
Bhagavat: રામચંદ્રજીનું ( Ramachandra ) ચરિત્ર દિવ્ય છે. રામચંદ્રજી જેવી મર્યાદા પાળે, માતાપિતાની સેવા કરે, એક પત્નીવ્રત પાળે, ભાઈઓ ઉપર
પ્રેમ રાખે વગેરે, રામજીના ( Ram ) ગુણો જીવનમાં ઉતારે તો રામ મળે. રામ મળે એટલે આરામ મળે. રામ વગર આરામ મળવાનો નથી.
રામાયણનું ( Ramayan ) એક એક પાત્ર આદર્શ છે:- રામ જેવો પુત્ર થયો નથી.
વસિષ્ઠ જેવા ગુરુ થયા નથી.
દશરથ જેવા પિતા થયા નથી.
કૌશલ્યા જેવી માતા થઈ નથી.
રામ જેવા પતિ થયા નથી.
સીતા જેવી પત્ની થઇ નથી.
ભરત જેવો ભાઈ થયો નથી.
રાવણ જેવો શત્રુ થયો નથી.
ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ, પિતૃપ્રેમ, પુત્રપ્રેમ, ભ્રાતૃપ્રેમ, પતિપ્રેમ, પત્નીપ્રેમ કેવો હોય તે રામાયણમાં બતાવ્યું છે.
એકનાથજીએ ભાવાર્થરામાયણ લખ્યું છે, રાવણની ( Ravan ) વિરોધભક્તિ હતી. રાવણે વિચાર્યું એકલો હું જ રામની ભકિત કરું
તો તો મારો એકલાનો જ ઉદ્ધાર થાય. મારા આ રાક્ષસો કોઈ દિવસ રામનું નામ લેવાના નથી. એટલે જો હું રામજીની સાથે વિરોધ
કરું તો આ દરેક રાક્ષસો રામને હાથે તેમની સન્મુખ જોતાં જોતાં મરશે એટલે તેઓ સર્વનો ઉદ્ધાર થશે. એટલે આ સર્વનો ઉદ્ધાર
કરવા મેં રામજી સાથે વિરોધ કર્યોં છે, એમ રાવણ કુંભકર્ણને કહે છે.
રામાયણ શ્રીરામજીનું નામ સ્વરૂપ છે. રામાયણનો એક એક કાંડ એ રામજીનું અંગ છે.
બાલકાંડ એ ચરણ છે.
અયોધ્યાકાંડ એ સાથળ છે.
અરણ્યકાંડ એ ઉદર છે.
ક્રિષ્કિંધાકાંડ એ હ્રદય છે.
સુંદરકાંડ એ કંઠ છે.
લંકાકાંડ એ મુખ છે.
ઉત્તરકાંડ એ શ્રી રામજીનું મસ્તક છે.
રામાયણ શ્રીરામજીનું નામ સ્વરૂપ છે. અને તે રીતે જીવમાત્રનો તે ઉદ્ધાર કરે છે. રામચંદ્રજી આ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ
બિરાજતા હોય ત્યારે અનેક જીવોનો ઉદ્ધાર કરે છે. પણ જ્યારે તેઓ પ્રત્યક્ષ બિરાજતા ન હોય ત્યારે રામાયણ અનેક જીવોનો
ઉદ્ધાર કરે છે. રામજીએ તો અમુક જીવોનો ઉદ્ધાર કરેલો. રામાયણે તો અનેક જીવોને પ્રભુના માર્ગે વાળ્યા છે. અનેક જીવનું કલ્યાણ
કર્યું છે, કરે છે, અને કરતું રહેશે. તેથી રામ કરતાં રામાયણ શ્રેષ્ઠ છે. એમ કહીએ તો વાંધો નથી.
Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૮૬
વાંચો. રામાયણનું મનન કરો. મનોમાલિન્યનું દર્પણ રામાયણ છે. જેનો ઘણો સમય નિદ્રા અને આળસમાં જાય તે પોતાને
કુંભકર્ણ માને. પરસ્ત્રીનું કામભાવથી સ્મરણ ચિંતન કરે, તે રાવણ છે. રાવણ એટલે કામ. કામ રડાવે, કામ જ દુ:ખ આપનાર છે.
રડાવે તે રાવણ. પરમાનંદમાં રમાડે તે રામ. રામાયણના સાત કાંડ છે. રામાયણના સાત કાંડની કથા ઉપર સંક્ષેપમાં કહી છે. હવે
તેનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ. રામાયણના સાત કાંડ એ મનુષ્યની ઉન્નતિના સાત પગથિયા છે.
એકનાથ મહારાજે કહ્યું છે કે, એક પછી એક કાંડના નામ મૂકવામાં રહસ્ય છે. પહેલો કાંડ બાલકાંડ છે. બાળક જેવા
નિર્દોષ હોય તો રામને ગમે. બાળક પ્રભુને પ્રિય લાગે છે, કારણ બાળક નિરાભિમાની હોય છે. બાળકમાં છળકપટ હોતું નથી.
વિદ્યા વધે, પ્રતિષ્ઠા વધે તો પણ તમારું હ્રદય બાળક જેવું રાખજો. બાલકાંડ એ નિર્દોષકાંડ છે, રામ કોને મળે? જે બાળક થાય
તેને. એટલે કે જે તદન નિર્દોષ હોય છે તેને, બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર થવાનો પ્રયત્ન કરો, દોષ મનુષ્યની આંખમાંથી
મનમાં આવે છે. તેથી દ્દષ્ટિ ઉપર અંકુશ રાખશો તો જીવન નિર્દોષ બનશે, દ્દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિ કોઈને સુખરૂપ અને
કોઈને દુ:ખરૂપ લાગે છે. સૃષ્ટિમાં સુખ નહી દુ:ખ નહીં. સુખ-દુઃખ દ્દષ્ટિમાં છે. તેથી ભગવાન શંકરાચાર્ય સંસારને અનિર્વચનીય
માને છે. તેનું વર્ણન થઇ શકતું નથી. બાળક જેવી નિર્દોષ, નિર્વિકાર, દ્દષ્ટિ રાખો તો રામના સ્વરૂપને ઓળખી શકો. જીવનમાં
સરળતા આવે છે સંયમથી, બ્રહ્મચર્યથી. જીવ માન અને અપમાનને ભૂલી જાય તો જીવનમાં સરળતા આવે. બાળક જેવા નિર્માન
અને નિર્મોહ થયા પછી તમારું શરીર અયોધ્યા બનશે. જયાં યુદ્ધ નથી, વેર નથી, તેવી કાયા એ અયોધ્યા છે. એટલે બાલકાંડ
પછી અયોધ્યાકાંડ.
અયોધ્યાકાંડ મનુષ્યને નિર્વૈર બનાવે છે. મનુષ્ય નિર્વૈર કયારે બને છે? જ્યારે સરયૂના કિનારે-ભક્તિના કિનારે ચોવીસે
કલાક રહે ત્યારે.
ભક્તિ એટલે પ્રેમ. તેથી અયોધ્યાકાંડ ( ayodhya kanda ) પ્રેમનું દાન કરે છે. રામનો ભરત પ્રત્યેનો પ્રેમ, રામનો સાવકી માતા તરફનો પ્રેમ
વગેરે, આ કાંડમાં જોવા મળે છે. રામની નિર્વૈરતા જોવા મળે છે.