Bhagavat: એકીબેકીની રમત રમાય છે. પતિપત્નીના સ્વભાવ એક ન થાય ત્યાં સુધી લગ્ન સફળ થતું નથી. તન બે, પણ મન એક
એનું નામ લગ્ન. લગ્ન પછી પતિપત્ની બે નહિ, એક જ છે. ગૃહસ્થાશ્રમ એ અદ્વૈત સિદ્ધ કરવાનું પહેલું પગથિયું છે. સીતાજી ( Sita ) પૂછે છે,
બોલો એકી કે બેકી, રામજી ( Ram ) કહે છે. એકી. સખીઓ હસે છે. કહે છે આજ સુધી એકલા હતા પણ હવે તો બેકી થયાં, તોય કહે છે
એકી.
લક્ષ્મણજી ( Laxman ) કહે છે:-મોટા ભાઈએ કહ્યું તે બરાબર છે. મોટાભાઈની ભાષા ગૂઢાર્થ ભરેલી છે. એકી જ બરાબર છે. લગ્ન
થયા પછી પતિપત્ની એક જ છે. તેથી બેકી હોવા છતાં એકી છે. સીતા અને રામ એકજ છે. સીતા રામ એ બે નથી. સીતારામ
અભિન્ન છે.
સર્વને આનંદ થયો, પણ કોઈને તૃપ્તિ થઇ નહિ. કનક સિંહાસન ઉપર સીતા રામચંદ્રજી બિરાજયા.
રામચરિત્ર અનંત છે. આ રઘુનાથજીના વિવાહ પ્રસંગની કથાઓ જે શ્રોતાઓ પ્રેમપૂર્વક શ્રવણ કરશે તેઓનું સદા મંગલ
થશે.
રામસીતાજીનું ( Ram Sita ) લગ્ન થયું છે. રંગમહોત્સવ થયા પછી ત્યાંથી અયોધ્યા આવવા પ્રયાણ કર્યું. આજે ચારે ભાઈઓના લગ્ન
થયાં, ચાર લક્ષ્મીનારાયણો ( Lakshminarayan ) મારે ઘરે આવ્યા છે, એમ માની કૌશલ્યાએ પૂજા કરી છે.
સીતાજી-સાક્ષાત્ મહાલક્ષ્મી જનકપુરી છોડીને જાય છે. હું જાઉં છું તો આ લોકો શું ખાશે? માતાજીએ ચોખાથી ખોળો
ભર્યો અને ચોખા વેર્યા. આજ પણ મિથિલામાં ચોખા ખૂબ ઉત્પન્ન થાય છે.
અયોધ્યાની ( Ayodhya ) પ્રજા સીતારામને નિહાળે છે. અતિશય આનંદ થયો છે. વિશ્વામિત્રનું ખૂબ સન્માન કર્યું. ઘરે આવ્યા પછી
દશરથ રાજાએ, રાણીઓ સમક્ષ જનક રાજાના ખૂબ વખાણ કર્યાં. કન્યાનાં માતાપિતાના વખાણ કરશો તો કન્યા રાજી થશે. પ્રેમ
કરો એટલે એ પીયરને ભૂલી જશે. જનકરાજાનાં ખૂબ વખાણ કર્યાં. સીતાજી તે સાંભળે છે.
દશરથજી કહે:-આ પારકી કન્યા આપણા ઘરે આવી છે. તેનું રક્ષણ પાંપણો જેમ આંખનું રક્ષણ કરે છે તેમ કરજો. બધૂ
લરિકનનીં પર ઘર આઈ । રાખેહુ નયન પલક્કી નાઈ ।।
સૂતજી સાવધાન કરે છે:-રાજન્, દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે. આનંદના દિવસ જતાં વાર લાગતી નથી. હવે
રામચંદ્રજી ૨૭ વર્ષના અને જાનકીજી ૧૮ વર્ષનાં થયા છે.
એક દિવસ દશરથજી ( Dashrath ) રાજસભામાં બિરાજતા હતા. મુગટ વાંકો હતો. સેવકો દર્પણ લાવ્યા. રાજાએ દર્પણમાં જોયું તો
મુગટ વાંકો હતો. ધ્યાનથી જોયું તો કાનના વાળ પણ ધોળા દેખાયા. કાનના વાળ ધોળા દેખાય ત્યારે માનવું કે અતિ વૃદ્ધાવસ્થા
આવી છે. દશરથે વિચાર્યું મને આ ધોળા વાળ બોધ આપે છે કે તમે અતિવૃદ્ધ થયા છો, રામને ગાદી ઉપર કેમ બેસાડતા નથી?
