
અજામિલ શબ્દનો બીજો અર્થ:-અજ=ઈશ્વર. ઈશ્વરમાં સર્વ રીતે મળી ગયેલો. બ્રહ્મમાં લીન થયેલો જીવ, તે
અજામિલ.
સાધુ થવું કઠણ છે. પરંતું સાદું જીવન હશે તો એક દિવસ સાધુ થવાશે. સાધુ થવાની જરૂર નથી. સરળ થવાની જરૂર છે.
જેણે રસો જીત્યા તે જગમાં જીત્યો. જિતં સર્વ જિતે રસે ।
લૌકિક સુખના પ્રયત્નો સફળ થાય તો માનજો ઈશ્વરની કૃપા નથી. લૌકિક સુખની ઈચ્છાઓ અથવા પ્રયત્નો પૂરા ન
થાય તો સમજ્વું કે ઈશ્વરની કૃપા છે. કારણ લૌકિકસુખમાં ફસાયેલો ઈશ્વરભજન કરી શકતો નથી.
અજામિલનું જીવન સુધરી ગયું,અંતે અજામિલ વિમાનમાં બેસી, વૈકુંઠધામમાં ગયો. અજામિલ ગયો,પણ જગતને બોધ
આપતો ગયો કે અતિ પાપીને પણ નિરાશ થવાની જરૂર નથી. પાપી એમ ન વિચારે કે ચાલો, આપણામાં તો નામ લેવા માટે
જોઈતી શુદ્ધિ કે ચોકખાઈ નથી. એટલે રામનામ લેવામાં ફાયદો નથી. અરે, દરેક પ્રકારની શુદ્ધિ મેળવવા માટે રામનામનું રટણ એ
જ ઉપાય છે. અતિપાપી હોય પણ પ્રભુને શરણે જાય તો ઉદ્ધાર થાય. પાપનો ખરો પસ્તાવો થાય તો પાપ બળે છે. ભગવાનના
નામનો જપ પાપને બાળે છે.
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ
આ મહામંત્ર છે. આ મંત્રનો જપ, અર્થના અનુસંધાન સાથે કરવો.
શ્રીકૃષ્ણ=સર્વનું આકર્ષણ કરનાર મારા મનનું આપના તરફ આકર્ષણ કરો.
ગોવિંદ=ઇન્દ્રિયોનું રક્ષણ કરનાર ભગવાન, મારી ઈન્દ્રિયોને તમારામાં લીન કરો.
હરે=દુ:ખોનું હરણ કરનાર, મારા દુઃખોનું હરણ કરો.
(જેનું મન ભગવાનમાં લીન થાય તેના દુઃખોનું હરણ થાય.)
મુરારે=મુર નામના રાક્ષસને મારવાવાળા, મારા મનમાં ભરાયેલા કામ ક્રોધાદિ રાક્ષસોને મારો.
નારાયણ=હું નર અને તમે નારાયણ છો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૧
સ્તોત્રથી આદિનારાયણ ભગવાનની આરાધના કરે છે. દક્ષને ત્યાં હર્યસ્વ નામના દશ હજાર પુત્રો થયા. તેઓને દક્ષે પ્રજા ઉત્પન્ન
કરવા આજ્ઞા કરી. પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પર્શ થતાં, તેઓને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ. ત્યાં તેઓને
નારદજી મળ્યાં. દક્ષના આ દશ હજાર પુત્રોએ નારદજીને કૂટ પ્રશ્ર્નો પૂછ્યા. તેના જવાબો આ પુત્રોએ વિચાર્યા.
થોડા પ્રશ્નોના ઉત્તરો જોઈએ:-
૧. જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો? ૧. આ શરીર. ઈશ્વરરૂપ પુરુષ આ દેશમાં રહેલો છે.
૨. જેમાં જવાય, પરંતુ નીકળાય નહિ ૨. પ્રભુના ચરણ યદ્ગત્યા ન નિવર્તન્તે ત્યાં ગયા પછી
તેવી ગુફા કઈ? પાછું ફરાતું નથી.
૩. પરસ્પર વિરુદ્ધ વહેનારી નદીઓ કઈ? ૩. સંસાર જ છે. સંસારરૂપી નદી પ્રવૃત્તિ વિષયો તરફ પકડી
જાય છે અને નિવૃત્તિ પ્રભુ તરફ પણ લઈ જાય છે.
૪. માથે ચક્ર ફરે છે તે શું? ૪. કાળચક્ર દરેક જીવને માથે ફરે છે.
નારદજીના કૂટ પ્રશ્ર્નો ઉપર વિચાર કરી, દશ હજાર પુત્રો મોક્ષ માર્ગે જ પ્રવૃત્ત થયા. સર્વને નારદે સંન્યાસ લેવડાવ્યો છે.
પોતાના આ પુત્રો પ્રવૃત્તિમાર્ગમાંથી ભ્રષ્ટ થયા, એટલે દક્ષે બીજા દશ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ નારદજીના
ઉપદેશથી નિવૃત્તિ પરાયણ થયા. તેથી ગુસ્સે થઈ, દક્ષ પ્રજાપતિએ ક્રોધમાં નારદજીને શ્રાપ આપ્યો. તમે એક ઠેકાણે રહી શકશો
નહીં. અનેક ઠેકાણે ભટકવું પડશે.
નારદજીએ શ્રાપ માથે ચડાવ્યો છે. નારદજી કહે છે:-હું તને શ્રાપને બદલે આશીર્વાદ આપું છું હવે તારે ઘરે કન્યાઓ
થશે. સન્યાસનો પ્રશ્ર્ન રહેશે નહિ.
નારદજીએ દક્ષને આશીર્વાદ આપ્યા શ્રાપનો બદલો આશીર્વાદથી આપે તે સંત, સહનશીલતા રાખવી એ સાધુતા છે.
સહન કરવું એ સંતનો ધર્મ છે.
જે જડ-ચેતન સર્વમાં ઈશ્વરભાવ રાખે, તેનામાં રાગદ્વેશ નહીં જાગે.
બ્રહ્માએ બધી ઈન્દ્રિયો બહિર્મુખ બનાવી છે. આ ઇન્દ્રિયો અંતર્મુખ થાય તો આનંદ મળે છે અને જીવ શિવનું મિલન થાય
છે. બહારના દરવાજા બંધ નહિ કરો, ત્યાં સુધી અંદરના દરવાજા ખુલશે નહિ.