ઔરંગાબાદનું ‘છત્રપતિ સંભાજીનગર’, ઉસ્માનાબાદનું ‘ધારાશિવ’! નામ બદલવા માટે કેન્દ્ર સરકારે આપી દીધી મંજૂરી

by kalpana Verat
Aurangabad and Osmanabad Name changed, centre gives nod

News Continuous Bureau | Mumbai

  • મહારાષ્ટ્રનાં બંને શહેરનાં નામને બદલવા માટેની કેન્દ્રએ આખરે સંમતિ આપી દીધી છે. 
  • હવેથી ઔરંગાબાદ ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદ ‘ધારાશિવ’ તરીકે ઓળખાશે. 
  • બંને શહેરનાં નામને બદલવા માટેની સંમતિ મળી ગઇ હોવાની માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર દ્વારા આપી છે. 
  • આ સાથે પીએમ મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો  આભાર માનતા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે કરી દેખાડ્યું, એવી ટ્વિટ પણ ફડણવીસે કરી હતી.
  • રસપ્રદ વાત એ છે કે મહાવિકાસ આઘાડીએ નામ બદલવાના પ્રસ્તાવને અગાઉ મંજૂરી આપી હતી. પરંતુ શિંદે-ફડણવીસ સરકારે તેને સ્થગિત કરી દીધો હતો.
  • આ પછી ફરીથી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રને દરખાસ્ત મોકલવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More