
Bhagavat: રામ ( Ram ) તો પરમાનંદ સ્વરૂપ છે. રામજીનું સ્મરણ કરે, તેને દુઃખ થાય નહિ. ઉલટું સુખ થાય છે. તો રામજીને શું દુઃખ થતું
હશે? સુખ દુઃખનું કારણ પોતાનું કર્મ છે. તેમાં કોઈને દોષ આપવાનો નથી. કૈકેયી પ્રત્યે રામજીના મનમાં ક્રોધ આવ્યો નહીં.
રામજીને કર્મનું બંધન નથી. તેઓ કર્મથી પર છે. રામજી પોતાની ઇચ્છાથી પ્રગટ થયા છે. જીવને જે અવતાર મળે છે, તે પોતાના કર્મથી. ઈશ્વર સ્વેચ્છાથી પ્રગટ થાય છે. પરમાત્મા જ્યારે લીલા કરવા આવે છે, ત્યારે કર્મની મર્યાદામાં રહે છે. જગતને એવો
આદર્શ બતાવે છે કે હું ઇશ્વર છું, છતાં કર્મની મર્યાદા પાળું છું. આ ભગવાનની લીલા છે. રામ કર્મથી પર છે છતાં જગતને બતાવે
છે કે, હું કર્મના બંધનમાં છું. રામ સ્વેચ્છાથી પ્રગટ થયા છે. જીવ પોતાના કર્મથી જન્મે છે. રામકથા અનેક ગ્રંથોમાં વર્ણવવામાં
આવી છે. કૈકેયીએ ( Kaikeyi ) રામને વનવાસ આપ્યો, કૌશલ્યા માને અતિ દુઃખ થયું છે. રામજીએ માને કહ્યું છે. આ મારા કર્મનું ફળ છે. પૂર્વ જન્મમાં મેં કૈકેયીને દુ:ખ આપ્યું હતું, તેનું આ ફળ છે. મેં પરશુરામ અવતારમાં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો.
પૂર્વજન્મમાં કૈકેયી રેણુકા હતી. જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની મા. એક વખત ચિત્રસેન ગંધર્વ અનેક અપ્સરાઓ સાથે
વિહાર કરતો હતો. રેણુકાએ આ જોયું. પરપુરુષનો વિહાર જોતા મનમાં થોડો વિકાર આવ્યો. આ ગંધર્વકન્યાને જેવું સુખ મળે છે,
તેવું સુખ મને મળ્યું નહિ. રેણુકાને આવતાં વિલંબ થયો. જમદગ્નિ જાણી ગયા કે રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો છે. જમદગ્નિને
ખોટું લાગ્યું, પરશુરામને કહ્યું, તારી મા પાપી છે. તેને મારી નાખ. પરશુરામને આજ્ઞા કરી, તેથી તેને માને મારી નાખી. રેણુકાનો
શિરચ્છેદ કર્યો.
રામજી કૌશલ્યાજીને ( Kaushalya ) સમજાવે છે. પૂર્વજન્મમાં મેં માને દુઃખ આપ્યું, તેથી આ જન્મમાં મને કૈકેયી મા દુઃખ આપે છે.
મહાત્માઓ ત્યાં સુધી કહે છે કે રામાવતારમાં વાલીને માર્યો તે જ વાલી કૃષ્ણાવતારમાં પારધી થઈ આવ્યો અને ભગવાનને બાણ
માર્યું. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે.
આખી રાત લક્ષ્મણજી ( Lakshman ) અને ગુહક વચ્ચે વાતો થઇ. બ્રાહ્મ મુહૂર્તમાં રામજી સ્નાન કરી શિવપૂજન કરે છે.
જીવનમાં કંઇક નિયમ રાખો. જેના જીવનમાં નિયમ નથી, તે પશુ કરતાં પણ અધમ છે. મનુષ્ય જો નિયમ ન રાખે, સંયમ ન
રાખે, તે પશુ કરતાં પણ હલકો છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૦
રઘુનાથજી આદર્શ બતાવે છે, હું ઈશ્વર છું, છતાં શિવપૂજન કરું છું.
ગુહકને ઘરે જવા કહ્યું. ગુહક જવા ના પાડે છે. રામજી કહે:-સારુ, ચિત્રકુટમાં હું નિવાસ કરું તે છી તમે ઘરે જજો.
ભગવાન ધીમે ધીમે પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાં પધાર્યા છે. ત્યાં ભરદ્વાજ મુનિનો આશ્રમ છે, ત્યાં ભગવાન પધાર્યા.
તમે ભરદ્વાજ થશો તો તમારે ત્યાં પરમાત્મા આવશે. દ્વાજ એટલે ગુરુનો બોધ. દ્વાજને કાનમાં ભરી રાખે તે ભરદ્વાજ.
આ જગતની બધી વાતો સાંભળવામાં સાર નથી. ઉલટો ભક્તિમાં વિક્ષેપ થાય છે. ભરદ્વાજ બહુ બોલતા નથી. તેઓ
રામકથા વારંવાર સાંભળતા. તેઓ રામચરણના અતિ અનુરાગી હતા. ભરદ્વાજ મુનિને અતિ આનંદ થયો. રામ, સીતા, લક્ષ્મણ
ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. બીજા ઋષિઓને ખબર પડતાં, ત્યાં આવ્યા. ભરદ્વાજ મુનિ કહે છે, આજ સુધી સાધના
કરી તેનું ફળ મને મળી ગયું. સર્વ સાધનાનું ફળ છે ભગવાનનાં દર્શન. ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા વગર શાંતિ મળતી નથી.
ભગવતદર્શન વગર જીવન સફળ થતું નથી. એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યો. બીજે દિવસે પ્રાતઃકાળે રામચંદ્રજીએ ભરદ્વાજ
મુનિને કહ્યું કે આપ ઋષિકુમારોને આજ્ઞા કરો. તેઓ અમને વાલ્મીકિના આશ્રમનો રસ્તો બતાવે. ચાર ઋષિકુમારો સાથે આવે છે.
પછી પ્રભુ વાલ્મીકિ ઋષિના આશ્રમમાં આવ્યાં.
મા નિષાદ પ્રતિષ્ઠાત્વમગમ: શાશ્ર્વતી: સમા: ।
યત્ક્રોચ મિથુનાદેક મવધી કામમોહિતમ્ ।।
વાલ્મીકિએ ( Valmiki ) રામકથા ( RamKatha ) સમાધિભાષામાં લખી છે. રામજીનું પ્રાગટય પહેલા વાલ્મીકિએ રામાયણ લખ્યું હતું. વાલ્મીકિ આદિ કવિ છે. વાલ્મીકિના મુખમાંથી પહેલો ‘શ્ર્લોક’ નીકળ્યો તે પહેલાં, જગતમાં શ્લોક ન હતો. એક પારધીએ કૌંચના
જોડીમાંથી કૌંચીને બાણ માર્યું. વાલ્મીકિ આ દ્રશ્ય જોઈ, બહુ વ્યાકુળ થયા અને પારધીને ઠપકો આપ્યો. આ શ્લોકમાંથી બે અર્થ
નીકળે છે. એક અર્થ રામજીપરક અને બીજો સાધારણ.