
Bhagavat: આજે કેવટ બંને ચરણોની સેવા માંગે છે, કેવટ ગંગાજળ લઇ આવી, ધીરે ધીરે ચરણ પખાળે છે. ભાગ્યશાળી છે.
પરમાત્માના ચરણ પખાળે છે. કેવટ જોરથી ચરણો ઘસવા લાગ્યો. મારી ઈચ્છા મને પૂર્ણ કરવા દો.
જિન ચરનકી પાદુકા ભરત રહે હિય લાઈ ।
સોઈ ચરન કેવટ ધોય લીને તબ હરિ નાવ ચલાઈ ।।
ભજ મન રામચરણ સુખદાયી ।।
આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. તેને નારાયણની ( Narayan ) ચરણ સેવા કરવી હતી. તેને લક્ષ્મીજી અને શેષજીએ
ના પાડી હતી. આજે લક્ષ્મીજી સીતા થયાં છે અને શેષજી લક્ષ્મણ થયા છે. તે વખતે તમે બંને ચરણસેવા કરવા દેતાં ન હતાં. આજે
તમે બંને ઉભા છો અને હું સેવા કરું છું.
કેવટ રામ, લક્ષ્મણ, સીતાને ગંગાજીના કિનારે ઉતારે છે. કેવટે સાષ્ટાંગ પ્રણામ કર્યા. રામજીને ઈચ્છા થઈ, કેવટને
કાંઈક આપું. પણ આજે કેવટને શું આપું? પોતાની પાસે કાંઇ નથી. સીતાજી ( Sita ) સમજી ગયાં. માતાજીએ અંગૂઠી ઉતારી, રામજીને
આપી. રઘુનાથજી ( Raghunath )અંગૂઠી કેવટને આપવા જાય છે તને મજુરી તરીકે નહિ, સેવા તરીકે આપીએ છીએ.
કેવટે જવાબ આપ્યો:–પ્રતિજ્ઞા છે કે મારે સાધુસંતોને વગર પૈસે સામે પાર ઉતારવા.
રામ કહે:-પ્રસાદ તરીકે લે.
કેવટ બેલ્યો:-પ્રસાદ લેવાનો આ દિવસ નથી. ચૌદ વર્ષનો વનવાસ પૂરો થાય, મારા રામજી ગાદી ઉપર બેસે ત્યારે આ
સેવકને પ્રસાદી આપજો.
કેવટ અંગૂઠી લેતો નથી, ત્યારે લક્ષ્મણજીએ ( Lakshman ) કહ્યું:-તું અંગૂઠી લઈ લે. ત્યારે કેવટે જવાબ આપ્યો; અમે બે જાત ભાઇઓ
હોવાથી ઉતરામણ ન લેવાય. લક્ષ્મણજીએ ગુસ્સે થઈ કહ્યું, તારી અને અમારી જાત એક છે? તું શું બોલે છે? કેવટ કહે છે, તમારી
અને મારી જાત એક નહિ, પણ મારી અને રામજીની ( Ram ) જાત એક છે. કેવટ કેવટસે ઉતરાઈ કયા લેત હૈ?
ગંગાજીનો કેવટ હું છું, અને સંસારસાગરના કેવટ આપ છો. હું લોકોને ગંગા પાર ઉતારું છું. આપ લોકોને સંસારસિંધુની
પાર ઉતારો છો. આપ કૃપા કરો, ત્યારે જીવ સંસારસાગરની પાર ઉતરે છે. નાથ, આ જીવને સંસારસાગરની પાર ઉતારજો.
જાસુ નામ સુમિરત એક બારા ।
ઉતરહિં નર ભવસિંધુ અપારા ।।
કેવટ રાજ્યાભિષેક વખતે આવ્યો ન હતો. કારણ રામચંદ્રજી વળતી વખતે વિમાનમાં અયોધ્યા આવ્યા હતા. પરંતુ
રામચંદ્રજીએ યાદ રાખી, ગુહક મારફત કેવટ માટે પ્રસાદ મોકલાવ્યો હતો.
