
Bhagavat: બલીરાજાની રાણીનું નામ વિંધ્યાવલી અને પુત્રીનું નામ રત્નમાલા. રત્નમાલાના મનમાં સંકલ્પ થયો. કેટલો સુંદર છે?
આ છોકરાને જે માતાએ ધવરાવ્યો હશે, તેને કેવું સુખ થયું હશે. બટુક વામન ભગવાનનું સ્વરૂપ જોઇ વાત્સલ્યભાવ જાગ્યો.
ધવરાવવાની ઈચ્છા થઈ. પાછળથી જ્યારે બટુકજીનું પરાક્રમ જોયું એટલે મારવાનો ઈરાદો થયો. બન્ને ભાવવાળી થઈ, તેથી બીજા
જન્મમાં તે પૂતના બની. બાળકના રૂપમાં આસક્તિ રહી ગઈ તેથી તે પૂતના થઈ.
બલિરાજા ચરણ સેવા કરે છે. વિંધ્યાવલી જળ રેડે છે. બ્રાહ્મણો પુરુષસૂકતનો પાઠ કરે છે. બલિરાજા ( Baliraja ) ધીરે ધીરે ચરણ
પખાળે છે. આજે હું પવિત્ર થયો. મારા પિતૃઓને મોક્ષ ગતિ મળી. આવા પવિત્ર બ્રાહ્મણનું ( Brahmin ) ચરણોદક મને મળ્યું. વામનજીની ( Vamanji ) પ્રાર્થના કરી, આજે હું કૃતાર્થ થયો છું. મારો યજ્ઞ સફળ થયો. આજે મારું કલ્યાણ થયું છે. હું આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. જે માતાપિતાએ બહુ પુણ્ય કર્યા હોય તેમને તમારા જેવો દીકરો થાય છે. મને થાય છે કે મારું સર્વસ્વ અર્પણ કરી હું વનમાં જઈ
ઇશ્વર ભજન કરું.
વામનજી મનમાં બોલે છે:-એ તો તારું લેવા જ બટુક બ્રાહ્મણ થઇને આવ્યો છું. બલિરાજા બોલ્યા:-મહારાજ! તમને
કાંઈ માંગવાની ઈચ્છા હોય તેમ લાગે છે. સંકોચ છોડી જે જોઇએ તે માંગો, રાજ્ય, ગાયો, બ્રાહ્મણકન્યા જે જોઈએ તે માંગો. જે
માંગશો તે આપીશ. વારંવાર બલિએ એવી પ્રાર્થના કરી.
જેને ત્યાં માંગવા જાવ એના વડવાઓનાં વખાણ કરો એટલે રંગમાં આપશે. આજકાલ તો એવો રિવાજ થયો છે કે
ઘરવાળીના વખાણ કરશો એટલે જલદી પીગળશે. વામનજીએ બલિરાજાનાં વખાણ કર્યાં. તમારા દાદા પ્રહલાદ ( Prahlad ) મહાન
ભગવતભક્ત હતા. એવા ભક્ત થયા નથી અને થવાના નથી. પ્રહલાદનો પ્રેમ એવો કે પરમાત્માને સ્તંભમાંથી પ્રગટ થવું પડયુ
હતું એવું મેં સાંભળ્યું છે. તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા. એવો ઉદાર થયો નથી અને થવાનો નથી. એક બ્રાહ્મણને તમારા
પિતાએ આયુષ્યનું દાન કર્યું હતું. ઇન્દ્ર વિરોચન પાસે બ્રાહ્મણ બનીને આવ્યો ને કહ્યું, મારું આયુષ્ય થોડું જ બાકી છે, બ્રાહ્મણી
વિધવા થશે. મને આયુષ્યનું દાન કરો. આવેલા બ્રાહ્મણને ના પાડું એ ઠીક નહીં, એમ વિચારી વિરોચન રાજાએ આયુષ્યનું દાન
આપ્યું.
તમારા પરદાદા મહાન વીર હતા, આવો વીર થયો નથી અને થવાનો નથી.
