
Bhagavat : પરંતુ બધા બુદ્ધિનો સદુપયોગ કરતા નથી.
ઇશ્વરે આપેલો સમય, સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ બને છે અને તેનો દુરુપયોગ કરે તે દૈત્ય બને છે.
ઈશ્ચર તો જીવ ઉપર કૃપા કરે છે. પણ અજ્ઞાની જીવ તેનો દુરુપયોગ કરે છે. પરિણામે તે દુષ્ટ બને છે.
સાતમા સ્કંધમાં વાસનાની કથા કહી. ચાર ઉપાયો કરે, તો વાસનાનો ( lust ) નાશ થાય છે.
તેથી આઠમા સ્કંધમાં, તે પછી સંતોના ચાર ધર્મો બતાવ્યા.
(૧) આપત્તિમાં ભગવાનનું સ્મરણ. દુઃખમાં હરિનું સ્મરણ-ગજેન્દ્રની જેમ.
(૨)સંપત્તિમાં સર્વસ્વનું દાન-બલિરાજાની ( Baliraja ) જેમ સંપત્તિમાં સર્વસ્વનું દાન કરવાથી વાસનાનો ક્ષય થાય છે.
(૩) વિપત્તિમાં સ્વવચન પરિપાલન-બલિરાજાની જેમ અને
(૪) સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ-સત્યવ્રતની જેમ.
મન્વન્તરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે ।
વીર્યાણ્યનન્તવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ ।।
સત્યવ્રત મત્સ્યનારાયણને ( Matsyanarayana ) શરણે જાય છે. વાસનાનો ક્ષય કરવા, આ ચાર ઉપાયો બતાવ્યા. એ પ્રમાણે ચાર ઉપાયો
દ્વારા વાસનાનો નાશ કરવાનુ બતાવ્યું. વાસનાને પ્રભુ માર્ગે વાળે તો એ વાસના જ ભક્તિ બને છે. રાસલીલામાં ( Rasaleela ) પ્રભુને મળવું છે,
પણ વાસનાનું આવરણ હોય તો તે મિલનમાં આનંદ આવતો નથી. વાસનાનો વિનાશ કરી નિર્વાસના થઈ રાસલીલામાં જવું છે.
વાસનાનો ક્ષય થાય તે પછી, રાસલીલામાં જીવ-ઈશ્વરનું મિલન થાય. અષ્ટમ સ્કંધમાં સંતોના ચાર ધર્મો બતાવ્યા. તેમ છતાં
શુકદેવજીને ( Shukdevji ) લાગ્યું કે, હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. જો તે સૂક્ષ્મ વાસના લઇને રાસલીલામાં જશે, તો તેને રાસલીલામાં કામ દેખાશે. હું રાજાને રાસલીલામાં લઈ જઈશ. પરંતુ જો તેના મનમાં કામ રહી જશે, તો તેને તેમાં લૌકિક કામાચાર દેખાશે.
મનમાં કામ હોય, તેને સર્વત્ર કામ દેખાય. એક ગૃહસ્થની ૧૮ વર્ષની કન્યા સાસરે જવા નીકળી. દીકરી રડવા લાગી
તેથી બાપ રડવા લાગ્યો. દીકરી પિતાને વંદન કરવા આવી ત્યારે, બાપે તેને ઉઠાવી છાતી સરસી ચાંપી. નિર્વિકારભાવે પિતાપુત્રી
મળે છે. રસ્તે એક ભાઈ જતા હતા. તેણે આ દ્રશ્ય જોયું. તેના મનમાં કામ હતો. તે આ બંનેનો-પિતાપુત્રીનો સંબંધ જાણતો ન
હતો. તેના મનમાં પાપ આવ્યું, કે આ બંને દુરાચાર કરે છે. પિતા-પુત્રીનું મિલન જેટલું શુદ્ધ છે, તેના કરતાં લાખગણું શુદ્ધ,
ગોપી-કૃષ્ણ, જીવ-ઇશ્વરનું મિલન રાસલીલામાં છે. રાસલીલામાં કામ બિલકુલ નથી. શુકદેવજીનાં-દર્શન માત્રથી અપ્સરાઓના
કામનો નાશ થયો. અતિશય નિષ્કામ હોય, તે કામની કથા કરી શકે નહિ. શુકદેવજી નિષ્કામ છે. જેનાં દર્શનમાત્રથી બીજામાં
રહેલા કામનો નાશ થાય છે, તેવા મહાત્મા આ કથા કરે છે. શ્રીકૃષ્ણ પાસે કામ જઈ શકે જ નહિ. સૂર્ય પાસે અંધકાર જઈ શકે જ
નહિ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૧
કામ બુદ્ધિમાં હશે, તો શ્રીકૃષ્ણના ( Sri Krishna )દર્શન થશે નહિ. બુદ્ધિમાં વાસનારૂપી વિષ હશે ત્યાં સુધી તેમાં ઈશ્વરરૂપી રસ ઠરશે
નહિ-જામશે નહિ. રાજાની બુદ્ધિને શુદ્ધ કરવા, નવમા સ્કંધમાં સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશના ( Chandravansh ) ઇતિહાસ કહ્યા.
નવમાં સ્કંધમાં સૂર્યવંશ પ્રકરણ અને ચંદ્રવંશ પ્રકરણ છે. સૂર્ય બુદ્ધિના માલિક અને ચંદ્ર મનના માલિક. બુદ્ધિની શુદ્ધિ
કરવા સૂર્યવંશમાં રામચંદ્રજીનું ચરિત્ર કહ્યું અને મનની શુદ્ધિ કરવા ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર કહ્યું.
રામજીની મર્યાદાનું પાલન કરશો તો, તમારા મનનો રાવણ મરશે. તમારા મનમાંનો કામ મરશે, તો શ્રીકૃષ્ણ પરમાત્મા
આવશે. રામજી પછી જ શ્રીકૃષ્ણ આવે છે. જે રાવણને, કામને મારે તે જ કૃષ્ણલીલાનાં દર્શન કરી શકે.
રામચંદ્રજીનાં ચરિત્રનું વર્ણન રામાયણમાં વિગતવાર કરેલું છે. તેનું વર્ણન ભાગવતમાં કરવાની કંઇ જરૂર હતી? હા,
હતી. કારણ રામચંદ્રજીની મર્યાદાનું પાલન કરે તે શ્રીકૃષ્ણલીલાનું રહસ્ય સમજી શકે છે.
મન શુદ્ધ કરવા આ લીલાઓ છે.
નવમા સ્કંધમાં બે પ્રકરણ છે:- સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં શ્રીરઘુનાથજી પ્રગટ થયા હતા અને ચંદ્રવંશમાં શ્રીકૃષ્ણ.
સપ્તમસ્કંધમાં વાસનાની કથા આવી. તે વાસનાનો નાશ કરવા અષ્ટમ સ્કંધમાં ચાર ધર્મો બતાવ્યા. સંતોના ચાર ધર્મો
જીવનમાં ઉતારે તે વાસનાનો વિનાશ કરી શકે છે. વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળે તો તે વાસના જ ઉપાસના બને છે.
અને મનુષ્યને મુક્તિ અપાવે છે. વાસનાનો વિનાશ થાય ત્યારે નવમા સ્કંધમાં પ્રવેશ મળે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે
નવમો સ્કંધ છે.