
Bhagavat: સુખી થવું હોય તો, આ ચાર ક્રિયાપદો યાદ રાખો:-ચાલશે, ભાવશે, ફાવશે, ગમશે, પ્રભુ જે સ્થિતિમાં રાખશે તે ચાલશે,
થાળીમાં જે આવશે તે ભાવશે, પ્રભુ જેમ રાખશે તે ફાવશે , જે મલ્યું છે તે ગમશે.
જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. રઘુનાથજી ( Raghunathji ) સોળ વર્ષના થયા છે. તે વખતે વિશ્ર્વામિત્ર યજ્ઞ કરતા હતા. તેના
યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું, રાક્ષસોનો નાશ રામજી ( Ram ) કરી શકશે. અયોધ્યા ( Ayodhya ) જઈ રામ-લક્ષ્મણને ( Ram-Lakshman ) લઈ આવું. દર્શન કરી કૃતાર્થ થઇશ. ભાગવતમાં ( Bhagwad Gita ) રામચરિત્રનો આરંભ, આ પ્રસંગથી કરવામાં આવ્યો છે.
કલ્પ કોટી કાશીબસે મથુરા કલ્પ હજાર ક્ષણ માત્ર સરયૂબસે તુલસી તુલસીદાસ
વિશ્વામિત્ર અયોધ્યા આવ્યા. સરયૂગંગામાં સ્નાન કર્યુ. તે પછી મહારાજ દશરથના દરબારમાં આવે છે. દશરથજી ઉભા
થઇ વંદન કરીને મુનિનું પુજન કરે છે. વડીલોના પુણ્યે તમારા જેવા ઋષિ મારા ઘરે પધાર્યા છે. આપની હું શી સેવા કરું?
દશરથજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા પછી કહ્યું:-રાક્ષસો મારા યજ્ઞમાં વિધ્ન કરે છે. તેથી રામ-
લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા આપો. વિશ્વામિત્રે રામજીની માંગણી કરી, તેથી દશરથ ગભરાયા.
દશરથજી કહે છે:-આપે યોગ્ય માગ્યું નથી. આ બાળકો મને વૃદ્ધાવસ્થામાં મળ્યા છે. મને આશા ન હતી, પણ તમારા
બધાના આશીર્વાદથી ચાર પુત્રો થયા. ચારે મને પ્રિય છે. પણ ચારે બાળકોમાં મારો રામ મને અતિશય પ્રિય છે. રામ વગર મને
ચેન પડતું નથી. તેને મારી આંખથી દૂર ન કરો. ગુરુજી તમને શું કહું? રામ મને નિત્ય બે વાર સાષ્ટાંગ પ્રણામ કરે છે, મારી
આજ્ઞાનું પાલન કરે છે. વધુ શું કહું? રામ જેવો પુત્ર, થયો નથી અને થવાનો નથી. નાના ભાઇઓ ઉપર તેનો અલૌકિક પ્રેમ છે.
બહુ ભોળો છે. ખૂબ મર્યાદાનું પાલન કરે છે.
રામના વખાણ કરતાં હ્રદય ભરાયું. જળ વિના માછલી કદાચ જીવે પણ રામ વિના આ દશરથ નહિ જીવે. ગુરુજી! તમને
સાચું કહું, મારો રામ મારાથી દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહિ. ગુરુજી! તમે માગો તો મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ
સિવાય તમને ગમે તે આપવા તૈયાર છું. પણ રામ દેત નહિ બનઈ ગુંસાઈ ।। મારા રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહિ શકું.
દશરથ પ્રાણ આપી શકે, પણ રામ નહીં.
દેહ પ્રાણ તેં પ્રિય કછુ નાહિં । સોઉ મુનિ દેઉ નિમિષ એક માહીં ।।
જગતમાં રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી. જ્યારે રામ વનમાં ગયા ત્યારે છેલ્લા શ્ર્વાસ સુધી
રામજીનું સ્મરણ કર્યું. દશરથજી વારંવાર કૌશલ્યાને પૂછે મારો રામ કયાં છે? મારો રામ ક્યાં છે? મારા રામ પાસે મને કોઈ લઈ જાવ.
