Bhagavat: નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે ગુરુમાં કાંઈ દોષ રહી જાય. પણ ગુરુના દોષનું અનુકરણ કરવાનું નથી. રામજી ( Ramji ) આંખ ઊંચી કરી પરસ્ત્રી ને જોતા નથી. સીતાજી પણ આંખ ઊંચી કરી પરપુરુષને જોતાં ન હતાં. આ શાસ્ત્રની મર્યાદા છે. આવી મર્યાદા
પાળશો તો જીવન સુધરશે. રઘુનાથજી-સીતાજી આ મર્યાદાનું પાલન કરે છે. રામચંદ્રજી એક પત્નીવ્રત પાળે છે. સીતાજી એક
પતિવ્રત પાળે છે. ઈશ્વરની ધર્મમર્યાદા પાળે તે સાચો મનુષ્ય.
વાલ્મીકિ-રામાયણના ( Valmiki-Ramayana ) સુંદર કાંડમાં કથા છે, હનુમાનજી ( Hanumanji ) સીતાજીને મળવા અશોકવનમાં આવ્યા છે. સીતાજીને હનુમાનજી કહે છે. મા હું જાઉં છું.
સીતાજી ( Sitaji ) :-તમે આવ્યા તે સારું થયું તમારા ગયા પાછી રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.
હનુમાનજી:-તમે આજ્ઞા આપો, તો તમને રામજી પાસે આજે લઈ જાઉં. તમે મારા ખભે બિરાજો. હું રામદૂત છું મને કોઇ
મારી શકે નહીં.
સીતાજીએ ના પાડી. તમે મારો પુત્ર છો. તમે બાળબ્રહ્મચારી છો. પવિત્ર છો પણ તમે પુરુષ અને હું સ્ત્રી છું. મારા માટે
પરપુરુષનો સ્પર્શ વર્જ્ય છે. ભતૃંભક્તિ પૃરસ્કૃત્ય, પરપુરુષને સ્પર્શ કરવાથી સ્ત્રીના પતિવ્રત્યનો ભંગ થાય છે. જગતને સ્ત્રીધર્મનો
આદર્શ બતાવવા મારો જન્મ છે. હું તારે ખભે બેસીને આવું તો લોકો શું કહે?
રઘુનાથજી ( Raghunathji ) મારા સિવાય કોઈ સ્ત્રીને અડકતા નથી. મનુષ્ય મનથી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ ન કરે. મેં રામજી સિવાય
કોઈના ચરણનો સ્પર્શ કર્યો નથી.
સ્ત્રી એ પતિ સિવાય કોઈ સાધુસંતનો પણ ચરણ સ્પર્શ ન કરવો. સાધુસંતને દૂરથી વંદન કરવાં. આ શાસ્ત્રની મર્યાદા
છે.
બેટા, તમે બાળબ્રહ્મચારી છો. હું તમને સ્પર્શ કરું તો ધર્મની મર્યાદા તૂટે.
સીતાજી આદર્શ સ્ત્રીધર્મનું તત્ત્વ જગતને બતાવે છે. આદર્શ સ્ત્રીધર્મ બતાવવા સીતાજી પ્રગટ થયાં હતાં. રામ સરળ છે,
પણ સીતાજીની સરળતા અલૌકિક છે.
રામજીનો બંધુપ્રેમ દિવ્ય છે. માતૃપિતૃ ભક્તિ અલૌકિક છે
વડીલનું દિલ કોઈ દિવસ ન દુભાવવું. રામજીને કૈકેયીએ વનવાસ આપ્યો ત્યારે કૈકેયીને પગે લાગી રામજીએ કહ્યું:-મા!
મારો ભરત રાજા થતો હોય તો ચૌદ વર્ષ તો શું હું કાયમને માટે વનમાં રહેવા તૈયાર છું. મા! તમારો મારા તરફ પક્ષપાત છે. ભરત
કરતાં તમારો પ્રેમ મારામાં વિશેષ છે. ઋષિ મુનિઓનો મને સત્સંગ પ્રાપ્ત થાય, તેથી તમે મને વનવાસ આપ્યો છે. વનમાં
ઋષિમુનિઓનો સત્સંગ થાય એટલા માટે, અમને વનમાં મોકલો છો. અમારા કલ્યાણ માટે વનમાં મોકલો છો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૩
રામકથા સાગર જેવી છે. રામચંદ્રજીની કથા એક કરોડ શ્લોકમાં શિવજીએ વર્ણવી છે. રામજીનો એક એક ગુણ જીવનમાં
ઉતારો. તેની એક એક મર્યાદા જીવનમાં ઉતારો. રામનવમીનો ઉત્સવ ત્યારે પરિપૂર્ણ થશે ત્યારે સફળ થશે, કે જ્યારે તેની એક
એક મર્યાદાને જીવનમાં ઉતારશો.
શિવજી રોજ રામકથા ઉમાને સંભળાવે છે. હનુમાનજી રોજ રામકથા સાંભળે છે. રામકથાનો એક એક શ્લોક પાપનો નાશ
કરે છે.
એક વખત દેવો, ઋષિઓ અને મનુષ્યો શિવજી પાસે રામાયણની માંગણી કરવા ગયા. રામાયણના શ્લોક એક કરોડ.
તેના ત્રણ ભાગ કરતાં દરેકને ભાગે ૩૩,૩૩,૩૩૩ શ્લોક આવ્યા. વહેંચણી કરતાં એક શ્લોક વધ્યો. તેના માટે આ ત્રણે જણ
ઝઘડો કરવા લાગ્યા. શિવજીને ઝઘડો ગમતો નથી. જ્યાં યુદ્ધ નથી, વેર નથી, સ્વાર્થ નથી, વાસના નથી, વિષમતા નથી એ
અયોધ્યા છે, અને ત્યાં જ રામ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે કૈકેયીના મનમાં વિષમતા, વાસના કે સ્વાર્થ જાગશે ત્યારે
રામ અયોધ્યા છોડી જશે. જ્યારે વિષમતા આવે છે, ત્યારે રામ પણ અયોધ્યા છોડી દે છે. શિવજીના દરબારમાં બળદ અને સિંહ
સાથે બિરાજે છે. બળદ અને સિંહ, ઉંદર અને સર્પ, મોર અને સર્પ વચ્ચે જન્મસિદ્ધ વેર છે. તેમ છતાં શિવજીના દરબારમાં આવ્યા
પછી પશુઓ પણ વેર ભૂલી જાય છે. બળદ, સિંહ સાથે રહે છે. ગરુડ અને સર્પને પણ જન્મથી વેર છે, છતાં વિષ્ણુ ભગવાન પાસે
વેર રહેતું નથી. વેરને ભૂલી જજો.
શિવજીએ કહ્યું શ્લોક એક છે. લેનાર ત્રણ છે. શ્લોકમાં અક્ષરો હતા બત્રીસ, એટલે એક એકને દશ દશ અક્ષરો આપ્યા,
આ પ્રમાણે ત્રીસ અક્ષરો જતાં, બે અક્ષર વધ્યા, શિવજીએ કહ્યું, આ બે અક્ષરો હું કોઇને આપીશ નહિ. તે મારા કંઠમાં રાખીશ. એ
બે અક્ષરો તે રામનું નામ. તે કોઇને પણ શિવજીએ આપ્યા નહિ. તે પ્રમાણે રામને હમેશાં હ્રદયમાં રાખજો. શિવજીની જેમ હ્રદયમાં
રામનું નામ હંમેશ માટે રાખશો.