
Bhagavat: કૌશલ્યાની દાસીએ મંથરાને મહેણું માર્યું, એટલે મંથરાના હ્રદયમાં મત્સર ઊભો થયો. મંથરાના હ્રદયમાં ઈર્ષાનો
અગ્નિ પ્રગટ થયો. મંથરા કૈકેયી ( Kaikeyi )પાસે આવી. સ્ત્રીચરિત્ર કરી મંથરા રડવા લાગી. કૈકેયીએ પૂછ્યું. તું કેમ રડે છે? લક્ષ્મણજીએ ( Laxman ) તને કાંઈ સજા તો નથી કરીને?
મંથરા આંખમાંથી આંસુ સારે છે. કાંઈ બોલતી નથી. કૈકેયીને રામજી ( Ram ) પ્રત્યે પ્રેમ છે. રામના કુશળ પૂછે છે. રામ તો
આનંદમાં છે ને? પતિનું કુશળ પહેલું પૂછવું જોઈએ, પણ રામજી ઉપર અલૌકિક પ્રેમ છે, તેથી રામજીના કુશળ પહેલાં પૂછે છે.
મંથરા કહે છે:-રામજી તો આનંદમાં જ છે. રામ તો આનંદમાં જ હોય ને? રામને તેના પિતા આવતી કાલે રાજ્યાભિષેક
કરે છે. કૈકેયી આ સમાચાર સાંભળી મંથરાને હાર આપે છે. કૈકેયીમાં હજુ કલિનો પ્રવેશ થયો નથી. મંથરાએ હાર ફેંકી દીધો.
કૈકેયીએ પૂછ્યું, સર્વને આનંદ થાય છે. તને આટલું દુઃખ કેમ થાય છે? મૂર્ખી તને ભાન નથી. સૂર્યવંશની રીત છે કે મોટાભાઇ ગાદી
ઉપર બેસે. મેં અનેકવાર રામજીની પરીક્ષા કરી છે. રામજીનો કૌશલ્યા કરતાં મારા પર અધિક પ્રેમ છે. કૈકેયી ભોળી છે. કૈકેયીના
મનમાં કપટ ત્યારે આવશે જ્યારે તેને મંથરાનો સ્પર્શ થશે. મંથરાએ ધરતી ઉપર પડતું મૂક્યું. સ્ત્રીચરિત્રનો આરંભ કર્યો. મંથરા કહે
રામ રાજા થાય કે ભરત રાજા થાય મને શું મળવાનું છે? હું તો દાસી જ રહેવાની છું. પણ હું જેનું ભલું કરવા જાઉં છું તે મારી વિરુદ્ધ
જાય છે. મને તેનું દુઃખ છે. મારો સ્વાર્થ નથી, તારું બગડે છે, તે સુધારવા આવી છું. મારો સ્વભાવ જ ખરાબ છે. તે જ સમયે
કૈકેયીને દયા આવી. મારા પ્રત્યે પ્રેમ, છે તેથી કહેવા આવી છે. મંથરાની પીઠ ઉપર હાથ ફેરવ્યો તે જ સમયે મંથરામાંનાં કલિએ
કૈકેયીના શરીરમાં પ્રવેશ કર્યો.
પાપીને સ્પર્શ પણ કરવો નહિ. શાસ્ત્રમાં ( scripture ) દોષનું બહુ વર્ણન કર્યું છે. કોઇને સ્પર્શ કરશો નહિ.
કૈકેયી કહે:-મંથરા, તને આટલું દુ:ખ શાથી થાય છે?
મંથરા જવાબ આપે છે:-મારું કાંઈ જતું નથી. પણ તારું બગડે છે, તે મારાથી જોવાતું નથી. હું તારું સુધારવા આવી છું.
કૈકેયી કહે:-તું કહે તે કરવા તૈયાર છું.
મંથરા કહે:-કૈકેયી, તું બહુ ભોળી છે. તને લાગે છે રાજા તારા હાથમાં છે. પણ પુરુષો મનના મેલા અને વાણીના જૂઠ્ઠા
હોય છે. રાજા તારું કહ્યું કરતા નથી. કૌશલ્યાનું કહ્યું કરે છે. તારો કાંટો દૂર કરવા કૌશલ્યાએ આ ષડયંત્ર રચ્યું છે. પંદર દિવસથી
રામના રાજ્યાભિષેકની ( Coronation ) તૈયારી થાય છે. છતાં તને ખબર નથી. દશરથ કપટી છે. કૌશલ્યાનું કહેલું કરે છે અને તારા ઉપર ખોટો પ્રેમ કરે છે. રાજ્યાભિષેકની આટલી ઉતાવળ શી છે? કૌશલ્યાના કહેવાથી ભરત-શત્રુઘ્નને મોસાળ મોકલ્યા છે. બધા રાજાઓને
આમંત્રણ આપ્યું છે પણ ભરત-શત્રુધ્નને કોઈ યાદ કરતું નથી. તને કાંઈ ખખર પડતી નથી. તું તો ગાદી તકિયા ઉપર સૂઈ રહે છે.
