Bhagavat: વાલ્મીકિના ( Valmiki ) આશ્રમમાં શ્રીરામ, લક્ષ્મણ ( Lakshman ) , જાનકીજી પધાર્યાં છે. રામચંદ્રજીએ વાલ્મીકિને કહ્યું:-આપ ત્રિકાળદર્શી છો.
વાલ્મીકિ કહે:-આ તો સત્સંગનું ફળ છે. પહેલાં હું વાલિયો ભીલ હતો. લૂંટફાટનો ધંધો કરતો. કુટુંબ માટે પાપ કરતો.
નારદજી સાથેના સત્સંગથી મારું જીવન સુધર્યું છે. નારદજીએ મને પૂછ્યું. તું કોને માટે પા૫ કરે છે? મેં જવાબ આપ્યો મારા કુટુંબ
માટે. નારદજીએ મને પૂછ્યું તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે? મેં જવાબ આપ્યો કે કેમ નહિ ? નારદજીએ
કહ્યું. જા, પૂછીને ખાત્રી તો કર. હું ઘરે ગયો. મેં મારી પત્ની અને પુત્રોને પૂછ્યું, ‘હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને?’
બધાંએ જવાબ આપ્યો પાપ કરે તે ભોગવે. અમે ભાગીદાર શાના? મને ધિક્કાર છૂટયો. મારો મોહ નષ્ટ થયો. હું ફરીથી નારદજી
પાસે આવ્યો. નારદજીને સઘળી વાત કહી. નારદજીએ રામનામનો મંત્ર આપ્યો. હું પાપીના મુખમાંથી રામનામને બદલે મરા મરા
શબ્દ નીકળવા લાગ્યો. રામ ( Ram ) રામનો જપ બરાબર કરી શકયો નહિ. હું ઉલટો જપ કરવા લાગ્યો. છતાં પ્રભુએ મારા ઉપર કૃપા કરી.
મારો ઉદ્ધાર થયો. સોઈ જાનઈ જેહી દેહુ જનાઈ । જાનત તુમહિં તુમહિં હોઈ જાઈ । ઊલટા નામ જપત જગ જાના, બાલ્મીક
ભએ બ્રહ્મસમાના ।।
જેના ઉપર કૃપા કરી, આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો તે જ આપને જાણી શકે છે. અને આપને જાણ્યા પછી
તે આપનું જ સ્વરૂપ બની જાય છે.
તુલસીદાસજીએ ( Tulsidas ) રામાયણમાં ( Ramayan ) પૂર્ણ અદ્વૈતનું વર્ણન કર્યું છે. ભક્ત અને ભગવાનમાં પછી કાંઈ ભેદ રહેતો નથી.
પ્રભુએ વાલ્મીકિઋષિને કહ્યું, અમારે વનમાં વાસ કરવો છે. અમને કોઈ સ્થાન બતાવો.
વાલ્મીકિ કહે છે:-આપ ક્યાં નથી? આપ જયાં ન હો તેવું સ્થાન મને બતાવશો? આપ સર્વ જગ્યાએ છો. અને ખાસ
કરીને નીચે જણાવેલા લક્ષણોવાળા ભકતોના હ્રદયમાં આપ વસો છો. આ ચોપાઈઓથી બતાવવામાં આવ્યું છે કે તમે એવા થશો
અથવા એવા હશો તો ભગવાન તમારા હ્રદયમાં વાસ કરશે.
જીન્હે કે શ્રવણ સમુદ્ર સમાના । કથા તુમ્હારિ સુભગ સરિ નાના ।।
ભરહિં નિરંતર હોહિં ન પૂરે । તિન્હ કે હિય તુમ્હ કહુઁ ગૃહ રૂરે ।।
કામ કોહ મદ માન ન મોહા । લોભ ન છોભ ન રાગ ન દ્રોહા ।।
જિન્હ કેં કપટ દંભ નહિં માયા । તિન્હ કેં હ્રદય બસહુ રઘુરાયા ।।
સબ કે પ્રિય, સબ કે હિતકારી । દુ:ખ સુખ સરિસ પ્રસંસા ગારી ।।
કદહિં સત્ય પ્રિય બચન બિચારી । જાગત, સોવત સરન તુમ્હારી ।।
તુમહિ છાડિ ગતિ દૂસરિ નાહીં । રામ બસહુ તિન્હ કે મન માહીં ।।
જનની સમ જાનહિં પરનારી । ધનુ પરાવ બિષ તેં બિષ ભારી ।।
જે હરષહિં પર સંપત્તિ દેખી । દુ:ખિત હોંહિ પર બિપત્તિ વિષેખી ।।
જિન્હહિં રામ તુમ પ્રાન પ્રિઆરે ।તિન્હકે મન શુભ સદન તુમ્હારે ।।
સ્વામિ સખા પિતુ માતુ ગુરુ જિન્હ કે સબ તુમ્હ તાત ।
મન મંદિર તિન્હ કેં બસહુ સીય સહિત દોઉ ભ્રાત ।।
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૧
અધ્યાત્મ રામાયણના શ્લોકનું આ ભાષાંતર કર્યું છે. ભકતોના ચૌદ લક્ષણો આમાં બતાવ્યાં છે.
વાલ્મીકિ કહે છે:-મહારાજ! તમે કહો છો કે રહેવાની જગ્યા બતાવો, તો આપ કયાં નથી ? નાથ! તમે આ લીલા કરો
છો. હું આપને સ્થાન બતાવું છું. ચિત્રકૂટ પર્વત ઉપર આપ બિરાજો.
શ્રીમદ્ ભાગવત સમાધિ ભાષા છે. તેમ વાલ્મીકિ રામાયણ પણ સમાધિ ભાષા છે.
ચિત્ત એ ચિત્રકૂટ છે. અંતઃકરણ પરમાત્માનું ચિંતન સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે. પરમાત્માનું ચિંતન સતત
થાય ત્યારે ચિત્ત કહેવાય. ચિંતન કરવું, એ ચિત્તનો ધર્મ છે. નિર્ણય કરવો, એ બુદ્ધિનો ધર્મ છે. સંકલ્પ કરવો, એ મનનો ધર્મ
છે.એક જ અંતકરણના આ ભેદો છે. પાપ થાય છે અજ્ઞાનથી ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે.
લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતાજી ( Sita ) પરાભક્તિનું સ્વરૂપ છે. રામ એ પરમાત્મા છે. ધારણા કરે ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે
છે.
રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે. અત્રિઋષિનો ત્યાં આશ્રમ છે. અત્રિઋષિ વયોવૃદ્ધ થયા હતા. તેનો
ગંગાસ્નાનનો નિયમ હતો. ગંગાસ્નાન માટે જઈ શકે તેમ ન હતું. અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી, તમે મારા આશ્રમમાંથી પ્રગટ
થાવ અને ગંગાજી ત્યાં પ્રગટ થયાં.
તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ પર રઘુનાથજીનાં દર્શન થયાં હતાં.
ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર ।
તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુવીર ।।