
Bhagavat: ઊર્મિલા ત્યાં આવ્યાં છે. એક પણ શબ્દ બોલ્યાં નહીં. મનથી વંદન કર્યાં.
સીતા ( Sita ) , રામ ( Ram ) , લક્ષ્મણ ( Lakshman ) દશરથ ( Dashrath ) પાસે આવ્યાં છે. વારંવાર દશરથને સમજાવે છે. પિતાજી, ધીરજ ધારણ કરો. હું વનમાં જાઉં છું, મને આજ્ઞા આપો, આશીર્વાદ આપો.
તે સમયનું વર્ણન કોણ કરી શકે?
કૈકેયી ( Kaikeyi ) કહે:-મેં તને આજ્ઞા કરી તે તારા પિતાની આજ્ઞા છે. તારા પિતા તને કાંઈ કહી શકશે નહિ.
તે પછી કૈકેયી વલ્કલવસ્ત્રો લાવ્યાં. વસિષ્ઠ ( Vasisth ) તે સમયે ત્યાં આવ્યા. સીતાએ હાથમાં વલ્કલવસ્ત્ર લીધું તે વસિષ્ઠજીએ
ખેંચી લીધું. કૈકેયીને ઉદ્દેશી બોલ્યા, આ અહીંની રાજલક્ષ્મી છે. તેં વનવાસ રામને આપ્યો છે, સીતાને નહિ.
અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ છે.
રામજીએ કહ્યું:-મારા પિતાની સેવા કરો. જે મારા પીતાજીની સેવા કરશે તે મને વહાલો લાગશે. વસિષ્ઠજી તમારા સૌનું
રક્ષણ કરશે.
પ્રજાએ કહ્યું:-જયાં રામ જશે ત્યાં અયોધ્યા જશે.
રામ, લક્ષ્મણ, સીતાએ વન વરફ જવા પ્રયાણ કર્યું. કૈકેયી કહે છે કે અયોધ્યા પણ ઉજજડ કરતો ગયો. જયાં મારુ,
તાંરુ એ ભેદબુદ્ધિ છે ત્યાં ભગવાન બિરાજતા નથી.
દશરથ તે પછી મૂર્છામાંથી જાગ્યા, જાણ્યું કે રામ વનમાં ગયા, મારો રામ વનમાં ગયો, હજુ મારા પ્રાણ કેમ જતા નથી.
અજહુ ન નિકલે પ્રાણ કઠોરા ।
મંત્રીજી મારો રથ લઇ જાવ. રામને કહેજો, ચાલતા વનમાં જશો નહિ.આ રથમાં બેસીને વનમાં જાવ, આ મારી આજ્ઞા
છે. બેચાર દિવસ તેઓને વનમાં ફેરવજો અને પછી બધાને અયોધ્યા લઈ આવજો. રામ ન આવે તો સીતાજીને જરૂર લઇ આવજો.
મંત્રી સુમન્તને આ પ્રમાણે આજ્ઞા કરી. મંત્રી રથ લઇ રામજી પાસે આવ્યા, કહ્યું, તમારા પિતાજીની આજ્ઞા છે. મારો રામ
ચાલતો વનમાં ન જાય.
તમસા નદીને કિનારે સર્વ આવ્યાં છે, ત્યાં રાત્રી નિવાસ કર્યો છે. અયોધ્યાની ( Ayodhya ) પ્રજા સૂતેલી છે. મધ્યરાત્રિનો સમય થયો.
રામે કહ્યું, મંત્રીજી બધા સૂતેલા છે. એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહિ. ભગવાન શંકરને પ્રણામ કરી રામચંદ્રજીએ ત્યાંથી
પ્રયાણ કર્યું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૮
પ્રાતઃકાળમાં શ્રૃંગવેરપુર પાસે રથ આવ્યો.