ત્યાંથી આગળ ચાલ્યા, લક્ષ્મણ બહુ વિવેકથી ચાલે છે. આગળ રામ પાછળ સીતા અને સીતાજીની પાછળ લક્ષમણ
રામ લક્ષ્મણની વચમાં સીતા કેવાં શોભે છે. બ્રહ્મ જીવ બિચ માયા જૈસી।
જાણે કે બ્રહ્મ અને જીવની વચમાં માયા.
લક્ષ્મણ રામસીતાના ચરણ બચાવી ચાલે છે. પગદંડી ઉપર જગ્યા રહેતી નથી. લક્ષ્મણ કાંટા ઉપર ચાલે છે. રામજીથી
આ જોવાતું નથી. ક્રમ ફેરવાયો. પહેલાં લક્ષ્મણ, પછી સીતા અને પછી રામ એ પ્રમાણે ચાલે છે.
સૌમિત્રે અગ્રતો ગચ્છ મધ્યે યાતુ જનકાત્મજાં ।
પૃષ્ઠતોડનુગમિષ્યામિ ત્યાં સીતાંસાનુપાલયન્ ।।
રસ્તામાં મુકામ કર્યો. ગામના લોકો સીતાજીનાં દર્શન કરવા આવે છે. ગામની સ્ત્રીઓ માતાજીને વારંવાર વંદન કરે છે.
ગામજનો કહે છેઃ-આવાં બાળકોને વનમાં મોકલતાં કૈકેયી, તને શરમ ન આવી?
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૯
ગામની સ્ત્રીઓ સીતાજીને પૂછે છે:-આ બે છે, તેમાં તમારા પતિ કયા છે?
સીતાજીએ કહ્યું:-ગોરા ગોરા છે તે મારા દિયર છે. રામજીનો પરિચય આપ્યો નથી. કેવળ આંખથી ઈશારો કરે છે.
શ્રુતિ પણ પરમાત્માનું વર્ણન વિધિથી નહિ, પરંતુ નિષેધપૂર્વક કરે છે. ન ઈતિ ન ઈતિ.
રામસીતા દર્ભની પથારીમાં સૂતાં છે. લક્ષ્મણ, ગુહક ચોકી કરે છે. ગુહક કૈકેયીનો તિરસ્કાર કરે છે, તે વખતે લક્ષ્મણ
ગુહક રાજાને ઉપદેશ કરે છે, તેને લક્ષ્મણ ગીતા કહે છે.
સુખસ્ય દુ:ખસ્ય ન કોડપિ દાતા પરોદદાતીતિ કુબુદ્ધિરેષા ।
અહંકરોમીતિ વૃથાભિમાન: સ્વકર્મસૂત્રેગ્રથિતોહિલોક: ।।
મનુષ્યને સુખદુઃખ આપનાર તેનું કર્મ છે. કર્મને આધારે આ સૃષ્ટિ છે. જ્ઞાની મહાત્મા તેથી કોઇને દોષ આપતા નથી. રામ
સ્વેચ્છાથી વનમાં આવ્યા છે. સીતા-રામજીના ચરણારવિંદનું નિત્ય સ્મરણ એ જ પરમાર્થ છે. સખા પરમ પરમારથુ એહૂ । મન
કર્મ વચન રામ પદ નેહુ ।
સુખ દુઃખનું કારણ અંદર શોધે તે સંત. જ્ઞાની પુરુષો સુખ દુઃખનું કારણ બહાર શોધતા નથી. મનુષ્યને સુખ દુઃખ આપનાર
આ જગતમાં કોઈ નથી. મને કોઈ સુખદુઃખ આપે છે એ કલ્પના ભ્રામક છે. એ કલ્પનામાંથી બીજા જીવ પ્રત્યે વેરભાવ જાગશે. સુખ
દુઃખ વાસ્તવિક રીતે કોઈ આપતું નથી. એ સુખ દુઃખ મનની કલ્પના છે. સુખ દુઃખ એ કર્મનું કારણ છે. સદાસર્વદા મનને સમજાવો
કે તને જે સુખ દુ:ખ થાય છે તે, તારા કર્મનું ફળ છે.
કાહુ ન કોઉ સુખદુઃખ કર દાતા ।
નિજ કૃત કરમ ભોગ સબુ ભ્રાતા ।।