
પોતાનું મોસાળ અસુર પક્ષમાં હોવાથી વિશ્વરૂપ યજ્ઞમાંથી છૂપી રીતે અસુરોને પણ યજ્ઞભાગ આપતા હતા. ઈન્દ્રને તે
ઠીક લાગ્યું નહીં. ઈન્દ્રાદિક દેવોની આથી, બ્રહ્મભાવના સિદ્ધ થઈ ન હતી. એક વાર ઈન્દ્રે નિશ્ર્ચય કર્યો કે આ ગુરુને દૈત્યોને
ભાગ આપવાની ના પાડી, છતાં ગુરુ માનતા નથી. તેણે વિશ્વરુપનું મસ્તક કાપી નાખ્યું. આ વાત સાંભળી ત્વષ્ટા પ્રજાપતિને
દુઃખ થયું. હું પણ યજ્ઞ કરીશ કે જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય.
સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે. કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. મારા માટે જગત સારું
બોલશે, તેવી આશા રાખશો નહિ. જગતે તો રામજીની પણ નિંદા કરી છે. માનર્ષી તનુમ્ આશ્રિતમ્ લોક કલ્યાણ કરવા મેં માનવ
શરીર ધારણ કર્યું. અનેક પ્રકારનું દુઃખ સહન કર્યું, તેમ છતાં લોકોએ મારી કદર ન કરી. માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું છે,
એમ નિશ્ર્ચય કરો. સકામ કર્મમાં સહેજ પણ ભૂલ થાય તો અનર્થ કરે છે. નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે; પરંતુ સકામ કર્મમાં ભૂલ
ક્ષમ્ય નથી. સકામ કર્મમાં ભૂલ, અર્થનો અનર્થ કરે છે.
યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઈન્દ્રને હાથે મારનારને બદલે ઈન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ઈન્દ્રશત્રો વિવર્ધસ્વ
ઈન્દ્રશત્રો વિવિર્ધસ્વ । ઇન્દ્ર શબ્દને દીર્ઘ કર્યો ને શત્રો શબ્દને હસ્વ કર્યો, આમ કરવાથી શબ્દાર્થમાં ફરક થઈ જાય છે. ઈન્દ્ર શબ્દ
પ્રધાન થયો એટલે ઇન્દ્રને મારનારને બદલે, ઈન્દ્રના હાથે મરનારો પુત્ર થયો.
વેદમંત્રનો તેથી બધાને અધિકાર આપ્યો નથી. મંત્રના ઉચ્ચારમાં કે પાઠમાં ભૂલ થાય તો અનર્થ થાય છે. વિદ્વાન
બ્રાહ્મણ જ શુદ્ધ રીતે વેદનો પાઠ કરી શકે છે.
કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે. ભાગવતશાસ્ત્રમાં કેવળ
ભક્તિનો જ મહિમા છે, અને કર્મને ગૌણ માન્યું છે તેવું નથી. હા, સકામ કર્મને જરૂર ગૌણ માન્યું છે. કર્મ કરો ત્યારે એક જ હેતુ
રાખો કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૩
દેવો આથી ગભરાયા, પરમાત્માને શરણે ગયા. પરમાત્માની પ્રાર્થના કરી. પરમાત્માએ દેવોને કહ્યું:-દધીચિ ઋષિનાં અસ્થિનું
વજ્ર બનાવો તેનાથી વૃત્રાસુર મરશે.
સાથોસાથ ભગવાને દેવોને ઠપકો આપ્યો કે મને પ્રસન્ન કરી શ્રેષ્ઠ ભક્તિ જેવું વરદાન માંગવાને બદલે તમે તુચ્છ વસ્તુ
માંગી.
પોતાનું દિવ્ય તેજ પ્રભુએ વજ્રમાં પધરાવ્યું.
વૃત્રાસુર એટલે ત્રાસ આપનારી વૃત્તિ, એજ વૃત્રાસુર. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ ઈશ્વરનું મિલન થાય. કોઈપણ
અવસ્થામાં ઈશ્ર્વરથી વિમુક્ત થશો નહિ. વૃત્તિ બર્હિમુખ થાય તો દુઃખ આપે છે, ત્રાસ આપે છે. બર્હિમુખ વૃત્તિ એજ વૃત્રાસુર. તે
દેવોને પણ ત્રાસ આપે છે.
મનને સ્થિર રાખવું હોય તો આંખને એક ઠેકાણે સ્થિર કરો. વૃત્તિ બર્હિમુખ થાય તો કથામાં, મંદિરમાં કે દર્શનમાં આનંદ
આવતો નથી. બહિર્મુખ વૃતિ ને જ્ઞાનરૂપી વડે વિષયવૃત્તિઓને, આચરણવૃત્તિઓને (વૃત્રાસુરને)મારો, તો ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા
દેવોને શાંતિ મળશે. જ્ઞાન એ પ્રધાનબળ છે.
ભાગવતમાં પહેલા ચરિત્ર આવે છે. ઉપસંહારમાં સિદ્ધાંત આવે છે.
બ્રહ્મનિષ્ઠા એવી દૃઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે
એટલે આનંદ મળતો નથી. પ્રભુભજનમાં વજ્ર જેવી દૃઢ નિષ્ઠા રાખો. દધીચિ બ્રહ્મનિષ્ઠ છે. તેથી તેના અસ્થિમાં પણ દિવ્યતા
આવી છે. માળાના એક કરોડ જપ થાય તો માળામાં દિવ્યતા આવે છે. ચેતના આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે-મંત્ર, મૂર્તિ અને માળા
કોઈ દિવસ બદલશો નહિ. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દૃઢ નિષ્ઠા રાખી તેનો જપ કરો. મૂર્તિ ન
બદલો.
જે સ્વરૂપમાં રૂચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા રાખો. ભગવાન તેમાંથી પ્રગટ થશે.
વજ્ર ધારણ કરી. ઇન્દ્ર વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે.
વૃત્રાસુર પુષ્ટિભક્ત છે. પુષ્ટિ એટલે અનુગ્રહ. ઇન્દ્રના હાથમાં વજ્ર છે. તેમાં નારાયણ છે પણ ઈન્દ્રને તે દેખાતા નથી.
વૃત્રાસુરને તે પુષ્ટિભક્ત હોવાથી પરમાત્મા દેખાય છે. ઇન્દ્રને તે કહે છે:-ઈન્દ્ર, તું જલદી વજ્ર માર. ભલે તારી જીત થાય પણ
તારા કરતાં મારા ઉપર ભગવાનની કૃપા વિશેષ છે.