
Bhagavat : જે સદાચારી અને પવિત્ર જીવન ગાળે છે, તેને ત્યાં ભગવાન ભિક્ષા માંગવા આવે છે.
પરમાત્મા આંગણે આવે, ત્યારે ત્રણ વસ્તુઓ માંગે છે. ભગવાન ત્રણ પગલાં પૃથ્વી માંગે છે. એટલે કે જીવમાત્ર પાસેથી
પરમાત્મા ત્રણ વસ્તુઓ માંગે છે, તન, મન,અને ધન, એ ત્રણ ભગવાનને આપવાં જોઈએ. તનથી સેવા કરશો તો શરીરનું
અભિમાન, દેહાભિમાન ઓછું થશે. મનથી સેવા કરશો તો અહંકાર ઓછો થાય છે. ધનથી સેવા કરતાં ધન ઉપરની મમતા ઓછી
થાય છે. પૈસા ઉપરનો મોહ નષ્ટ થાય છે. મનથી સેવા કરવાથી થાકનો અનુભવ થતો નથી. તન, મન અને ધન ભગવાનને આપે
ત્યારે જ રાસલીલામાં સ્થાન મળે. જીવબ્રહ્મનું મિલન થાય. માટે એ ત્રણેથી ઈશ્વરની સેવા કરો. સર્વ વસ્તુઓ ભગવાનની છે. અંતે
ભગવાનને સમર્પણ કરવાની છે. તેનું જ આપેલું આપવાનું છે.
ત્વદીયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પયે ।
તન મન અને ધન, બલિની જેમ ભગવાનને અર્પણ કરે, તેના દ્વારપાળ ભગવાન બને. જે ઠાકોરજીની ( Thakorji ) તન, મન, ધનથી
સેવા કરે તેના દ્વારે ભગવાન પહેરો ભરે છે. ઈશ્વરની તન, મન, અને ધનથી સેવા કરે તેના શરીરની પ્રત્યેક ઇન્દ્રિય દ્વારે, ભગવાન
નારાયણ ( Lord Narayan ) બિરાજે છે. તેનું રક્ષણ ભગવાન કરે છે. આ ઇન્દ્રિયો તો શરીરનું એક એક દ્વાર છે. આ એક એક ઈન્દ્રિય ઉપર રામને રાખો તો કામ પજવશે નહિ.
પરમેશ્વરને જે તન, મન, ધન અર્પણ કરે તેના શરીરનું-તેની દરેક ઇન્દ્રિયોનું ભગવાન રક્ષણ કરે છે. તન, મન, ધનથી
ઈશ્વરની સેવા કરો. તો તમારી એક એક ઈન્દ્રિયના દ્વાર પર ભગવાન પહેરો ભરશે.
એના કાનમાં કેનૈયો, એની આંખમાં કનૈયો. એના હૈયામાં કનૈયો રહેશે.
ત્રણ પગ પૃથ્વીનો બીજો અર્થ:-સત્ત્વ, રજ, તમ, એ ત્રણ ગુણો ઈશ્વરને અર્પણ કરો. શરીરથી ભગવત સેવા ખૂબ
કરશો, તો તમોગુણ ઓછો થશે. ઈશ્વરસેવામાં ધન ખૂબ વાપરશો, તો રજોગુણ ઓછો થશે. તન, ધન આપો પણ મન આપશો
નહિ તો પરમાત્મા રાજી થશે નહિ. તનથી સેવા થાય, પણ મનથી ન થાય તો સેવામાં આનંદ આવતો નથી. મનથી ઇશ્વર સાથે
સંબંધ જોડવાનો છે. મનુષ્ય સર્વસ્વ ઈશ્વરને આપતો નથી. મનુષ્ય થોડું રાખીને પછી પરમાત્માને આપે છે, એટલે પરમાત્મા
પ્રસન્ન થતા નથી.
સત્ત્વગુણનો નાશ કરવા માટે મનને પણ શ્રીકૃષ્ણને અર્પણ કરવાનું છે. મનને પરમાત્માની સેવામાં પરોવી રાખવાનું છે.
મન વિષયોમાં અને તન ઠાકોરજી પાસે એ ચાલશે નહીં, સેવામાં આંસુ આવે તો માનજો ઠાકોરજીએ કૃપા કરી છે. સેવા કરતાં થાક
ઉતરે છે. ઈશ્ર્વર સાથે સંબંધ થાય તો થાક ઉતરે. જ્ઞાની ઈશ્ર્વર સાથે, મનથી સંબંધ જોડે છે શરીરથી નહીં.
સમર્પણ કરનારો, પોતાનું પણ સમર્પણ કરે. દાન આપ્યા પછી બલિરાજા ભગવાનને નમતો નથી, એટલે ભગવાનને
ગમતો નથી. બલિરાજાને ( Baliraja ) સૂક્ષ્મ અભિમાન હતું. મનમાં થોડી ઠસક હતી કે મેં ઘણું આપી દીધું છે. સમર્પણ કર્યા પછી દૈન્ય દીનતા આવ્યાં નહીં. કરવાનું બધું વિધિપૂર્વક પણ માનવાનું કે મેં કાંઈ કર્યું નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૭
ભગવાનને કહેવાનું:- નાથ! મંત્રહીનં ક્રિયાહીનં ભક્તિહીનં જનાર્દન ।
મારાં કર્મ મંત્રરહિત, ક્રિયારહિત, ભક્તિરહિત છે, મારી કાંઈ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો અને મારા કર્મને પરિપૂર્ણ
માનજો.
સત્કર્મ કર્યા પછી દૈન્ય ન આવે તો તે સત્કર્મ સફળ થતું નથી. કર્મ બાધક થતું નથી પણ કર્મ મેં કર્યું છે એવો અહંકાર
બાધક છે. હું કાંઇ કરું છું, હું જ્ઞાની છું, એવો અહંકાર થાય તો પ્રભુ ઉપેક્ષા કરે છે. હ્રદયથી નમશો તો ભગવાનને ગમશો.
બલિમાં દૈન્ય આવ્યું, એટલે સેવ્ય સેવક બન્યા છે, ભગવાન પહેરો ભરવા તૈયાર થયા છે.
તેની દરેક ઇન્દ્રિયમાં આવીને ભગવાન બિરાજે છે. બલિ રાજાના સૂતલપાતાળના દ્વાર ઉપર વામન ભગવાન પહેરો ભરે
છે આ તેનો અર્થ છે.
સૂતળપાતાળમાં બલિએ પ્રવેશ કર્યો છે. પ્રત્યેક દરવાજે શંખ, ચક્ર, ગદા, પદ્મધારી શ્રીકૃષ્ણ ( Shri Krishna ) . પ્રત્યેક ઇન્દ્રિયમાં શ્રીકૃષ્ણ
રહે છે.
રાવણ ( Ravana ) ફરતો ફરતો પાતાળમાં બલિ સાથે લડવા આવ્યો. તેણે વામનને દ્વારે પહેરો ભરતા જોયા.
રાવણે કહ્યું:-મારે બલિ સાથે યુદ્ધ કરવું છે. વામનજીએ કહ્યું:- હું તો સેવક છું. પહેલાં મારી સાથે લડ, પછી મારા
માલિક સાથે. વામન ભગવાને રાવણની છાતી ઉપર લાત મારી. તે સમુદ્ર કિનારે જઈ પડયો. રાવણ એ કામ છે. તમારા ઇન્દ્રિય
દ્વારે ભગવાન પહેરો ભરે તો, તેમાં કામ પ્રવેશ કરી શકે નહિ.