• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Results for hoardings - Page 4
Search results for

"hoardings"

રાજ્ય

કરદાતાઓના પૈસા પાણીમાં નહીં જાહેરખબરમાં ગયા- મહાવિકાસ આઘાડીએ અઢી વર્ષમાં અધધ કરોડ રૂપિયા જાહેર ખબર પાછળ જ ખર્ચી નાંખ્યા- RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

by Dr. Mayur Parikh September 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારે તેના લગભગ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન અખબારો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને હોર્ડિંગ્સ(Electronic media and hoardings) વગેરેમાં જાહેરાતો આપવા પાછળ કરદાતાઓના(taxpayers) લગભગ 333 કરોડ રૂપિયા ખર્ચી નાંખ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો RTI થયો છે.

RTI એક્ટિવિસ્ટ અભય કોલારકર (activist Abhay Kolarkar) દ્વારા દાખલ કરાયેલ એક RTI પ્રશ્નનો જવાબ આપતા, સ્ટેટ પબ્લિક રિલેશન ઓફિસે(State Public Relations Office) જાહેર કર્યું કે આ રકમ 2019-20 અને 2021-22 વચ્ચે ખર્ચવામાં આવી હતી. આ ઉપરાંત, સરકારે 2020-2021માં કોવિડ અને રસીકરણ અભિયાન વિશે જાગૃતિ ફેલાવવા માટે રૂ. 18.55 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  અમદાવાદમાં આકાશી શણગાર- ભારતના નકશાથી લઈને વેલકમ PM મોદી સહિતની ડિઝાઇન- જુઓ મંત્રમુગ્ધ કરી દેતો વિડીયો

ડેટા મુજબ સરકારે સૌથી વધુ 39.99 કરોડ રૂપિયા ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ પાછળ ખર્ચ્યા છે. જ્યારે 31.95 કરોડ રૂપિયા  હાઉસિંગ ડેવલપમેન્ટ(Housing Development) માટેની જાહેરાત(Advertisement) પાછળ ખર્ચ્યા છે.

મહેસૂલ અને વન વિભાગોએ(Forest Departments) વિવિધ મીડિયા આઉટલેટ્સમાં જાહેરાત પાછળ 26 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આયોજન વિભાગ, મહારાષ્ટ્ર રાજ્ય ઓબીસી અને વિકાસ નિગમ અને પાણી પુરવઠા અને સ્વચ્છતા વિભાગ દ્વારા પ્રત્યેક રૂપિયા 19 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.

 

September 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શિવસેના-ભાજપ વચ્ચે હવે શરૂ થયું પોસ્ટર ફાડો યુદ્ધ- ભાજપે શિવસેનાની સ્ટાઈલમાં રસ્તા વચ્ચે લાગેલા ઉદ્ધવના પોસ્ટર ફાડી નાખ્યા- જાણો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh September 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડીની(Mahavikas Aghadi) સરકાર તૂટી પડ્યા બાદ નવી શિંદે-ફડણવીસની સરકાર (Shinde-Fadnavis government) બની હતી. તેને ખાસ્સો સમય થઈ ગયા બાદ હજી પણ શિવસેના(Shivsena) તથા ભાજપ(BJP) વચ્ચે સામ-સામે આક્ષેપો ચાલી જ રહ્યા છે. તેમાં હવે ગણેશોત્સવમાં(Ganeshotsav) પોસ્ટરબાજીને મુદ્દે નવો વિવાદ ઊભો થયો છે.

થોડા દિવસ પહેલા વરલી વિધાનસભા (Assembly) વિસ્તારમાં ભાજપની દહીંહાંડીને લઈને નિર્માણ થયેલો વિવાદ હજી ઠંડો પડ્યો નથી, તેમાં હવે ગણેશોત્સવમાં પોસ્ટર લગાડવાને લઈને ભાજપ-શિવસેના ફરી સામ-સામે થઈ ગયા છે.

ભાજપના દ્વારા એવા આરોપ કરવામાં આવ્યા છે કે તાડદેવમાં  નિયમોનું પાલન કરીને ગણપતિબાપ્પાના પોસ્ટર(Poster of Ganapati bappa) લગાડવામાં આવ્યા હતા. છતાં તેમના હોર્ડિંગ્સ(hoardings) પર શિવસેનાએ જબરદસ્તીથી કબજો જમાવી દીધો હતો અને ગણપતિના હોર્ડિંગ્સ પર પોતાનો વ્યક્તિગત પ્રચાર કરતા હોર્ડિંગ્સ લગાવી દીધા હતા.