સીતારામનો રાજ્યાભિષેક થાય અને મારી આંખે હું નિહાળું. આ એક જ ઈચ્છા બાકી છે. મારી સર્વ ઈચ્છાઓ પરમાત્માએ પૂર્ણ કરી
છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૩
ઇચ્છાઓનો અંત આવતો નથી. પરંતુ ઈચ્છાઓનો ત્યાગ કરી ભગવત ભજન કરવું એ ઉત્તમ છે.
પરંતુ દશરથ રાજા કોની આગળ બોલે? દશરથનું રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે. દશરથ, મંત્રી અને મહાજનોની સંમતિ
સિવાય રામજીને ગાદી ઉપર બેસાડી શકે નહિ. પ્રજાની પણ ઈચ્છા રામજીને ગાદી ઉપર બેસાડવાની હતી. દશરથ રાજાએ મહાજન
અને મંત્રીને બોલાવ્યા. તમારા સર્વની ઈચ્છા હોય તો આવતી કાલે રામજીનો રાજ્યાભિષેક કરું.
સુમન્ત મંત્રી બોલ્યા:-તમે ઘણું જીવો. અમારી પણ એ જ ઈચ્છા હતી. અમે સંકોચને લઈ બોલી શકતા ન હતા.
તે વખતે વસિષ્ઠજી રાજદરબારમાં આવ્યા. બધાએ માન આપ્યું. વસિષ્ઠજીને પ્રણામ કરી કહ્યું:-પ્રજાની ઈચ્છા એવી છે
કે રામચંદ્રજીનો રાજ્યાભિષેક થાય, આપ આજ્ઞા આપો.
વસિષ્ઠજીએ કહ્યું:-રાજા, વિચાર સારો છે.
દશરથજીએ કહ્યું:-મહારાજ, સારું મુહૂર્ત આપો, પણ ગુરુજી જાણતા હતા કે તે મુહૂર્તમાં રામચંદ્રજી ગાદી ઉપર
બિરાજવાના નથી. વસિષ્ઠજીએ કોઈ દિવસ આપ્યો નથી. રામજી જે દિવસે ગાદી ઉપર બિરાજે, તે દિવસ શ્રેષ્ઠ છે. વસિષ્ઠજીની ગૂઢાર્થવાણી દશરથજી સમજી શક્તા તથી. આવતી કાલનો દિવસ ઉત્તમ છે. આવતી કાલે રાજ્યાભિષેક
થાય.
રાજાએ કહ્યું, રાજ્યાભિષેક માટે તૈયારી કરો. સુમંત મંત્રીએ કહ્યું, રાજન્ મેં બધી તૈયારી કરી રાખી છે.
દશરથજીએ કહ્યું:-રામનો રાજ્યાભિષેક કરવાનો તે રામને હું નહીં કહું. તમે કુલગુરુ છો. તમે રામજીને જઈ કહેજો.
વસિષ્ઠજી રામચંદ્રજીના મહેલમા પધાર્યા. રામજીએ કહ્યું:-આપે મારે ત્યાં પધારવાની કૃપા કરી, મને પાવન કર્યો છે.
વસિષ્ઠજી કહે છે:-તમે વિનયની મૂર્તિ છો. તમે આવું બોલો તેમાં શું નવાઇ? આવતી કાલે તમારો રાજયાભિષેક થવાનો
છે. બધાને આનંદ થયો, પણ રામજી થોડા ઉદાસ થયા. રામજીને ખોટું લાગ્યું.
વસિષ્ઠજીને પૂછ્યું:- મને એકલાને ગાદી ઉપર
બેસાડશો? વસિષ્ઠજી કહે છે :-રાજા તો એક જ હોય. રામજી કહે છે:-ના, ના, અમારા ચારેય ભાઈઓનો રાજ્યાભિષેક કરો.
મારો લક્ષ્મણ રાજા થાય, મારો ભરત રાજા થાય.