
Bhagavat: રામ જન્મોત્સવમાં ( Ram Janmotsav ) સધળાને આનંદ થયો. બધા દેવોને સુખ થયું. પણ એક ચંદ્રને દુ:ખ થયું છે. રામલાલાનાં દર્શન કરી, સૂર્ય નારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે. સૂર્ય નારાયણ આગળ વધતા જ નથી. સૂર્ય અસ્ત થાય તો હું તમારાં દર્શન કરી શકું, એવી ચંદ્રમાએ રામજીને ( Ramji ) પ્રાર્થના કરી. આ સૂર્યને આગળ જવાનું કહો ને? મને તે, તમારાં દર્શન કરવા દેતા નથી. ચંદ્ર રડવા લાગ્યો. ત્યારે રામજીએ ચંદ્રને આશ્ર્વાસન આપ્યું. આજથી હું તમારું નામ ધારણ કરીશ. ચંદ્ર તો પણ પ્રસન્ન થયા નહીં.
રામજી કહે છે:-તમે ધીરજ રાખો. આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી, તમને
એકલાને જ દર્શન આપીશ. કૃષ્ણાવતારમાં હું રાત્રે બાર વાગે આવીશ. એટલે તમને લાભ મળશે. કૃષ્ણ જન્મ ( Krishna birth ) વખતે ત્રણ જ જણા જાગે છે. વસુદેવ-દેવકી-ચંદ્ર. જે રાત્રે જાગે, તેને કનૈયો મળે છે. સૂતા હોય તેને કનૈયો મળતો નથી. જાગવું એટલે?
જાનિય તબહિં જીવ જગ જાગા। જબ સબ વિષય વિલાસ વિરાગા।।
ગીતાજીમાં કહ્યું છે:-યા નિસા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।।
યસ્યાં જાગ્નતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને: ।।
સંપૂર્ણ ભૂતપ્રાણીઓને માટે જે રાત્રિ છે-નિત્યશુદ્ધ પરમાનંદને પ્રાપ્ત કરવા તરફ઼ જેઓ દ્દષ્ટિ પણ કરતા નથી-તે નિત્યશુદ્ધ
પરમાનંદમાં યોગી પુરુષ જાગે છે. તેમાં સ્મરણ રહે છે. અને જે પ્રાણીઓ નાશવંત, ક્ષણભંગુર, સંસારિક સુખોમાં જાગે છે તે રાત્રિ
સમાન છે. તેવા પુરુષોને પરમાત્માનું જ્ઞાન થતું નથી. જ્ઞાની-અજ્ઞાનીની દ્દષ્ટિઓ વચ્ચેના ભેદને સ્પષ્ટ કરવો એ આનું પ્રયોજન
છે.
વસુદેવજી ( Vasudevji ) -દેવકીની સ્થિતિ જુઓ. સંપત્તિ ગઇ, રાજ્ય ગયું, સંતતિ ગઈ, અપરાધ વગર હાથ-પગમાં બેડીઓ પડી. તેમ
છતાં આવા દુ:ખમાં પણ ભગવાનનું સદા સ્મરણ કરે છે. માટે દુ:ખમાં પ્રભુના નામનું વિસ્મરણ ન થાય તે જોજો. દુ:ખમાં સાવધાન
રહી, જે ઇશ્વરનું ભજન કરે તેને ત્યાં ભગવાન આવે છે.
વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું છે, નળ રાજાને, શ્રી રામ જેવાને જીવનમાં દુ:ખના પ્રસંગો આવ્યા તો, આપણો શું હિસાબ?
તેથી દુઃખથી ડરશો નહિ.
વિયોગમાં કથા થાય. સંયોગ થયો એટલે કથા બંધ. જીવને ઈશ્વરનો વિયોગ હોય, ત્યાં સુધી કૃષ્ણકથા. જીવ-ઈશ્વરના
મિલન પછી કથા કેવી?
ભાગવતમાં ( Bhagwad Gita ) દશમા સ્કંધના ચૌદમા અધ્યાયમાં અને સુદામા ચરિત્ર વખતે શૂકદેવજીને પ્રેમને દબાવવો પડયો છે. પ્રેમમાં
સમાધિ લાગી જાય, કથા કોણ કરે? રાજાનું શું થાય?
દશરથજીએ બાલસ્વરૂપ જોયું. હ્રદય ભરાયું. દશરથને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી.