મિડિયામાં આવેલા અહેવાલ મુજબ ભાજપના યુવા મોર્ચા મુંબઈના કાર્યકર્તાઓ આજે સવારે યુવા મોર્ચા અધ્યક્ષ તેજિંદર સિંગ તિવાનાના નેતૃત્વમાં મુંબઈના તાડદેવ વિસ્તારમાં એસી માર્કેટ બસ સ્ટોપ પર પહોંચી ગયા હતા અને શિવસેનાના અરુણ દુધવાડકર દ્વારા ગણપતિ બાપ્પાના હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા, તેને ઉખાડીને ફેંકી દીધા હતા.

આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈના કોંગ્રેસના ધારાસભ્ય અસલમ શેખના માટે મોટી મુસીબત આવી- ગેરકાયદે સ્ટુડિયો સંદર્ભે બીએમસી એ આ મોટું પગલું લીધું

મિડિયા સાથે વાત કરતા સમયે તેજિંદરે કહ્યું હતું કે ઉદ્ધવજી તમને મારી અપીલ છે કે અમારા નેતાઓએ જે બેનર લગાવ્યા છે તે નિયમને ધ્યાનમાં રાખીને લગાવ્યા છે. તેથી તેના પર પોતાના બેનર લગાડવાનું બંધ કરો. અન્યથા યુવા મોર્ચાને પોતાની સ્ટાઈલમાં જવાબ આપવો પડશે.

ભાજપના યુવા મોર્ચાએ શિવસેના આપેલી ચેતવણી બાદ પણ તેમના તરફથી સત્તાવાર કોઈ જવાબ આવ્યો નહોતો. જોકે આગામી દિવસમાં શિવસેના અને ભાજપ વચ્ચેનું યુદ્ધ વધુ વકરે એવી શક્યતા છે.

 

September 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈને કદરૂપું કરનારા આટલા ગેરકાયદે હોર્ડિંગ્સ BMCએ હટાવ્યા-જાણો વિગત

by Dr. Mayur Parikh July 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મંજૂરી વગર મુંબઈમાં(Mumbai) ઠેર ઠેર હોર્ડિંગ્સ(hoardings) લગાડવાનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે આવા ગેરકાયદે હોર્ડિંગ્સ(Illegal hoardings) સામે મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં છેલ્લા 6 મહિનામાં 10,653 ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે.

પાલિકાના અધિકારીના(BMC Officials) જણાવ્યા મુજબ મંજૂરી વગર હોર્ડિંગ્સ લગાવવાનું પ્રમાણ વધી ગયું છે. છ મહિનામાં 10,653 ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવ્યા હતા, તેમાંથી 3,523 હોર્ડિંગ્સ પોલિટિકલ(Political hoardings) હતા. જે મોટાભાગના રસ્તા પરના સિગ્નલ(Signal), ચોક અને જંકશન પર લગાડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ પરથી પાણી સંકટ ટળી ગયું- પરંતુ હવે નવું સંકટ-ભાતસાની આસપાસના વિસ્તારમાં એલર્ટ-જાણો શું છે મામલો

મોટાભાગના હોર્ડિંગ્સ જન્મદિવસની મુબારક(Birthday wishes) આપતા અને તહેવારોને(festivals) લગતા હોય છે. પહેલી જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2022 સુધીમાં આવા ગેરકાયદે હોર્ડિંગ્સ સામે 641 ફરિયાદ નોંધાઈ હતી. તેમાંથી 13 સામે એફઆઈઆર(FIR) નોંધાઈ હતી. તો 437 પ્રકરણમાં કેસ દાખલ કરવામા આવ્યો છે.

કુલ 10,653 હોર્ડિંગ્સમાંથી સાર્વજનિક સ્થળો(Public space) પર 6,300 બેનર હતા, 1,764 પોસ્ટર હતા અને 1,380 બોર્ડ હતા. તેમાંથી 6,308 ધાર્મિક બાબતોને(religious matters) લગતા હોર્ડિંગ્સ હતા. પાલિકાએ એ સિવાય 1209 ઝંડા પણ હટાવ્યા હતા.
 

