News Continuous Bureau | Mumbai
- મહારાષ્ટ્રનાં બંને શહેરનાં નામને બદલવા માટેની કેન્દ્રએ આખરે સંમતિ આપી દીધી છે.
- હવેથી ઔરંગાબાદ ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદ ‘ધારાશિવ’ તરીકે ઓળખાશે.
- બંને શહેરનાં નામને બદલવા માટેની સંમતિ મળી ગઇ હોવાની માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર દ્વારા આપી છે.
- આ સાથે પીએમ મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો આભાર માનતા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે કરી દેખાડ્યું, એવી ટ્વિટ પણ ફડણવીસે કરી હતી.
- રસપ્રદ વાત એ છે કે મહાવિકાસ આઘાડીએ નામ બદલવાના પ્રસ્તાવને અગાઉ મંજૂરી આપી હતી. પરંતુ શિંદે-ફડણવીસ સરકારે તેને સ્થગિત કરી દીધો હતો.
- આ પછી ફરીથી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રને દરખાસ્ત મોકલવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ
Join Our WhatsApp Community