દુબઈની ઈમારતમાં ફાટી નીકળી ભીષણ આગ, 4 ભારતીય અને 3 પાકિસ્તાની સહિત આટલા લોકોના મોત, જુઓ વિડીયો..

by kalpana Verat
4 Indians among 16 dead in Dubai building fire

News Continuous Bureau | Mumbai

  • દુબઈમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 ભારતીયો સહિત 16 લોકોના કરૂણ મોત થયા છે અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ મૃત્યુ પામેલાઓમાં પાકિસ્તાનના 3 નાગરિકો અને નાઈજીરિયાની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
  • અહેવાલ મુજબ આગની ઘટના રવિવારની છે. જે પાંચ માળની ઈમારતમાં આગ લાગી તે દુબઈના અલ રાસ વિસ્તારમાં આવેલી છે. તે દુબઈના સૌથી જૂના વિસ્તારોમાંથી એક છે.
  • આગ સૌપ્રથમ આ બિલ્ડીંગના ચોથા માળેથી શરૂ થઈ હતી અને ધીમે ધીમે બીજા માળે પણ ફેલાઈ ગઈ હતી.
  • દુબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આગ લગભગ 12.35 કલાકે લાગી હતી, જેને 2:42 કલાકે કાબૂમાં લેવામાં આવી હતી.
  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક એપાર્ટમેન્ટની બારીમાંથી કાળો ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  સચિનની દીકરાનું IPLમાં ડેબ્યૂ, અર્જુન કોલકાતા સામે મેદાનમાં ઉતર્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More