
Bhagavat: ભરતને ( Bharat ) સીતારામ ( Sitaram ) વિના ચેન પડતું નથી. ભોગના અનેક પદાર્થો હતા, છતાં ભરતનું મન તેમાં જતું નથી. સર્વ ભોગ પદાર્થોની ઉપસ્થિતિ હોવા છતાં, જેનું મન તેમાં જતું નથી, તે સાચો વૈષ્ણવ છે. તે સાચો ભક્ત છે.
જનમ જનમ રતિ રામપદ યહ વરદાન ન આન ।।
ભરતજીએ ત્રિવેણી ગંગા પાસે માગ્યું છે મારી બીજી કોઇ ઇચ્છા નથી, હું મોક્ષ માંગતો નથી. અર્થ, ધર્મ, કામ કાંઈ નહિ.
જ્ઞાની પુરુષોને મુક્તિની ઈચ્છા નથી, જે ભક્તિરસમાં તરબોળ થયો હોય તેને, મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંત કહે છે
આત્મા સદા મુક્ત છે. તો તેને મુક્તિ શાની? ભગવાન મુક્તિ આપે છે, પણ ભક્તિ જલદી આપતા નથી.
સાધુઓ ભરતના વખાણ કરે છે. અમારા વૈરાગ્ય કરતાં ભરતનો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા. દશમે
દિવસે રામ અને ભરતનું મિલન થયું. આજે તો સૂર્યનારાયણ અસ્તાચલમાં ગયા છે. સીતારામ, સીતારામ કરતાં ભરત ચાલે છે.
ચિત્રકૂટના દૂરથી દર્શન થતાં લોકોએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. લોકોએ ચિત્રકૂટની તળેટીમાં મુકામ કર્યો.
આ બાજુ સીતાજીને ( Sita ) સ્વપ્ન આવ્યું કે ભરતજી આપણને મળવા આવ્યા છે. સાથે અયોધ્યાની ( Ayodhya ) પ્રજા છે. પણ સાસુજીનો
વેશ અમંગલ હતો. રામજી કહે છે આ સ્વપ્ન સારું નથી. કાંઈક દુ:ખની વાત સાંભળવી પડશે. રામલક્ષ્મણ બિરાજયા છે.
પ્રાતઃકાળ થતાં ભરતે વસિષ્ઠજીની ( Vasishth ) આજ્ઞા માંગી છે. ગુરુજી, આજ્ઞા આપો તો, હું ઉપર જાઉં. પણ ભરતજી પાછા
વ્યાકુલ થયા, વિચારે છે મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું? રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના, ના, મોટાભાઇ
આવું નહિ કરે. મને જરૂર અપનાવશે. ભાભી મને રામજી સાથે મળવા નહીં દે તો? ના, ના, સીતાજીના હ્રદયમાં રામજી બિરાજ્યા
છે. તેઓ એવું નહિ કરે. સીતારામ બોલતા, બોલતા ભરતજી જાય છે.
ભીલ લોકો દોડતા રામજી પાસે આવ્યા. ભીલ લોકોએ કહ્યું, કોઇ ભરત નામનો રાજા આપને મળવા આવે છે. સાથે
ચતુરંગિણી સેના છે. તેથી આ પશુઓ ગભરાટમાં દોડે છે. રામજી વિચારમાં પડયા, એટલે લક્ષ્મણના ( Lakshman ) મનમાં કુભાવ થયો. અને બોલ્યા, ભરતજી જો મને માત્ર મળવા આવતા હોય તો સાથે સેના લાવવાની શી જરૂર? હું જાણું છું કે ભરત સાધુ છે, પણ રાજ્ય
મળ્યા પછી તેની બુદ્ધિ બગડી હશે અને પોતાના રાજ્યને નિષ્કંટક કરવા આવતા હશે. સત્તા મળે એટલે મનુષ્ય પાગલ બની જાય
છે. લક્ષ્મણજીને ક્રોધ આવ્યો. રઘુનાથજીએ લક્ષ્મણને હાથ પકડી બેસાડયા. રામ કહે છે, લક્ષ્મણ! ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે
તો પણ તેને મદ થાય તેમ નથી. આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૭૬
ભરતજી સીતારામ સીતારામ બોલતા આવે છે. ભરતજીનો પ્રેમ એવો હતો કે ચિત્રકૂટના પથ્થરો પણ પીગળી ગયા.
ભરત જુએ છે સીતારામ બિરાજ્યા છે. જ્ઞાનની વાર્તા કરે છે. સીતા અને લક્ષ્મણ સેવામાં હાજર છે. ભરતને બીક લાગે છે. હું પાપી
ત્યાં શી રીતે જાઉં? ધીરજ ધારણ કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા ગયા. ભરતજીએ વંદન કર્યા તે, લક્ષ્મણજીએ જોયું. લક્ષ્મણે
રામજીને કહ્યું ભરતજી તમને પ્રણામ કરે છે. રામજી બોલી ઉઠયા, મારો ભરત કયાં છે? ભરતને ઉઠાવી આલિંગન આપ્યું. ચિત્રકૂટ
ઉપર આ જીવ અને શિવનું મિલન થયું.
ચિત્રકૂટમાં ભગવાન, લક્ષ્મણ અને જાનકી સાથે બિરાજે છે. લક્ષ્મણ એટલે વૈરાગ્ય, સીતાજી એટલે પરાભકિત. વૈરાગ્ય
અને પરાભકિતને સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં એટલે ચિત્તમાં-અંતરમાં બિરાજે છે. તેને જીવ (ભરત) મળવા જાય છે. એ
મિલનનું ચિંતન પણ પાપને બાળે છે. પ્રભુમિલનની તીવ્ર ઈચ્છા થાય, ત્યારે દિવ્ય જીવનનો આરંભ થાય છે. રામજીના મુખમાંથી
એક શબ્દ પણ નીકળતો નથી.
સાથમાં વસિષ્ઠ અને માતાજી પણ છે. ભરતે સીતાજીને પ્રણામ કર્યા. સીતાજીએ આશીર્વાદ આપ્યા. ભરતને ખાત્રી થઈ
મારા અપરાધની ક્ષમા કરાઈ છે. વસિષ્ઠને દંડવત પ્રણામ કરી, રામચંદ્રજી પ્રથમ ભેટે છે કૈકેયીને. કૈકયી ને પશ્ર્ચાત્તાપ થાય છે.
રામજી કૈકેયીને સમજાવે છે. તમે બિલકુલ રંજ ન કરો. આમા તમારો દોષ નથી. આ વિધિની લીલા છે. પછી રધુવીર બધી
માતાઓને ભેટી સમજાવે છે, કોઈનો દોષ નથી. સર્વને રામ એક જ સમયે મળ્યા છે. સાસુજીને જોતાં સીતાજી વ્યાકુળ થયાં છે.
સીતાનો તાપસી વેશ જોતાં કૌશલ્યાનું હ્રદય ભરાઈ આવ્યું. વસિષ્ઠજીએ દશરથના પ્રાણત્યાગની કથા કહી સંભળાવી. રામજી
વિલાપ કરે છે. મારા પિતાજીનો મારા ઉપર કેવો પ્રેમ હતો. રામજીએ પિતાનું શ્રાદ્ધ કર્યુ.
ભરતને એક જ ચિંતા છે. મારાં રામસીતા ઘરે પાછા ફરશે કે નહીં. હું મારા મુખથી કેમ કહું? વસિષ્ઠજીએ ભરતની પરીક્ષા
કરી છે. ભરત તું કહેજે