July 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પર લાગ્યો રેપનો આરોપ-નોંધાઈ FIR-જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીના(Sonia Gandhi) અંગત સચિવ(Personal secretary) પર બળાત્કારનો(rape) આરોપ લાગ્યો છે. દિલ્હીના ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન(PP Madhavan) વિરુદ્ધ બળાત્કારનો કેસ(Rape case) નોંધવામાં આવ્યો છે.  પોલીસે બળાત્કારની કલમ 376 અને જાનથી મારી નાખવાની ધમકી(Death threat) આપવાની કલમ 506 હેઠળ કેસ નોંધ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ માધવન પર લગ્ન અને નોકરીના બહાને દલિત મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર મહિલાએ એફઆઈઆરમાં(FIR) જણાવ્યું છે કે તેનો પતિ કોંગ્રેસ કાર્યાલયમાં(Congress office) હોર્ડિંગ્સ(Hoardings) લગાવતો હતો. બે વર્ષ પહેલા તેનું અવસાન થયું હતું.  2020માં તેના પતિના મૃત્યુ બાદ તે નોકરીની શોધમાં હતી. આ દરમિયાન તેઓ સોનિયા ગાંધીના પીએ(PA) પીપી માધવનના સંપર્કમાં આવ્યા. મહિલાએ જણાવ્યું છે કે પીપી માધવને નોકરી અપાવવા અને લગ્ન કરાવવાના નામે તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ સિવાય મહિલાએ માધવન પર પોતાના ઘરે બોલાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મોદી સરકારનો મોટો નિર્ણય – IPS તપન કુમાર બનાવ્યા IBના નવા ડિરેક્ટર- આટલા વર્ષનો રહેશે તેમનો કાર્યકાળ 

જોકે માધવને મહિલાના તમામ આરોપોને આરોપ ફગાવ્યાં છે.સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે આવા પાયાવિહોણા આરોપ કરાયા છે. આવા આરોપમાં જરા પણ સત્ય નથી. તે એક કાવતરું છે. 

 માધવન પર આઈપીસી(IPC) હેઠળ બળાત્કાર અને ગુનાહિત ધાકધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ 71 વર્ષીય માધવન સામેના કેસની તપાસ કરી રહી છે.

June 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અયોધ્યામાંથી રાતો રાતો શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના પોસ્ટર કેમ ગાયબ થઈ ગયા? જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અયોધ્યાની મુલાકાતે જવાના છે ત્યારે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે (Shiv Sena aditya Thackeray Ayodhya visit)પણ અયોધ્યા જવાના છે. અયોધ્યામાં તેમના સ્વાગત કરતા શિવસેનાએ ઠેર ઠેર બેનરો લગાવી દીધા હતા. પરંતુ બે દિવસની અંદર જ સ્થાનિક પ્રશાસને શિવસેનાએ લગાડેલા તમામ પોસ્ટરો અને બેનરો હટાવી દીધા છે, તેથી આગામી દિવસમાં ફરી નવો વિવાદ જાગે એવી શક્યતા છે.