અત્રે પ્રજાજનો જાગ્યા. રામજીને ન જોતાં વિલાપ કરવા લાગ્યા. શ્રૃંગવેરપુરમાં રાજાને ખબર પડી કે સીતારામ પધાર્યા છે.
ગુહક ત્યાં આવ્યા છે. પ્રભુએ ગુહકને અપનાવ્યો છે. ગુહકે કહ્યું, રાજ્ય તમારું છે. મારે ત્યાં રહો, ગામમાં પધારો. રામજીએ કહ્યું,
મારે કોઇ ગામમાં, ચૌદ વર્ષ સુધી પ્રવેશ કરવો નથી.
એક દિવસ વ્રત કર્યું છે. બીજા દિવસે ફ્ળાહાર કર્યો છે. રામચંદ્રજી મંત્રીને કહે છે, હવે આપ અયોધ્યા પધારો. વિપત્તિના
સમયે મહાપુરુષો ધૈર્ય છોડતા નથી. મંત્રીજી! પિતાજીને મારા પ્રણામ કહેજો.
સુમન્તજી કહે:-સીતાજીને મોકલો. સીતાજી આવશે તો દશરથને કાંઈક અવલંબન મળશે. સીતાજીએ જવાબ આપ્યો,
મેં જનકપુરી અને અયોધ્યાનો વૈભવ જોયો છે. મારા પતિ જયાં હોય ત્યાં મારે રહેવાનું છે.
સુમન્ત ત્યાંથી વિદાય થયા છે. ગુહક રાજાને કહ્યું, વડનું દૂધ મંગાવો. રામજીના વાળ સુંદર હતા. વડના દુધથી વાળની
જટા બનાવી. રઘુનાથજી તપસ્વી થયા. ગુહકથી આ દ્દશ્ય જોવાતું નથી. મૂર્છા ખાઈને જમીન ઉપર પડે છે.
ગંગાજી ને સામે કિનારે જવાનું હતું. ગંગા કિનારે આવ્યા છે. ત્યાં એક કેવટ હતો. લક્ષ્મણજી તેને બોલાવે છે. અમને
સામે પાર લઇ જઇશ? કેવટ નાવડીમાંથી જ કહે છે. હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણ પૂછે છે:-ભાઇ, તું શું મર્મ જાણે છે? કેવટ
ઉત્તર આપે છે, રામજીના ચરણમાં એવી શક્તિ છે કે તેમની ચરણરજના સ્પર્શથી પથ્થરની ઋષિપત્ની બની જાય છે. ત્યારે મારી
નાવડી તો લાકડાની છે. રામજીના ચરણના સ્પર્શથી મારી નાવ સ્ત્રી બની જાય તો હું મારા કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરું?
તમને મારી નાવડીમાં બેસવાની જરુર હોય તો, રામચંદ્રજી એવી આજ્ઞા કરે કે ‘મારાં ચરણ પખાળ’ હું મારા હાથે રામજીના ચરણ
પખાળીશ. રામચંદ્રજીના ચરણ ધોવાયા પછી, હું તેમને નાવમાં બેસવા દઈશ.
કેવટના પ્રેમભર્યા વચનો સાંભળી રઘુનાથજી પ્રસન્ન થયા. રઘુનાથજીએ તેને બોલાવ્યો. કેવટ લાકડાની કથરોટ લઈ
આવ્યો. કહે છે કે મારી ભાવના છે કે, મારા હાથે તમારા ચરણ પખાળું.
દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા ।
પૂરતો મારુતિર્યસ્ય તં વન્દે રઘુનન્દનમ્ ।।
રામજી મનોમન વિચારે છે કે, બે ચરણોના માલિક તો બે તરફ ઉભા છે. આ ત્રીજો જાગ્યો. વસિષ્ઠજીએ નિર્ણય કર્યો
હતો, મારો લક્ષ્મણ નિર્વિકાર છે. વામ ચરણની સેવા સીતાજી કરશે. દક્ષિણ ચરણની સેવા લક્ષ્મણજી કરશે.