
તસ્માત્ સર્વેષુ ભુતેષુ દયાં કુરુત સૌહ્રદમ્ ।
આસુરં ભાવમુન્મુચ્ય યયા તુષ્યત્યધોક્ષજ: ।।
આ માટે તમો તમારા દૈત્યપણાનો તેમજ આસુરી સંપત્તિ-આસુરી ભાવનો ત્યાગ કરીને, સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.
સ્કંધ સાતમો શ્રીમદ્ ભાગવતપ્રકાશ
પ્રેમથી તેની ભલાઈ કરો. આથી ભગવાન પ્રસન્ન થાય છે.
ભગવાન જ્યારે કૃપા કરે છે, ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.
સ યદાનુવત: પુસાં પશુબુદ્ધિર્વિભિધતે ।
બાળકો પૂછે છે:-પ્રહલાદ, અમને તો ભગવાન દેખાતા નથી, તો તેનું આરાધન કેવી રીતે કરવું? પ્રહલાદજી કહે છે:-
ભગવાનનું ધ્યાન કરો. તેમાં તન્મય થાવ. જેને જગત ન દેખાય તેને ભગવાન દેખાય છે.
પ્રહલાદ દૈત્યબાળકોને સમજાવે છેઃ-હું તમને જે ઉપદેશ કરું છું, તે મારા ઘરનું કહેતો નથી પણ નારદજીએ કહેલું તે હું
તમને કહું છું
દૈત્યબાળકો પૂછે છે:-પ્રહલાદ, તારી ઉંમર તો નાની છે. તું નારદજીને કયારે મળવા ગયો હતો?
પ્રહલાદજી કહે છે:-જ્યારે મારા પિતાજી મંદરાચળ તપ કરવા ગયા ત્યારે, ઈન્દ્રાદિ દેવોએ દાનવો ઉપર ચઢાઈ કરી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૬
ઈન્દ્ર મારી માને કેદ કરી લઈ જતો હતો. રસ્તામાં ઈન્દ્રને નારદજી મળ્યા. નારદજીએ ઈન્દ્રને કહ્યું, કયાધુને તું છોડી દે. એના
પેટમાં પ્રભુના પરમ પ્રેમી ભકત છે. ઇન્દ્રે મારી માને છોડી દીધી. મા, નારદજીના આશ્રમમાં ગઈ. મારી માએ હું પેટમાં હતો ત્યારે
સંતોની બહુ સેવા કરી. મા કથાકીર્તનમાં જતી. માતાને નિદ્રા આવે પણ હું સાવધ થઈ કથા સાંભળતો.
આ નિદ્રાદેવી કથાકીર્તનમાં વિઘ્ન કરવા આવે છે. કુંભકર્ણની પત્ની નિદ્રાદેવી વિધવા થઈ. રામચંદ્રની પાસે આવી તેણે
કહ્યું:-આપે મારા ધણીને માર્યો છે. હવે હું કયાં રહું? રામચંદ્રજી કહે છે:-તું માંગે તે સ્થાન આપું. નિદ્રાદેવી કહે છે, મેં એવો
નિશ્ર્ચય કર્યો છે કે જ્યાં તમારું કથાકીર્તન થાય, ત્યાં હું મારું આસન પહેલું રાખીશ.
પંચ પ્રાણને કાનમાં રાખી કથા સાંભળજો.
હું તમને વધારે શું કહું? મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન છે કીર્તન.
એક વખત મીરાંબાઈ ભક્તો સાથે કીર્તન કરતાં હતાં. ઘણા લોકોનો તાલ બરાબર પડતો ન હતો. જ્યાં શરીરનું ભાન
નથી ત્યાં તાલનું ભાન તો કયાંથી હોય? બીજા દિવસે આ ભૂલ ન થાય, એટલે કોઈએ મોટા અક્ષરે ત્યાં લખ્યું, તાલસે ગાના. બીજે
દિવસે મીરાંબાઇની નજર તે લખાણ ઉપર પડી. મીરાંબાઇએ તે છેકી નાંખ્યું અને લખ્યું, પ્રેમસે ગાના. કીર્તનમાં તાલ કરતાં પ્રેમની
કિંમત વધારે છે.
કીર્તન કરવાથી મનનો મેલ ધોવાય છે. હ્રદય વિશુદ્ધ થાય છે.
પ્રહલાદ બાળકોને સમજાવે છેઃ-નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન અને બુદ્ધિ અતિ
સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી, ઇશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે. સગુણ
સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યમાં શક્તિ નથી અર્જુન પણ બોલી ઉઠેલો, ભયેન ચ પ્રવ્યથિતંમનો મે । તમારું આ રૂપ જોઈ
મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ રહ્યું છે. નામ બ્રહ્મ સર્વને દેખાય છે અને અનુભવાય છે. કીર્તનમાં તાળી પાડવાથી નાદબ્રહ્મ
થાય છે. નાદબ્રહ્મ અને નામબ્રહ્મ, એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. નામબ્રહ્મ સાથે જયારે નાદબ્રહ્મનો સંયોગ થાય તે સમયે
પ્રભુને પ્રગટ થવું જ પડે છે. તાળી પાડીને કીર્તન કરજો. પ્રભુ બધાને નિહાળે છે. જે તાળી પાડતો નથી, તેને માટે ભગવાન વિચારે
છે, હું મૂર્ખ કે મેં તેને બે હાથ આપ્યા. પણ હવે તેના આવતા જન્મમાં હું મારી ભૂલ સુધારી લઈશ. આવતા જન્મમાં તેને બે પગ
વધારે આપીશ. પ્રભુ ભજનમાં તાળી પાડતાં શરમાશો નહિ. તાળી પાડવામાં શરમ શાની? પાપની શરમ હોય. પાપ કરતાં શરમ
આવવી જોઈએ. પ્રભુભજનમાં તાળી પાડતાં જે શરમાય, તેને પરમાત્મા બીજા જન્મમાં હાથ આપતા નથી બે પગ વધારે આપે છે.
માટે બધા પ્રેમથી તાળી પાડી નામ સંકીર્તન કરો, પ્રહલાદજીએ બાળકોને આજ્ઞા કરી, પ્રેમથી કીર્તન કરો.
ન દાનં ન તપો નેજ્યા ન શોચં ન વ્રતાનિ ચ ।
પ્રિયતેડમલયા ભક્ત્યા હરિરન્યદ્ વિડમ્બનમ્ ।। ભા.સ્કં.૭.અ.૭.શ્ર્લો.પ૨.
ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન ત૫, ન યજ્ઞ, ન શૌચ, ન વ્રત પર્યાપ્ત છે. ભગવાન તો કેવળ નિષ્કામ પ્રેમભક્તિથી
જ પ્રસન્ન થાય છે. બીજુ સર્વ તો વિડંબના માત્ર છે, માટે ભક્તિ કરો.
પ્રહલાદ કીર્તન કરાવે છે. બધા મહામંત્રનો જપ કરવા લાગ્યા.
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
આ મંત્ર કલિસંતરણ ઉપનિષદનો છે. આ મહામંત્ર છે. આ મંત્રનો જપ કરવામાં કોઈ વિધિની જરૂર નથી. નાસ્તિવિધિ:
સ્કંધ સાતમો શ્રીમદ્ ભાગવતપ્રકાશ
આ મંત્રનો જપ ગમે તે સ્થિતિમાં નાહ્યા પહેલાં પણ થઈ શકે છે. રસ્તે ચાલતાં પગમાં જોડા પહેર્યા હોય તો પણ, આ મંત્રનો જપ
થઈ શકે છે.