
યશોદા કહે છે:-તમે અંધારામાં માખણ રાખો તો કનૈયો દેખે નહીં. ગોપીઓ કહે, અમે અંધારામાં માખણ રાખ્યું હતું પણ
કનૈયો આવે તો અજવાળુ થાય છે. ઇશ્વર પરપ્રકાશ નથી. તે સ્વયંપ્રકાશ છે. પરમાત્માને દીવાની જરૂર નથી. દીવાની જરૂર
મનુષ્યને છે.
સાયંકાળે સૂર્ય ચંદ્રનાં તેજ દુર્બળ બને છે. સૂર્ય બુદ્ધિના અને ચંદ્ર મનના સ્વામી છે. મન બુદ્ધિના સ્વામી દુર્બળ હોય છે.
એટલે સાયંકાળે મન બુદ્ધિનું બળ ઓછું હોય છે, ત્યારે કામ, મન બુદ્ધિમાં પ્રવેશ કરે છે. કામ મનમાં પ્રવેશ કરે છે સાંજે અને પ્રગટે
છે રાત્રે. સંધ્યાકાળે પ્રભુના જપ કરો, તો કામ મનમાં પ્રવેશી શકશે નહિ.
કશ્યપઋષિ દિતિને સમજાવે છે. ભગવાન આ સમયે જીવમાત્રને નિહાળવા ભ્રમણ કરે છે. તેથી સાયંકાળે સ્ત્રીસંગ
કરવાથી શંકરનું અપમાન થાય, તેથી અનર્થ થાય. શંકર ભગવાન જોશે તો સજા કરશે.
ભસ્માન્તમ્ શરીરમ્ આ શરીર ભસ્મ જેવું છે. તેની ભસ્મ બનવાની છે. એટલે શિવજી ભસ્મ ધારણ કરે છે. જગતને
વૈરાગ્યનો બોધ કરે છે. શરીરને લાડ બહુ નહિ કરશો. આ શરીર એક દિવસ સ્મશાનમાં જવાનું છે, તે હંમેશ યાદ રાખો. ગૃહસ્થાશ્રમ
વિલાસ માટે નથી. પણ મર્યાદામાં રહી, વિવેકથી કામસુખ ભોગવી, કામનો વિનાશ કરવા માટે છે. નિયમથી કામનો વિનાશ
કરવા આ ગૃહસ્થાશ્રમ છે. કામ એવો દુષ્ટ છે કે, એકવાર હ્રદયમાં પ્રવેશ કર્યા પછી તે નીકળતો નથી. કામ એક વખત અંદર પ્રવેશ
કરી જાય પછી તમારું ડહાપણ ચાલશે નહીં, માટે જીવન એવુ સાદું અને પવિત્ર ગાળો કે કામને મનબુદ્ધિમાં પ્રવેશ કરવાનો
અવસર જ ન મળે.
ઘુવડોની સભા ભરાયેલી, તેઓએ નિર્ણય કર્યો કે સૂર્યનારાયણ છે જ નહિ, કારણ તે અમને દેખાતા નથી. ઘુવડને સૂર્ય
ન દેખાય એટલે શું સૂર્ય નથી? ધર્મને ન માનનાર, ઇશ્વરને ન માનનાર ઘૂવડના મોટાભાઈ કહેવાય.
ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ૧૦૩
દિતિ-ભેદબુદ્ધિમાંથી આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ થયો છે. સર્વમાં મારા નારાયણ રહેલા છે, એવો
અભેદભાવ રાખે તો પાપ થાય નહિ.
દિતિએ કશ્યપનું કહ્યુ માન્યું નહિ. કશ્યપઋષિ દિતિના દુરાગ્રહને વશ થયા. દિતિને પોતાની ભૂલ સમજાઈ. પાછળથી
દિતિ ૫ણ પસ્તાયાં છે. દિતિએ કશ્યપની સેવા કરી. શિવજીની ક્ષમા માંગી.
કશ્યપે કહ્યું:-તમારા ગર્ભમાંથી બે રાક્ષસો બહાર આવશે.
પતિ-પત્ની સંયમ ન રાખે તો, તેને ત્યાં પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. પવિત્ર દિવસો જેવા કે દરેક પક્ષની એકાદશી,
ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા તેમ જ, પર્વના દિવસોએ બ્રહ્મચર્ય અવશ્ય પાળો. લોકો કહે છે કે કાળ બગડયો છે, એટલે
પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કાળ થોડો બગડયો છે, પણ કાળજુ વિષેશ બગડયું છે. એકાદશી પૂનમ, પવિત્ર દિવસોનો વિચાર
કરતા નથી અને કામાંધ થાય છે. તેથી પાપી પ્રજા ઉત્પન્ન થાય છે. કામને હ્રદયમાં પ્રવેશ કરવાનો અવસર જ ન આપો. એક વખત
કામ હ્રદયમાં પ્રવેશ કરે તે પછી ડહાપણ કામ આવતું નથી. મનુષ્ય જો કેવળ આ શરીરનો વિચાર કરે તો શરીર સુખ ભોગવવા તરફ
ધિક્કાર છૂટે અને વૈરાગ્ય આવે, આ શરીર કેવું છે? એમાં આડાઅવડાં હાડકાં ગોઠવી દીધેલાં છે. તેના ઉપર માંસના લોચા અને
ઉપર ચામડી મઢી દીધેલી છે. એટલે અંદરનો મસાલો દેખાતો નથી. બાકી રસ્તામાં હાડકાનો ટુકડો પડયો હોય તો કોઇ તેને
અડકતું નથી. અભડાઈ જવાય. પણ આ દેહમાં રહેલાં હાડકા સાથે આપણે પ્રેમ કરીએ છીએ. આના જેવી મૂર્ખતા, બીજી શી હોઇ
શકે? ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે, આ શરીર એ શિયાળ, કૂતરાનું ભોજન છે. અગ્નિસંસ્કાર ન થાય તો શિયાળ-કૂતરાં
તેને ખાય છે. એવા શરીર ઉપરનો મોહ છોડો.
પોતાના પેટે રાક્ષસો અવતરશે જાણી, દિતિ ગભરાયાં છે.
કશ્યપ કહે છે:-પરંતુ આ બન્નેને મારવા નારાયણ ભગવાન આવશે.
દિતિએ કહ્યું:-તો તો મારા પુત્રો ભાગ્યશાળી થશે.
કશ્યપે આશ્વાસન આપ્યું. તારા પુત્રનો પુત્ર મહાન ભગવદ્ ભક્ત થશે. મહાન વૈષ્ણવ થશે. તે પ્રહલાદના નામથી
પ્રખ્યાત થશે.