
Bhagavat :
( Ram-stuti ) શ્રી રામ-સ્તુતિ:
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરણ ભવભય દારુણં,
નવકંજ લોચન, કંજ- મુખ કરકંજ, પદ કંજારુણં,
કંદર્પ અગણિત અમિત છબિ, નવનીલ નીરદ સુંદરં,
પટપીત માનહુ તડિત રુચિ શુચિ, નૌમિ જનકસુતા વરં,
ભજુ દીનબંધુ, દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનં,
રઘુનંદ આનંદકંદ કૌસલ્યાચંદ દશરથ નંદનં,
સિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણં,
આજાનુભુજ શર ચાપ ધર, સંગ્રામ-જિત ખર દૂષણં,
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનં,
મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનં,
।। સિયાવર રામચન્દ્રકી જય।।
પ્રથમ સ્કંધ અધિકાર લીલા. શિષ્યનો અધિકાર બતાવ્યો. અધિકાર સિદ્ધ થાય તેને સંત મળે. મૃત્યુ માથે છે, એ
સાંભળ્યા પછી રાજાનું જીવન સુધરી ગયું. પરીક્ષિતના વિલાસી જીવનનો અંત આવ્યો. વિલાસી જીવનનો અંત આવે અને ભક્તિ
સિદ્ધ થાય એટલે જીવમાં અધિકાર આવે છે.
વૈરાગ્ય ધારણ કરીને જે બહાર નીકળે તે સંત બને છે. અને તેને ત્યાં ગુરુ આપોઆપ પધારે છે. સંતને ત્યાં સંત પધારે.
તમે સંત થાવ એટલે સંત મળશે.
બીજા સ્કંધમાં જ્ઞાનલીલા, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? મરણ નજીક આવેલ મનુષ્યનું કર્તવ્ય શું? તે દ્વિતીય સ્કધમાં
બતાવ્યું, આ પ્રશ્નોની ચર્ચા કરી જ્ઞાન આપ્યું.
ત્રીજા-ચોથા સ્કંધમાં સર્ગવિસર્ગ લીલા વર્ણવી છે. ત્રીજા-ચોથા સ્કંધમાં તે જ્ઞાનને ક્રિયાત્મક કરવાનો બોધ આપ્યો.
જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું, જ્ઞાનને ક્રિયાત્મક કેવી રીતે કરવું એ ત્રીજા-ચોથા સ્કંધમાં, ધ્રુવ વગેરેના દ્દષ્ટાંતોથી બતાવ્યું
છે. જ્ઞાન શબ્દાત્મક હોય, ત્યાં સુધી શાંતિ નથી. જ્ઞાન ક્રિયાત્મક બને તો શાંતિ મળે.
જ્ઞાનને જીવનમાં ઉતારે તેને સ્થિરતા મળે. ગુરુએ ( Guru ) બતાવેલું જ્ઞાન જીવનમાં ઉતારે તો તેની સ્થિરતા થાય, તે બતાવ્યું
પાંચમાં સ્કંધમાં.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૦
પાંચમાં સ્કંધમાં સ્થિતિલીલા.
સાધના કરે તેના ઉપર પ્રભુ કૃપા કરે. તેથી છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિલીલા=અનુગ્રહ લીલા વર્ણવી છે.
મનુષ્ય, સ્વરૂપમાં સ્થિર થાય એટલે ઠાકોરજી ( Thakorji ) કૃપા કરે છે. કેટલાક સમજે છે કે, ખાઈપીને પુષ્ટ થવું, શું એ પુષ્ટિમાર્ગ
છે?. ના, ના, આવું નથી. ઠાકોરજીના વિરહમાં મનુષ્યનું જીવન કેવું હોય, તે બતાવ્યું છે પુષ્ટિમાર્ગે. સર્વસ્વ ઇશ્વરને અર્પણ કરો.
ઇન્દ્રિયોને ભક્તિરસમાં તરબોળ બનાવી દો. તેમ કરો તો જ ઇન્દ્રિયોને પુષ્ટિ મળે.
પુષ્ટિનો ઉપયોગ મનુષ્ય બરાબર ન કરે અને વાસનાના ( lust ) વેગમાં વહી જાય, તો તે પુષ્ટ થતો નથી. ઊલટો તે દુષ્ટ બને
છે.
અનુગ્રહ કર્યા પછી પણ મનુષ્ય વાસનાને આધીન થાય, તો તે પુષ્ટ બનતો નથી. તેથી અસદ્ વાસનાને દૂર કરવા,
સંતોના ધર્મો સાતમાં સ્કંધમાં બતાવ્યા. મનુષ્ય પ્રભુની કૃપાનો ઉપયોગ ન કરે તો વાસના થાય. તેમનામાં વાસના જાગે.
સાતમા સ્કંધમાં વાસનાલીલા છે.
મારા સુખ માટે જ વાપરીશ એ અસદ્ વાસના. પ્રહલાદ ( Prahlad ) તેને જે મળ્યું છે તે બીજાને આપે છે. મને જે મળ્યું છે તે પ્રભુનું છે.
સુખ ભોગવી બીજાને જે સુખ આપે તે સજ્જન કહેવાય, પણ સંત નહિ. પરંતુ પોતે દુઃખ ભોગવી બીજાને જે સુખ આપે તે સંત.
રાસલીલા ( Rasleela ) એ ભાગવતનું ફળ છે. રાસલીલામાં જવું છે. રાસલીલામાં જો વાસનાને લઈને જાય તો, રાસલીલામાં પ્રવેશ
મળે નહિ. પુષ્ટિ પછી વાસના જાગે, તો તે અનર્થ કરે છે. પુષ્ટિનો સદ્ઉપયોગ કરે તે દેવ અને દુરુપયોગ કરે તે દૈત્ય.
પ્રહલાદ દેવ ગણાયો, કારણ કે તેણે પુષ્ટિનો સદુપયોગ કર્યો. હિરણ્યકશિપુ ( Hiranyakashipu ) દૈત્ય ગણાયો, કારણ કે તેણે પુષ્ટિનો
દુરુપયોગ કર્યો. હિરણ્યકશિપુની અસદ્ વાસના, પ્રહલાદની સદ્ વાસના. સામાન્ય મનુષ્યની મિશ્રવાસના.