હાલ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા (Hanuman Chalisa row)અને હિન્દુત્વનો મુદ્દો ભારે ગાજી રહ્યો છે. શિવસેનાને હિંદુત્વને નામે એમએનએસ(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે(Raj Thackeray)એ પડકાર ફેંક્યો છે. જેને અપ્રત્યક્ષ રીતે ભાજપ પણ સાથ આવી રહ્યો છે. તેવામાં રાજ ઠાકરેએ અયોધ્યામાં જવાની જાહેરાત કરી છે. રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાતને મહારાષ્ટ્રમાં ભાજપે પણ જોરદાર સમર્થન આપ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી એમએનએસ અને ભાજપ યુતિ કરશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે ત્યારે રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાતને ભાજપે સમર્થન આપ્યું છે. એટલું જ નહીં પણ ઉત્તર પ્રદેશમાં(Uttar pradesh) અયોધ્યામાં પણ તેમના સ્વાગતની જોરદાર તૈયારી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ દરમિયાન મહારાષ્ટ્ર્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) પુત્ર અને રાજ્યના પર્યાવરણ(Environment minister) અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ પણ અયોધ્યા જવાની જાહેરાત કરી છે. તેમની અયોધ્યાની મુલાકાતની જાહેરાતને પગલે અયોધ્યામાં શિવસેનાએ ઠેર ઠેર “અસલી આ રહા હે, નકલી સે સાવધાન “ જેવા બેનરો અને હોર્ડિંગો(Hoardings) લગાવી દીધા હતા. કરીને શિવસેનાએ અયોધ્યામાં ઠેર ઠેર પોસ્ટર લાગ્યા હતા. પરંતુ બે દિવસની અંદર જ અયોધ્યામાં સ્થાનિક પ્રશાસને આદિત્ય ઠાકરેના શહેરમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટર હટાવી દીધા છે. આ પોસ્ટરના માધ્યમથી રાજ ઠાકરેના હિંદુત્વના મુદ્દાને નકલી કહેવાનો શિવસેનાએ પ્રયાસ કર્યો હતો. જોકે રાતોરાત અયોધ્યામાં સ્થાનિક પ્રશાસને આદિત્ય ઠાકરેનું સ્વાગત કરનારા તમામ પોસ્ટર અને બેનરો અયોધ્યામાથી હટાવી દીધા છે.

આ સમાચાર પણ વાંચો :  શાહીન બાગ બાદ દિલ્હીમાં આ 2 સ્થળોએ 'દબાણ હટાવો' ઝુંબેશ, લોકો જાતે જ પોતાના સામાન હટાવવા લાગ્યા; જુઓ વિડીયો, જાણો વિગતે..  

અયોધ્યામાં સ્થાનિક સ્તરે થઈ રહેલી ચર્ચા મુજબ રાજ ઠાકરે અને ભાજપ વચ્ચે આગામી દિવસમાં મહારાષ્ટ્રમાં(Maharashtra) યુતી થવાની શક્યતા છે. આગામી મહિનામાં મહારાષ્ટ્રમાં સ્થાનિક મહાનગરપાલિકા(BMC) , જિલ્લા પરિષદ સહિતની અનેક ચૂંટણીઓ(Elections) થવાની છે, તેથી મહારાષ્ટ્રના ભાજપના નેતા હિંદુત્વના મુદ્દાને ફરી ચગાવનારા રાજ ઠાકરેને પોતાની તરફ કરવાની યોજના બનાવી રહી છે. તેથી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર હોઈ અયોધ્યામાં રાજ ઠાકરેનું જોરદાર સ્વાગત થાય એવી મહારાષ્ટ્ર ભાજપની અપેક્ષા છે અને તેને માન આપીને રાજ ઠાકરેને ટક્કર આપવાનો પ્રયાસ કરનારા આદિત્ય ઠાકરેના પોસ્ટરો સ્થાનિક પ્રશાસને હટાવી લીધા હોવાના અહેવાલ સ્થાનિક મિડિયામાં આવી રહ્યા છે.
 

May 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના રસ્તા પર શિવસેના અને એમએનએસની જોરદાર પોસ્ટરબાજી, શિવસેનાએ રાજ ઠાકરે વિરુદ્ધમાં પોસ્ટર મુક્યું તો એમએનએસનું પોસ્ટર જોઈને શિવસેનાને લાગ્યા મરચાં. જુઓ બંનેના પોસ્ટર અહીં..

by Dr. Mayur Parikh April 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

શિવસેના(shiv sena) અને એમએનએસ(MNS)નું વાકયુદ્ધ(Wordwar) દિવસે દિવસે વધુ આકરું બની રહ્યું છે. એકબીજાની ટીકા કરવાની એક પણ તક બંને પક્ષો છોડતા નથી. તેમાં હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election)ને ધ્યાનમાં રાખીને શહેરમાં શિવસેના(Shiv sena) અને એમએનએસ(MNS)ની જોરદાર પોસ્ટરબાજી જોવા મળી રહી છે. શહેરની જુદી જુદી સમસ્યાઓને લઈને એમએનએસે શિવસેનાને ટાર્ગેટ કરવાનું ચાલુ કરી દીધું છે અને તે માટે પોસ્ટરબાજી(posters)નો સહારો લઈ રહી છે.

