
Bhagavat : માછલો એ વૃત્તિ છે. વૃત્તિ વિશાળ થાય છતાં તે બ્રહ્માકાર ( Brahmakar ) ન થાય, ત્યાં સુધી શાંતિ નથી. હું સર્વમાં છું અને સર્વ મારામાં છે. આવરણનો ભંગ કરવા બ્રહ્માકારવૃત્તિ આવશ્યક છે. આ જીવના હ્રદયમાં ઈશ્વર રહેલા છે. છતાં જીવ દુ:ખી થાય, તો પણ
ઇશ્વરને જરા પણ દુ:ખ થતું નથી.
દીવાના પ્રકાશે ભાગવતનો પાઠ કરે અથવા તે પ્રકાશે કોઇ દુર્જન ચોરી કરે, તોપણ દીવાને તેના પ્રત્યે ભાવ કે કુભાવ
નથી. દીવાનો એક જ ધર્મ છે. સર્વને પ્રકાશ આપવાનો. પ્રકાશને કોઇની સાથે સંબંધ નથી.
ઈશ્ર્વર: સર્વભૂતાનાં હ્રદ્દેશેડર્જૂન તિષ્ઠતિ ।
પરમાત્મા સર્વના હ્રદયમાં રહી દીવાની જેમ પ્રકાશ આપે છે. જીવ પાપપુણ્ય કરે, તેની અસર સાક્ષીભૂત પરમાત્માને
થતી નથી. ઈશ્વર ન કહેવાય નિષ્ઠૂર અને ન કહેવાય દયાળુ. ઇશ્વરમાં કોઈ ધર્મ નથી. ઈશ્વર આનંદરૂપ છે. સર્વ વ્યાપક છે. આ
સ્વરૂપથી આપણને વિશેષ લાભ થતો નથી. બુદ્ધિથી પર પરમાત્મા બેઠા છે. બુદ્ધિમાં પ્રકાશ ઇશ્વર આપે છે. ઇશ્વરને પ્રકાશ
આપનાર કોઇ નથી. ઇશ્વર સ્વયંપ્રકાશિત છે. ઇશ્વર સિવાય સર્વ પરપ્રકાશિત છે. આ ઈશ્વરનું એક સ્વરૂપ બતાવ્યું કે જે દીવા
જેવું છે. જે આપણને પ્રકાશ આપે છે. જ્ઞાની પુરુષો તે સ્વરૂપનો અનુભવ કરવા બ્રહ્માકારવૃત્તિ ધારણ કરે છે. મન સતત ઇશ્વરના
આકારનું ચિંતન કરે. વૃત્તિ જયારે કૃષ્ણાકાર, બ્રહ્માકાર બને ત્યારે શાંતિ મળે છે. ઈશ્વર વિના મનોવૃત્તિને ,જ્યાં રાખો ત્યાં તેને
જગ્યા સાંકડી પડે છે. ઈશ્વર વિના બધું અલ્પ છે. તેથી કોઈ પણ વૃત્તિમાં મનોવૃત્તિ શાંત થતી નથી, વૃત્તિ કૃષ્ણાકાર બને અને
ભગવત સ્વરૂપ બને, ત્યારે આનંદ થાય છે.
લાકડાંમાં અગ્નિ છે, પણ તેનો ઉપયોગ કરતાં આવડતું નથી. લાકડાંમાં રહેલા અગ્નિ ઉપર બહારનો લૌકિક અગ્નિ મૂકો
ત્યારે ભડકો થશે. સ્વયંપ્રકાશી પરમાત્મા સર્વના હ્રદયમાં રહી, માત્ર પ્રકાશ જ આપે છે. બીજું કાંઈ કરતા નથી. પ્રભુનું સગુણ
સ્વરૂપ હ્રદયમાં પધરાવો અને તેમાં વૃત્તિ તદાકાર બને ત્યારે જ શાંતિ મળે.