રામ વગર હું જીવી શકીશ નહિ. રામ વગર દશરથ જીવ્યા નહીં. રામજી ગયા, તે સાથે દશરથજીના પ્રાણ પણ ગયા. રામાયણનું
એક એક પાત્ર દિવ્ય છે. ભરત જેવો ભાઈ થયો નથી. સીતા જેવી પત્ની થઈ નથી. રામજી કરતાં પણ સીતાજીનું ( Sita ) હૃદય અતિ કોમળ
છે. વાલ્મીકિ એકવાર સીતાજીના ચરિત્રનું વર્ણન કરતાં, પીગળી ગયા. કહે છે રામાયણમાં રામજીનું નહિ પણ સીતાજીનું ચરિત્ર
અલૌકિક છે. કૃત્સ્મ રામાયણં ( Ramayan ) કાવ્ય સીતામાશ્ર્ચ હિતંમહન્ રામજી સરળ છે. પણ સીતાજીની સરળતા અદ્ભુત છે. વા૯મીકિ રામાયણમાં એક પ્રસંગ આવે છે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું છે. હનુમાનજી ( Hanuman ) અશોક વનમાં આવ્યા છે. સર્વ રાક્ષસોનો વિનાશ થયો છે. રામજીનો વિજય થયો છે. સીતાજીએ હનુમાનજીને અનેક આશીર્વાદ આપ્યા, કાળ તારો નોકર થઇને રહેશે, આઠે
સિદ્ધિઓ તારી સેવામાં ઊભી રહેશે. જ્ઞાની પુરૂષોના આચાર્ય શ્રી હનુમાનજી છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૬
મનોજવં મારુતતુલ્ય વેગં,જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં ।
વાતાત્મજં વાનરયૂથ મુખ્યં, શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે ।।
હનુમાનજીનું વર્ણન કોણ કરી શકે? માતાજીને અતિ આનંદ થયો હતો. અનેક આશીર્વાદો આપ્યા પણ હનુમાનજીને
તૃપ્તિ થઇ નહિ.
હનુમાનજી:-મા! તમે આશીર્વાદ આપો છો, પણ મારા મનમાં એક આશીર્વાદ માંગવાની ઈચ્છા છે તે રહી જાય છે.
સીતાજી:-બેટા! જે માંગવું હોય તે માંગ. માંગે તે આપીશ.
હનુમાનજી:-હું પહેલાં લંકામાં આવ્યો હતો ત્યાં મેં નજરે જોયું હતું કે રાક્ષસીઓ તમને બહુ ત્રાસ આપતી હતી, તમને
બિવડાવતી હતી. રાક્ષસોનો વિનાશ પ્રભુએ કર્યો છે. પણ આ રાક્ષસીઓ બાકી છે. આપના આશીર્વાદથી હું એમને પીસી નાખું.
તમે આજ્ઞા આપો તો તેમનો હું વિનાશ કરું.
ત્યારે સીતાજી તે વખતે બોલ્યા:-તું આ શું માંગે છે? તું આવું વરદાન માંગે તે યોગ્ય નથી.
હનુમાનજી:-આ લોકોએ તમને બહુ ત્રાસ આપ્યો છે. મેં નજરે જોયું છે.નવર: પાપમાદતે
માતાજીએ હનુમાનજીને ઉપદેશ કર્યો:-બેટા! અપકારનો બદલો ઉપકારથી આપે એ સંત. આ રાક્ષસીઓનો કાંઇ દોષ
નથી. તેઓ રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. રાક્ષસીઓને વરદાન આપીને, હું અત્રેથી અયોધ્યા જાઉં. બેટા, હું તને
એવી આજ્ઞા નહિ આપું.
હનુમાનજી વંદન કરે છે. મા! તમારા સિવાય આવી દયા કોઈ બતાવી શકે નહિ. રાક્ષસો માટે રામ સરળ નથી. પણ
રાક્ષસીઓ માટે સીતાજી સરળ છે. રાક્ષસીઓને માતાજીએ વરદાન આપ્યાં સીતા જેવાં દયાળુ કોઈ થયાં નથી. સીતાજી સાક્ષાત્
દયાની મૂર્તિ છે. માતાજીના ગુણો જો યાદ કરીએ તો રામ કરતાં સીતા શ્રેષ્ઠ જણાય છે.