કૈકેયી કહે:-તું કહે તે કરવા તૈયાર છું. તું કહે તે સાચુ છે મારું કોઈ નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૫
મંથરા સમજાવે છે:-રામનો રાજ્યાભિષેક થયા પછી રામજી તારી સેવા કરશે નહિ, લક્ષ્મણ રામના ખાસ મંત્રી થવાના
છે. અને ભરતને કેદખાનામાં રાખશે. પછી તું કૌશલ્યાની દાસી તરીકે અહીં રહી શકીશ. રાણી તરીકે નહિ. મને તેથી દુઃખ થાય છે.
રાજા તને આધીન રહે, તે કૌશલ્યાથી જરાય જોવાતું નથી.
કૈકૈયી કહે:-હું શું કરી શકું? મને ત્રણ દિવસથી ખરાબ સ્વપ્નાં આવે છે.આ સ્વપ્નાં વિધવા થવાના ચિહ્નરૂપ હતાં તે
કૈકેયીને સમજાતું નથી. કૈકેયી વિચારે છે, મારા ભરતને આટલું દુ:ખ પડશે.
મંથરા કહે:-હજુ બાજી તમારા હાથમાં છે. રાજા પાસે થાપણ તરીકે બે વરદાન તમે રાખ્યાં છે, તે વરદાન આજે માંગી લો.
કૈકેયી પૂછે છે:- વરદાનમાં શું માગું?
મંથરા કહે:-પ્રથમ વરદાનમાં ભરતજીને રાજ્ય મળે તેવું માગો અને બીજા વરદાનમાં ચૌદ વર્ષ સુધી રામનો વનવાસ.
તમે વસ્ત્ર-આભૂષણ ફેંકી ક્રોધભવનમાં દાખલ થાવ. કૈકેયી ભોળી છે પણ કુસંગથી જીવન બગડે છે. કુસંગથી કૈકેયીનું
જીવન બગડયું.
મંથરા સમજાવે છે:-યાદ રાખજે. દશરથજી રામને વનમાં કદી નહિ મોકલે, બહુ વિચારીને કામ કરજે. દશરથ રાજા
અકળાશે, ત્યારે તને કહેશે તું માગ, તું માગે તે આપીશ. મને રામજીના સોગન.
ભૂપતિ રામ શપથ જબ કરઇ. દશરથને રામના શપથથી બાંધજે. તે પછી તું વરદાન માંગજે. નહિંતર દશરથ ફરી જશે.
કૈકેયી ક્રોધભવનમાં દાખલ થાય છે. જઈને ધરતી ઉપર પડે છે, કૈકેયી વીર હતી. મહારાજાને પ્રિય હતી. રોજ દરબાર પુરો
થયા પછી મહારાજ કૈકેયી પાસે આવે છે. આજે કૈકેયીના મહેલમાં આવ્યા. કૈકૈયી દેખાતી નથી. જાણવા મળ્યું કે રાણી
ક્રોધભવનમાં પડયાં છે. ધૈર્ય ધારણ કરી, મહારાજે ક્રોધભવનમાં પ્રવેશ કર્યો. દશરથ મહારાજ કૈકેયી પાસે બેઠા. જયાં દશરથજી ( Dashrath ) સ્પર્શ કરવા ગયા ત્યાં, કૈકેયીએ કહ્યું, ખબરદાર, મને જો સ્પર્શ કર્યો છે તો, કૈકેયી તિરસ્કાર કરે છે. દશરથજી કહે છે કૈકેયી તેં મને
એકવાર કહેલું તમે વૃદ્ધ થયા છો, તેથી હવે રામને ગાદી ઉપર બેસાડો. મેં તારું કહેવું કર્યું છે. આવતી કાલે રામનો રાજ્યાભિષેક
થશે. તને આનંદ થશે. છતાં તું કહે તેમ કરું. હું તારે આધીન છું.