અનાધવિદ્યોપહતાત્મસંવિદસ્તન્મૂલસંસાર પરિશ્રમાતુરા: ।
યદૃચ્છયેહોપસૃતા યમાપ્નુયુર્વિમુક્તિદો ન: પરમો ગુરુર્ભવાન્ ।।
રાજા, તમારું કલ્યાણ કરવા હું આવ્યો છું. મત્સ્યનારાયણે ( Matsyanarayana ) કહ્યું. આજથી સાત દિવસ પછી પ્રલય થવાનો છે. પ્રલયમાં સર્વનો નાશ થશે. મારું સ્મરણ કરો. હું તમારું રક્ષણ કરીશ. મારાં શીંગડાંમા તમારી નાવડી બાંધી દેજો. મનુમહારાજ પરમાત્માનું
ધ્યાન કરતા હતા. પૃથ્વી જલમય થઈ. બ્રહ્માકારવૃત્તિ ત્યારે થાય છે કે, જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે. મત્સ્યનારાયણ ભગવાન
એ સદ્ગુરુનું સ્વરૂપ છે. આપ મારી નૌકાને સામે પાર લઈ જાવ. હું આપને શરણે આવ્યો છું. ગુરુકૃપા વગર મન ઇશ્વરમાં સ્થિર થતું
નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૩૯
વૃત્તિને બ્રહ્માકાર બનાવો. સત્યવ્રત બનો. સત્યનું પાલન કરો. આ ચરિત્રનું તાત્પર્ય એ છે કે સત્યનિષ્ઠ જીવ એ જ,
સત્યવ્રત મનુ. કૃતમાલાના કિનારે રહો, એટલે સત્કર્મની પરંપરામાં રહો તો સત્યવ્રત= જીવાત્માની વૃત્તિ બ્રહ્માકાર બને છે. અને
ત્યારે મત્સ્યનારાયણ તેના હાથમાં આવે છે. એવા અધિકારી જીવને પરમાત્મા મળે. પ્રલયમાં સર્વનો નાશ થાય તેમ છતાં
સત્યનિષ્ઠાનો નાશ ભગવાન થવા દે નહીં. સત્કર્મ કરનાર અને સત્યનિષ્ઠા રાખનાર, પ્રલયમાં પણ મરતો નથી. પ્રલયમાં સર્વનો
નાશ થયો. પણ જે ભગવાનને શરણે જાય, ભગવાન જેને અપનાવે તેનો વિનાશ થતો નથી. પ્રલયમાં સૌનો નાશ થયો. પણ
સત્યવ્રતનો નાશ થયો નહીં કારણ કે તેમણે મત્સ્યનારાયણ સાથે સંબંધ જોડયો હતો, શરીર એ નાવડી છે, પરમાત્માના ચરણ એ
શીંગડું છે. આ શરીરને પરમાત્માનાં ચરણમાં બાંધી રાખો, આદિ મત્સ્યનારાયણ ભગવાનને શુકદેવજી ( Shukdevji ) વારંવાર પ્રણામ કરે છે.
મત્સ્યનારાયણકી જય.
મહાત્માઓ ( Mahatmas ) મત્સ્યનારાયણની સ્તુતિને ગુરુષ્ટકી કહે છે.
આ મત્સ્યનારયણની કથાનો જે કોઇ પાઠ કરે, તેનાં સર્વ પાતકોનો વિનાશ થાય છે.
મત્સ્યનારાયણ પ્રભુએ, વેદને ચોરી જનાર હયગ્રીવ દૈત્યનો સંહાર કર્યો. મનુ મહારાજને મત્સ્યસંહિતાનો ઉપદેશ
આપ્યો. એવા પ્રભુને પ્રણામ કરી, અષ્ટમ સ્કંધ સમાપ્ત કરવામાં આવ્યો.
ઈતિ અષ્ટમ: સ્કંધ: સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