News Continuous Bureau | Mumbai
સીરિયા અને તુર્કી બાદ આજે સવારે તઝાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અહીં 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ વખત તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 નોંધાઈ હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા 5થી ઉપર નોંધાઈ હતી.
આજે સવારે 6.07 અને 6.25 વાગ્યાની આસપાસ આંચકા અનુભવાયા હતા.
પહેલો આંચકાનું જમીનના કેન્દ્રબિંદુથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્રબિંદુથી 150 કિમી નીચે નોંધાયું હતું.
આ સિવાય તઝાકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.
પાછલા અઠવાડિયામાં, તુર્કીમાં 7.8 તીવ્રતાના ભૂકંપ અને તેના આફ્ટરશોક્સને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 41,020 થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Best Air Cooler In India: ભારતના શ્રેષ્ઠ એર કૂલર, જે ગર્મીમાં પણ આપે શિયાળાનો અહેસાસ, જૂઓ કયું છે તમારા માટે બેસ્ટ