રામ-દશરથની ચાર આંખ મળી. રામલાલાએ ગાલમાં સ્મિત કર્યું. દશરથજી રામજીને મધ ચટાડવા લાગ્યા. દશરથ રાજાએ
વશિષ્ઠજીને વેદમંત્રો બોલવાનું કહ્યું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૧
વશિષ્ઠજી કહે:-રામનાં દર્શન કરીને વેદો તો શું, મારું નામ પણ ભૂલાઈ ગયું છે. હું શું મંત્ર બોલું?
દર્શનમાં નામરૂપ ભૂલાય, ત્યારે દર્શનનો આનંદ આવે છે. બ્રહ્મદર્શનનો આનંદ આવે છે.
તત્ર વેદા: અવેદા ભવન્તિ ।
ઇશ્વરદર્શન થયા પછી, વેદો પણ ભુલાય છે, ઇશ્વરનો સાક્ષાત્કાર થયા પછી, વેદો પણ મિથ્યા છે. ઇશ્વરનો
સાક્ષાત્કાર થાય, તો વેદની પણ જરૂર નથી. ઇશ્વરનો સાક્ષાત્કાર થાય તો, વેદો અને જગતના નામ રૂપ ભુલાઈ જાય છે અને
પોતાનું ભાન પણ રહેતું નથી. એટલે વશિષ્ઠજી કહે છે, મારું નામ શું તે પણ ભૂલી ગયો છું.
કૌશલ્યા બાળકને ગોદમાં લઈ બહાર આવ્યા અયોધ્યાની પ્રજા રામલાલાનાં દર્શન કરે છે. કોઇને ભૂખ, તરસનું ભાન
નથી.
રામ વગર આરામ મળતો નથી, જીવમાત્ર આરામને શોધે છે. જીવમાત્ર શાંતિનો ઉપાસક છે. એવી શાંતિ મળે કે જે
શાંતિનો ભંગ ન થાય. રામજીની મર્યાદાનું પાલન કરો, તો જીવનમાં સાચી શાંતિ મળશે. મનુષ્ય રામજીની જીવન મર્યાદાને
જીવનમાં ઉતારતો નથી, એટલે સાચી શાંતિ મળતી નથી. ધર્મનું ફળ છે શાંતિ. અધર્મનું ફળ છે અશાંતિ. ધર્મની મર્યાદાનું પાલન ન કરે
તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. સ્ત્રી, સ્ત્રીની મર્યાદામાં રહે અને પુરુષ, પુરુષની મર્યાદામાં રહે. માનવ જ્યારે મર્યાદા ઓળંગે છે, ત્યારે અશાંતિ
આવે છે. ધર્મ, મર્યાદા વિનાનાં જ્ઞાન, ભક્તિ કે ત્યાગ સફળ થતાં નથી. પહેલા કરતાં મંદિરમાં અને કથામાં ભીડ વધારે થાય છે.
આજકાલ જ્ઞાન અને ભક્તિ વધ્યા છે એમ લાગે છે. પણ કોઇને શાંતિ મળતી નથી. તેનું કારણ એ કે કોઇ ધર્મ,મર્યાદા પાળતાં
નથી. લોકો આજે ધર્મને ભૂલ્યા છે. ધર્મ વિના શાંતિ નથી. ધર્મની મર્યાદા છોડશો નહિ. તો જ ભક્તિ સફળ થશે. ધર્મ, મર્યાદા
પાળ્યા વગર ભક્તિ, જ્ઞાન નકામાં છે. ચંદ્ર-સૂર્ય ધર્મની મર્યાદામાં છે. સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. ત્યારે લોકોને જરા
પૈસો મળે એટલે અભિમાન વધે, માન મળે એટલે માને છે હું મોટો સાહેબ છું. મને પૂછનાર કોણ? તને જ્ઞાન આપ્યું છે તે ધર્મની
મર્યાદા પાળવા માટે આપ્યું છે, તોડવા માટે નહિ.
બધા દિવ્ય સદ્ગુણો જેમાં એક થાય છે તે પરમાત્મા. લક્ષ્મણજી વિવેકનું, ભરતજી વૈરાગ્યનું અને શત્રુઘ્ન સદ્ વિચારનું
સ્વરૂપ છે. ભરત અને શત્રુઘ્ન એટલે વૈરાગ્ય અને સદ્ વિચાર.