મસ્જિદ પરના ભૂંગળા(Mosque Loudspeaker)ને મુદ્દાને એમએનએસના નેતા રાજ ઠાકરે(Raj Thackeray) ગજાવ્યા બાદ અને  સળંગ બે સભા લીધા બાદ હવે શિવસેના અને એમએનએસ બંને વચ્ચેનું વાંક યુદ્ધ આગામી દિવસમાં વધુ આકરું બને એવું જણાઈ રહ્યું છે. એમએનએસનું વલણ જોતા તે ભાજપ(BJP)ની નજીક જઈ રહી હોવાનું જણાતા શિવસેનાએ રાજ ઠાકરેને ટાર્ગેટ કરતા દાદરમાં શિવસેના ભવન(Shiv sena Bhavan) સામે પોસ્ટર(posters) લગાવ્યા હતા, જેમાં “કાલ આજ અને કાલ” એવા હેડિંગ સાથે હોર્ડિગ્સ(hoardings) લગાડવામાં આવ્યું છે, જેમાં રાજ ઠાકરેનો મુસ્લિમ વેશમાં ફોટો તેની આગળ હનુમાન ચાલીસા (Hanuman Chalisa) એમ લખવામાં આવ્યું છે. હવે આવતી કાલે રાજ ઠાકરે યૂટર્ન મારીને કોઈ નવી ભૂમિકા લેશે એવો કટાક્ષ કરતો સવાલ આ હોર્ડિગ્સમાં કરવામાં આવ્યો છે. આ હોર્ડિગ્સના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

આ સમાચાર પણ વાંચો : લાઉડ સ્પીકર વિવાદ : NCPના વડા શરદ પવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેને માર્યો ટોણો, કહી આ વાત..

તો બીજી તરફ એમએનએસએ પણ “કાલ આજ અને કાલ”ની થીમ પર બેનર તૈયાર કર્યા છે. શિવસેનાના હોર્ડિંગ્સને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ શિવસેના ભવન સામે લગાડવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમને અટકાવીને બેનરે તાબામાં લીધું હતું. જોકે તે પહેલા તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. “કાલ આજ અને કાલ” હેડિંગ સાથે બોર્ડ પર એક બાજુએ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)નો બાળ ઠાકરે(Bal Thackeray) સાથે ફોટો છે. તેની આગળ સોનિયા ગાંધી(Congress Sonia Gandhi) અને શરદ પવાર(NCP Sharad Pawar) સાથે તેમનો ફોટો છે. તો આવતી કાલના હેડિંગ નીચે જગ્યા ખાલી છોડવામાં આવી છે. આવા હોર્ડિંગ દ્વારા એમએનએસ શિવસેનાને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.

April 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકાની બેદરકારીને પગલે વિદેશથી વેક્સિન ખરીદવાના ગ્લોબલ ટેન્ડરનું સુરસુરિયું? BMCને વેક્સિન આપવાની તૈયારી દર્શાવનારા તમામ ડિસ્ટ્રિબ્યુટર્સ ગેરલાયક ઠર્યા; જાણો વધુ વિગત

by Dr. Mayur Parikh June 5, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5  જૂન 2021

શનિવાર

દેશમાં વેક્સિનની અછત સામે વિદેશથી સીધી એક કરોડ વેક્સિન ખરીદવાના મુંબઈ મહાનગરપાલિકાનાં સપનાં પર પાણી ફરી મળ્યું છે. BMCએ વેક્સિન ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યાં હતાં. જેમાં કુલ દસ ડિસ્ટ્રિબ્યુટર્સ આગળ આવ્યા હતા. એમાંથી એકે પહેલા જ પીછેહટ કરી હતી, તો નવ ડિસ્ટ્રિબ્યુટર્સ પહેલી જૂન સુધી પાલિકાને આવશ્યક દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળ ગયા હતા. એથી પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે તમામ નવ ડિસ્ટ્રિબ્યુટર્સને ગેરલાયક ઠરાવીને ટેન્ડર રદ કરી દીધું હતું.

