડી તમારી છે. આશ્રમમાં આવી વિશ્રામ કરો. તે સ્ત્રીને આશ્રમની અંદર લાવ્યા. તે પછી
વસ્ત્ર બદલવા આપ્યા. ફરીથી તેનું રૂપ જોઈ જૈમિનીનું મન વધારે લલચાયું. તે સ્ત્રીને પૂછયું:-તમારું લગ્ન થયેલું છે?
સ્ત્રીએ ના પાડી. જૈમિનીએ તેને પરણવાની દરખાસ્ત મૂકી.
યુવતીએ કહ્યું:-કે મારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ પુરુષ મારો ઘોડો બની મને સવાર કરાવી અંબાજી માતાના
મંદિરે દર્શન કરાવવા લઈ જાય, તેની સાથે હું પરણું.
વળી મારા બાપુને મેં વચન આપેલું છે કે મોઢું કાળું કરીને જમાઇને હું લઈ આવીશ. જૈમિનીએ વિચાર્યું, ભલે મોઢું કાળુ
થાય પણ, આ તો મળશે ને. જૈમિનીએ મોઢું કાળું કર્યું અને ઘોડો થવા પણ તૈયાર થયા. પુરુષ પરસ્ત્રીને કામભાવથી જુએ તો
મોઢું કાળું થાય છે.
જૈમિની તે પછી ઘોડો બન્યા અને તે યુવતી તેના ઉપર સવાર થઈ. આ પ્રમાણે વરઘોડો અંબાજીના ( Ambaji ) મંદિર પાસે આવ્યો.
મંદિરના ઓટલે વ્યાસજી બેઠા હતા. તેમણે આ દ્રશ્ય જોઈ પૂછ્યું:-બેટા કર્ષતિ કે નાપકર્ષતિ? જૈમિની કહે, કર્ષતિ. તમારો શ્લોક
સાચો છે.