બલિરાજા વિચારે છે. દેખાય છે મહારાજ સાત આઠ વર્ષના અને વાતો કરે છે મારા દાદા અને પરદાદાની. તેથી બલિરાજા
પૂછે છે:-મહારાજ. તમે મારા દાદા પરદાદાને જોયેલા?
વામનજી મહારાજ કહે છે:-ના, ના, હું તો આઠ વર્ષનો છું. મેં તમારા દાદા-પરદાદાને કયાંથી જોયા હોય. મારા વડીલો
પાસેથી સાંભળ્યું છે તે કહું છું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૧
તમારામાં તમારા પ્રપિતામહ હિરણ્યકશિપુ ( Hiranyakashipu ) જેવી શકિત છે. દાદા પ્રહલાદ જેવી ભકિત અને પિતા વીરોચનના જેવી
ઉદારતા છે. તમારામાં એ ત્રણેના ગુણો છે. પિતાશ્રીની ઉદારતા, દાદાની ભક્તિ અને પરદાદાની વીરતા, તમારામાં ઉતરી આવ્યાં
છે.
બલિરાજાએ કહ્યું:-માંગો, આપ જે માંગશો તે આપીશ.
રાજાને પહેલાં વચનથી બાંધી લીધા. તે પછી વામનજી બોલ્યા રાજન! હું લોભી બ્રાહ્મણ નથી. હું સંતોષી છું. મારા
પગથી માપીને ત્રણ પગલાં ભૂમિ લેવા આવ્યો છું તેટલી ભૂમિ તમે મને આપો. બલિરાજા વિચારે છે. બાળક છે, તેથી માંગવામાં
વિવેક નથી. આ મહારાજ ભણ્યા છે પુષ્કળ, પણ ગણ્યા નથી. બાળક છે એટલે માંગતાં આવડતું નથી. કહ્યું, મહારાજ! તમને
માંગતા આવડતું નથી. ત્રણ પગલાં ભૂમિ નહિ ત્રણ ગામ દાનમાં આપું. જગતમાં મારી પ્રસિદ્ધિ છે કે જે બ્રાહ્મણનું પૂજન કરી હું
દાન આપુ છું તેણે બીજા કોઇના ઘરે દાન લેવા જવાનું રહેતું નથી. મારી પાસે દાન લીધા પછી તમે બીજા કોઇ પાસે દાન લેવા જાવ
તો મારું અપમાન થાય. તમારા મુખના દર્શન કરી હું તો સમજી ગયો કે તમે સંતોષી બ્રાહ્મણ છો. પણ આ ત્રણ પગલાં પૃથ્વીનું
દાન આપતાં મને બહુ સંકોચ થાય છે. માટે કાંઇક વધુ માંગો. હું જાણું છું કે આપ લોભી નહીં, સંતોષી છો. પણ આ તો બહુ ઓછું
છે. મને આપતાં શરમ આવે છે.
વામન ભગવાન બોલ્યા:-રાજન્! તમને ધન્ય છે. તમે અવું બોલો તેમાં આશ્ર્ચર્ય નથી. રાજા, તમે ઉદાર છો પણ દાન
લેતાં મારે વિચાર કરવો જોઈએ ને. મારે માંગવામાં વિવેક રાખવો જોઇએ ને. રાજન્! લોભથી લોભ વધે છે. સંતોષથી તૃપ્તિ થાય છે.
આ સંસારના સર્વ ભોગપદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ-વૈરાગ્ય વિના શાંતિ મળતી નથી. લોભ એ જ પાપનું મૂળ છે.
બ્રાહ્મણ સંગ્રહ કરવા દાન ન લે. અતિસંગ્રહ કરવાની વૃત્તિથી બ્રાહ્મણ દાન લે, તો તેના યજમાનનું પાપ આવે છે. તેને પાપ લાગે
છે. મને વધારે જરૂર નથી. અતિસંગ્રહથી વિગ્રહ થાય છે.