
છઠ્ઠા સ્કંધ માં પુષ્ટિ-અનુગ્રહ ની કથા આવી. ભગવદ અનુગ્રહ થયા, પછી વિકાર વાસના નો વિનાશ કરી, અનુગ્રહ નો
સદુપયોગ કરે તો તે પુષ્ટ બને છે. સેવા સ્મરણ માં તન્મય બને તો જીવ પુષ્ટ બને છે. ઠાકોરજી અનેક જીવ ઉપર અનુગ્રહ કરે છે.
પણ તેનો સદુપયોગ કરતાં જીવને આવડતો નથી, તેથી પુષ્ટ ન થતાં જીવ દુષ્ટ બને છે.
હવે આવશે હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા. હિશ્ણ્યકશિપુ હતો દૈત્ય, પણ પ્રહલાદ થયા દેવ. હિરણ્યકશિપુ એ
શક્તિ-સંપત્તિ સર્વ નો ઉપયોગ ભોગ ભોગવવા માં કર્યો, તેથી તે બન્યો દૈત્ય અને પ્રહલાદ સમય, શક્તિનો ઉપયોગ પ્રભુ
ભક્તિમાં કર્યો તેથી તે બન્યો દેવ.
વાસના ના ત્રણ પ્રકાર આ સાતમા સ્કંધ માં બતાવ્યાં છે.
(૧) અસદ્ વાસના (૨) સદ્ વાસના (૩) મિશ્ર વાસના.
સાતમા સ્કંધ ની શરૂઆતમાં, પરીક્ષિત રાજા એ આરંભમાં સુંદર પ્રશ્ન કર્યો:-આપે કહ્યું કે ઇશ્વર સર્વત્ર છે અને
સમભાવ થી વ્યવહાર કરે છે. તો જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઇશ્વર, બિલાડી માં ઇશ્વર, તેમ છતાં બિલાડી
ઉંદરને શા માટે મારે છે?
ભગવાન સમ હોવા છતાં, આ જગતમાં વિષમતા કેમ કરે છે? ભગવાન સમભાવી કહેવાય છે. તો પછી ભગવાન વારંવાર
દેવોનો પક્ષ કરી દૈત્ય ને કેમ મારે છે? ઈશ્વર થઈ આવી વિષમતા કેમ કરે છે?
ભગવાન ને સર્વ પ્રાણી ઓ સમાન હોય તેમ છતાં ઈન્દ્ર માટે વૃત્રાસુર નો વધ કેમ કર્યો?
મેં ધારેલું કે દૈત્ય પાપી છે, એટલે ભગવાન તેમને મારે છે. પરંતુ વૃત્રાસુર તો ભગવદ્ભક્ત હતો, તેમ છતાં તેને કેમ માર્યો?
શ્રી શુકદેવજી બોલ્યા હે રાજન્! ક્રિયામાં વિષમતા કદાચ થાય પણ ભાવમાં વિષમતા ન થવા દેશો.
સમતા અદ્વૈત ભાવમાં હોય છે. ક્રિયામાં ન સંભવે. સમતા ક્રિયામાં હોય કે ભાવમાં? ભાવમાં સમતા રાખવી જોઈએ.
ક્રિયામાં વિષમતા રહેવાની જ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૮
વર્તન કરતો નથી. વર્તન શકે નહિ. માને તે પગે લાગશે, પણ પુત્રી ને પગે નહિ લાગે. આત્મા સાથે પ્રેમ છે. દેહ સાથે પ્રેમ નથી.
ભાવના માં અદ્વૈત રાખવો. સમદર્શી થવું પણ સમવર્તી ન થવું. સમવર્તી ન થઈ શકાય.
શંકરાચાર્યે આજ્ઞા કરી છે:-ભાગવત ને આધિભૌતિક સામ્યવાદ માન્ય નથી. ભાગવત ને આધ્યાત્મિક સામ્યવાદ માન્ય
છે. ભાવાદ્વૈતં સદા કુર્યાત ક્રિયાદ્વૈતં ન કહિંચિત્।।
રાજન્! મને લાગે છે કે દેવોનો પક્ષ કરી ભગવાને આસુરો ને માર્યા, પરંતુ અસુરો નો તે સંહાર તેમના ઉપર કૃપા કરવા
માટે જ હતો.
એક દષ્ટાંત આપું. એક ચોર ચોરી કરવા માટે ઘરે થી નીકળ્યો, રસ્તામાં ઠેસ વાગી. પગ ભાંગ્યો તેથી ચોર ચોરી કરવા ન
જઈ શક્યો. આમાં ભગવાનની કૃપા માનવી કે અવકૃપા? કૃપા, પગ ભાંગ્યો તેથી કૃપા ના કારણ તે મહા પાપ કરવા જતાં અ
ટક્યો.
ઈશ્વર લીલા કરે છે તેથી અનેક સ્વરૂપ ધારણ કરે છે તેમ વલ્લાભાચાર્યજી કહે છે.
ત્યારે શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર છે. બ્રહ્મ કોઈ ક્રિયા નથી. લોટી માંથી પાણી બહાર કાઢી
શકશો, પણ તેમાં નું આકાશ બહાર કાઢી શકશો નહીં. ઈશ્વર ને કોઈ કાઢી શકશે નહીં.
ઇશ્વરમાં માયાથી આ ક્રિયાનો અધ્યારોપ કરવામાં આવે છે. આ વેદાંત નો સિદ્ધાંત છે. માયાની ક્રિયાનો ઈશ્વર ના
અધિષ્ઠાન માં ભાસે છે. લોકો ગાડીમાં બેસી અમદાવાદ જાય છે કહે છે, અમદાવાદ આવ્યું. ક્રિયા અમદાવાદની નથી, પણ
ગાડીની છે.
ઇશ્વર વ્યાપક છે. નિરાકાર રૂપે સર્વત્ર રહેલા છે. ઈશ્વર કોઈ ઠેકાણે જાય કે આવે તો તેને વ્યાપક કેમ કહેવાય. જેનો
અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે.
ઈશ્વર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ઈશ્વરમાં માયાથી ક્રિયા ભાસે છે એવો શંકર સ્વામીનો સિદ્ધાંત છે. ભગવાન કાંઈ કરતા
નથી. તેઓ માં વિષમતા નથી.
અગ્નિને આકાર નથી. છતાં લાકડાં ના આકાર જેવો અગ્નિનો આકાર ભાસે છે. ઉપાધિ ના લીધે આકાર ભાસે છે.
પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ વ્યાપક નિરાકાર આનંદ રૂપ છે. આ શંકર સ્વામીનો સિદ્ધાંત દિવ્ય છે.