જોકે પાલિકા હજી પણ વેક્સિન મેળવવા માટે આશાવાદી હોવાનું BMC ઍડિશનલ કમિશનરે જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ રશિયાની સ્પુતનિક વેક્સિનના ડિસ્ટ્રિબ્યુટર ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરી સાથે ચર્ચા ચાલી રહી છે. જૂનના અંત સુધીમાં તેમની પાસેથી ટ્રાયલ બેસિસ પર વેક્સિન મળવાની શક્યતા છે. ત્યાર બાદ પણ બધું વ્યવસ્થિત રહ્યું તો જુલાઈ અને ઑગસ્ટ 2021 સુધીમાં સ્પુતનિક વેક્સિનનો ડોઝ મળશે. જોકે એ અગાઉ સ્પુતનિક વેક્સિનને સંગ્રહ કરવા માટેના માપદંડ અલગ હોવાથી એનો અભ્યાસ કરવામાં આવવાનો છે.

હવે “નો ફોટો ઍટ વેક્સિનેશન સેન્ટર”; મુંબઈ મહાનગરપાલિકાએ પૉલિટિક્સનો અંત આણવા નવો કાયદો બહાર પાડ્યો, જાણો અહીં વિગત

ગ્લોબ્લ સ્તરે ટેન્ડર બહાર પાડીને વેક્સિન ખરીદવાની યોજના પડી ભાંગી છે, એ માટે પાલિકા પ્રશાસનના અધિકારીઓ જવાબદાર છે. પાલિકાએ ડિસ્ટ્રિબ્યુટરોને બદલે વેક્સિનનું ઉત્પાદન કરનારી રશિયન કંપની સાથે પહેલાં જ સંપર્ક કરી લીધો હોત તો આટલી ફજેતી ના થઈ હોત એવો દાવો  નિષ્ણાતો દ્વારા થઈ રહ્યો છે.

June 5, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બીએસએફની સૌથી મોટી કાર્યવાહી, આ સ્થળેથી જપ્ત કર્યું 300 કરોડનું હેરોઈન ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh June 4, 2021
written by Dr. Mayur Parikh

સીમા સુરક્ષા દળએ પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુષણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ તસ્કરોના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધા છે.

બીએસએફે રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સ્થિત ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર માદક પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરતા 56 કિલો 600 ગ્રામ હેરોઇન જપ્ત કરી છે. 

આ જપ્ત કરાયેલા હેરોઇનની બજાર કિંમત 300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 

તસ્કર સરહદ પારથી હેરોઇનની તસ્કરી એક પાઇપ દ્વારા કરી રહ્યા હતા. હેરોઇન પીસી પાઇપમાં નાખીને તારની બીજી તરફ ભારતીય સરહદમાં નાખવામાં આવી હતી. 

બીએસએફ દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી છે.

હવે “નો ફોટો ઍટ વેક્સિનેશન સેન્ટર”; મુંબઈ મહાનગરપાલિકાએ પૉલિટિક્સનો અંત આણવા નવો કાયદો બહાર પાડ્યો, જાણો અહીં વિગત

June 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

શું ‘નોટા’ બટન સૌથી વધુ દબાય તો ચૂંટણી રદ થશે? સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો.

by Dr. Mayur Parikh March 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 માર્ચ 2021

'none of the above' એટલે કે  'નોટા' બટન અમુક લોકો માટે સર્વ શ્રેષ્ઠ વિકલ્પ હોય છે. આ બટન દબાવવાથી મતદાર એ વાત સ્પષ્ટપણે જણાવે છે કે અમને એ કે ઉમેદવાર પસંદ નથી.આ સંદર્ભે એક જનહિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે જો કોઈ ચૂંટણીમાં 'નોટા' ને સૌથી વધુ મત મળે તો તે ચૂંટણી રદ કરવામાં આવે.

હવે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. તેમજ તેમની પાસેથી સ્પષ્ટતા  માંગવામાં આવી છે કે શું આ સંદર્ભે કોઇ પગલાં લઇ શકાય છે?

ચૂંટણી આવતાં રાજ ઠાકરેએ રંગ બદલ્યો, હવે ગુજરાતીમાં બેનર અને પોસ્ટરો લગાવ્યા. ભૂતકાળમાં તોડ્યા હતા. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો…

સર્વે કોઈની નજર સરકારી જવાબ પર ટકેલી છે.

March 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક