
Bhagavat: દશરથજીનો ( Dashrath ) વિયોગ સાચો. દશરથનો રામપ્રેમ સાચો કે રામના ( Ram ) વિયોગમાં જીવ્યા નહીં.
સર્વ વિલાપ કરવા લાગ્યા. વસિષ્ઠજીએ ઉપદેશ આપ્યો. સેવકોને આજ્ઞા કરી, તમે ” કૈકેય દેશમાં જાવ. ભરત ( Bharat ) શત્રુઘ્નને
એટલું જ કહેજો કે ગુરુજી તમને બોલાવે છે. સેવકો ત્વરીત ગતિએ ત્યાં ગયા છે. સેવકોએ કહ્યું, ગુરુ મહારાજ તમને બોલાવે છે.
ભરત, શત્રુઘ્ન અયોધ્યા આવે છે. રસ્તામાં અનેક પ્રકારનાં અપશુકન થયાં. રથ અયોધ્યામાં આવે છે. બજારો બંધ હતાં. લોકોએ
કાળા વસ્ત્રો પહેર્યા છે. ભરતજી વિચાર કરતા જાય છે. ભરત આવ્યાના સમાચાર સાંભળી, કૈકેયી હરખાતી દોડતી આવી. ભરતે
પૂછ્યું:-મા! મારા પિતાજી ક્યાં છે?
કૈકેયી ( Kaikeyi ) કહે-તને શું કહું? આ બધું રાજ્ય તને મળ્યું છે. તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની
હતી, પણ મંથરાએ મદદ કરી. મંથરાએ કહ્યું તેથી મેં બે વરદાન માગ્યાં કે જેથી વ્યાકુળ થઈ તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો છે.
ભરત:-તે વખતે મારા રામ કયાં હતા?
કૈકેયી:-રામલક્ષ્મણ ( Ram Lakshman ) વનમાં ગયા છે.
ભરતજીને અતિશય દુઃખ થયું. અતિ ક્રોધમાં કૈકેયીનો તિરસ્કાર કર્યો. મારા રામને તેં વનવાસ આપ્યો? વનવાસનું
વરદાન માગતાં તારી જીભ કપાઈ કેમ ન ગઈ? મોઢામાં કીડા કેમ ન પડયા?
શત્રુઘ્નની નજર મંથરા પર પડી. મંથરાને લાત મારી.
ભરત-શત્રુઘ્ન કૌશલ્યાને મળવા આવે છે. માનું સ્વરૂપ જોયું જતું નથી. ભરતને મૂર્છા આવી. ભરતજી મા કૌશલ્યાને ( Kaushalya )
વારંવાર પૂછે છે:-મા! રામ કયાં છે? આ સર્વ અનર્થનું મૂળ હું છું. કૈકેયીએ રામને વનમાં મોકલ્યા, તેમાં મારી સંમતિ હોય તો
માતૃપિતૃ હત્યા વગેંરે પાપોનું ફળ મને મળે.
કૌશલ્યાએ કહ્યું:-બેટા! ધીરજ ધર. શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા છે. તારા પિતાએ પ્રાણત્યાગ
કર્યો. મારું જ નસીબ ફૂટયું. આ અનર્થનું મૂળ હું છું. હજુ મારા પ્રાણ જતા નથી.
પછી પ્રાતઃકાળે સરયૂના કિનારે દશરથના દેહને અગ્નિસંસ્કાર કરાયો.
દશરથજીએ આજ્ઞા આપેલી કે ભરતની સંમતિ હોય, તો મારો અગ્નિસંસ્કાર તેમના હાથે ન થાય.
કૌશલ્યા, સુમિત્રા રાણીઓને સતી થતા ભરત રોકે છે.
પંદર દિવસ પછી મોટી શોકસભા ભરી છે. વસિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે. પહેલું ભાષણ વસિષ્ઠ મુનિનું થયું.
દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા, તે પછી રામજીના ગુણોનું વર્ણન કર્યું, પિતાજીની આજ્ઞા માથે ચઢાવી, રામ વનમાં ગયા છે.
દશરથજી સ્વર્ગમાં ગયા છે. રામજી વનમાં છે. આવતી કાલે અમે ભરતને રાજા બનાવીશું.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૩
મળ્યું હોવા છતાં વેદને જાણતો નથી અને પોતાનો ધર્મ છોડી વિષયભોગમાં લીન રહે છે.
એ વૈશ્ય શોચનીય છે કે, જે ધન હોવા છતાં દાન કરતો નથી. અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી.
તેવો ગૃહસ્થ શોક કરવા યોગ્ય છે કે જે મોહવશ કર્મમાર્ગનો ત્યાગ કરે છે. તેવા સંન્યાસીનો શોક કરવો જોઇએ કે જે,
જ્ઞાનવૈરાગ્ય રહીત છે અને દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે.
તે સ્ત્રી શોચનીય છે, કે જે પતિને છેતરે છે. જે કુટિલ અને કલહપ્રિય છે, અને જે સ્વેચ્છાચારિણી છે.
અને સર્વ રીતે અતિ શોચનીય તો તે કે જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે છે. જે બીજાઓનું અનિષ્ટ કરે છે, પોતાના
શરીરનું પોષણ કરવામાં જ રત રહે છે, અને જે હરિની ભક્તિ કરતો નથી.
મહારાજ દશરથ માટે શોક કરવાની જરૂર નથી. એમનો રામપ્રેમ સત્ય છે. રામના વનમાં ગયા પછી તેઓ જીવ્યા નહીં.
તેમનો આ લોક સુધર્યો અને પરલોક પણ સુધર્યો.
ભરત! ચૌદ વર્ષ પછી રામચંદ્રજી વનમાંથી આવે તે પછી તારી ઈચ્છા પ્રમાણે તું કરજે. પરંતુ આવતી કાલે અમે તને ગાદી
ઉપર બેસાડીશું. અયોધ્યા અનાથ છે, તેને સનાથ કરો.
કૌશલ્યાએ પણ એવી આજ્ઞા કરી.
ભરતજી જવાબ આપે છે. ભરતજીનું ભાષણ અતિ દિવ્ય છે. ભરત સભામાં ઊભા છે. સીતારામનું સ્મરણ થતાં
આંખમાંથી આંસુ નીકળે છે.
પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે. અને રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થઈશ? અયોધ્યાની પ્રજા સુખી થશે? સર્વ
અનર્થનું કારણ હું છું. જગતમાં ભરતનો જન્મ ન થયો હોત તો આવો પ્રસંગ આવત નહિ. આ પાપી ભરતનો જન્મ જગતમાં ન
થયો હોત તો સારું થાત. આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા તેનું દુ:ખ નથી. મને એક જ દુ:ખ થાય છે કે મારા રામ વલ્કલ ધારણ
કરી ઉઘાડા પગે વનમાં ફરે છે. રઘુનાથજી વિના સઘળું વ્યર્થ છે. મને ત્યારે શાંતિ મળશે કે જ્યારે હું રામસીતાનાં દર્શન કરીશ, આ
કૈકેયીનો પુત્ર કૈકેયી કરતાં અધમ છે. હું રામજીની સેવા કરું તો મારું જીવન સફળ થાય. જે ગાદી ઉપર રાજા ભગીરથ બિરાજતા
હતા તે ગાદી ઉપર બેસવાને, હું લાયક નથી. હું આવતી કાલે રામજીને મળવા જાઉં છું. મને આજ્ઞા આપો. તમે મને આશીર્વાદ
આપો કે રામજી અયોધ્યા પધારે. હું તો રામજી પાસે મારા પાપની માફી માંગીશ. રામજી તે ક્ષમા કરશે. રાજ્યના માલીક રામ છે. હું
તો તેમનો સેવક છું.